Divya Bhaskar

Home » National News » Latest News » National » બિહારના મુખ્યમંત્રીએ નોટબંધી પર સવાલ ઉઠાવ્યાં | Bihar CM questioned benefits of demonetisation

નોટબંધી પર બિહાર CMના સવાલ, પૂછ્યું કેટલાને ફાયદો થયો?

Divyabhaskar.com | Updated - May 27, 2018, 12:16 PM

એક સમયે નોટબંધીનું સમર્થન કરનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેની નિષ્ફળતા અંગે બેંકોને જવાબદાર ગણાવી છે.

  • બિહારના મુખ્યમંત્રીએ નોટબંધી પર સવાલ ઉઠાવ્યાં | Bihar CM questioned benefits of demonetisation

    પટનાઃ મોદી સરકારને 26મી મેનાં રોજ ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીએ નોટબંધીના ફેંસલાને યોગ્ય અને હિંમતભર્યું ગણાવ્યું છે. ત્યારે આ નિવેદનના બીજા જ દિવસે બિહારમાં ભાજપના સહયોગીએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યાં છે. એક સમયે નોટબંધીનું સમર્થન કરનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેની નિષ્ફળતા અંગે બેંકોને જવાબદાર ગણાવી છે. તેઓએ કહ્યું કે બેંકોની ભૂમિકાના કારણે જ નોટબંધીનો લાભ જેટલો મળવો જોઈતો હતો તેટલો ન મળ્યો.

    બિહારના લોકોમાં લોન લેવાની આદત નથી

    - બિહારના CMએ કહ્યું કે, "હું પહેલાં નોટબંધીનો સમર્થક હતો પરંતુ તેનાથી ફાયદો કેટલાને થયો? કેટલાંક લોકો પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી લઈ ગયા છે."
    - તેઓએ કહ્યું કે, "દેશની પ્રગતિમાં બેંકની મોટી ભૂમિકા છે. બેંકોનું કામ માત્ર જમા, નિકાસી અને લોન આપવાનું જ નથી પરંતુ એક એક યોજનામાં બેંકની ભૂમિકા વધી ગઈ છે."
    - નીતિશ કુમારે કહ્યું કે, "બિહારના લોકોમાં કર્જ લેવાની આદત વધુ નથી, જેઓ લેવા માગે છે પરંતુ બેંકોના કડક માપદંડના કારણે તેઓને પરેશાની થાય છે."

    બેંકિંગ સિસ્ટમમાં સુધારો જરૂરી


    - નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, "નાના લોકોને લોન આપવામાં તમે વિશેષ થઈ જાવ છો પરંતુ તે તાકાતવર લોકોનું શું જેઓ લોન લઈને ગાયબ થઈ ગયા છે? તે આશ્ચર્યની વાત છે કે બેંકોના વરિષ્ઠ અધિકારીઓને પણ તેનો કોઈ ખ્યાલ નથી આવતો."
    - તેઓએ વધુમાં કહ્યું કે, "બેંકિંગ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. હું નિંદા નથી કરતો પણ મારી વાત રજૂ કરુ છું."઼

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending