ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» બિહારના મુખ્યમંત્રીએ નોટબંધી પર સવાલ ઉઠાવ્યાં | Bihar CM questioned benefits of demonetisation

  નોટબંધી પર બિહાર CMના સવાલ, પૂછ્યું કેટલા લોકોને ફાયદો થયો?

  Divyabhaskar.com | Last Modified - May 27, 2018, 12:39 PM IST

  એક સમયે નોટબંધીનું સમર્થન કરનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેની નિષ્ફળતા અંગે બેંકોને જવાબદાર ગણાવી છે.
  • બિહારમાં આયોજિત એક બેંકિંગના કાર્યક્રમમાં નીતિશ કુમારે નોટબંધી પર સવાલો ઉઠાવ્યાં હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારમાં આયોજિત એક બેંકિંગના કાર્યક્રમમાં નીતિશ કુમારે નોટબંધી પર સવાલો ઉઠાવ્યાં હતા

   પટનાઃ મોદી સરકારને 26મી મેનાં રોજ ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીએ નોટબંધીના ફેંસલાને યોગ્ય અને હિંમતભર્યું ગણાવ્યું છે. ત્યારે આ નિવેદનના બીજા જ દિવસે બિહારમાં ભાજપના સહયોગીએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યાં છે. એક સમયે નોટબંધીનું સમર્થન કરનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેની નિષ્ફળતા અંગે બેંકોને જવાબદાર ગણાવી છે. તેઓએ કહ્યું કે બેંકોની ભૂમિકાના કારણે જ નોટબંધીનો લાભ જેટલો મળવો જોઈતો હતો તેટલો ન મળ્યો.

   બિહારના લોકોમાં લોન લેવાની આદત નથી

   - બિહારના CMએ કહ્યું કે, "હું પહેલાં નોટબંધીનો સમર્થક હતો પરંતુ તેનાથી ફાયદો કેટલાને થયો? કેટલાંક લોકો પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી લઈ ગયા છે."
   - તેઓએ કહ્યું કે, "દેશની પ્રગતિમાં બેંકની મોટી ભૂમિકા છે. બેંકોનું કામ માત્ર જમા, નિકાસી અને લોન આપવાનું જ નથી પરંતુ એક એક યોજનામાં બેંકની ભૂમિકા વધી ગઈ છે."
   - નીતિશ કુમારે કહ્યું કે, "બિહારના લોકોમાં કર્જ લેવાની આદત વધુ નથી, જેઓ લેવા માગે છે પરંતુ બેંકોના કડક માપદંડના કારણે તેઓને પરેશાની થાય છે."

   બેંકિંગ સિસ્ટમમાં સુધારો જરૂરી

   - નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, "નાના લોકોને લોન આપવામાં તમે વિશેષ થઈ જાવ છો પરંતુ તે તાકાતવર લોકોનું શું જેઓ લોન લઈને ગાયબ થઈ ગયા છે? તે આશ્ચર્યની વાત છે કે બેંકોના વરિષ્ઠ અધિકારીઓને પણ તેનો કોઈ ખ્યાલ નથી આવતો."
   - તેઓએ વધુમાં કહ્યું કે, "બેંકિંગ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. હું નિંદા નથી કરતો પણ મારી વાત રજૂ કરુ છું."઼

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • નોટબંધીથી શું ફાયદો થયો તેમજ બેંકિંગ સિસ્ટમ સુધારવાની જરૂર હોવાનું નીતિશ કુમારે કહ્યું હતું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નોટબંધીથી શું ફાયદો થયો તેમજ બેંકિંગ સિસ્ટમ સુધારવાની જરૂર હોવાનું નીતિશ કુમારે કહ્યું હતું

   પટનાઃ મોદી સરકારને 26મી મેનાં રોજ ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે વડાપ્રધાન મોદીએ નોટબંધીના ફેંસલાને યોગ્ય અને હિંમતભર્યું ગણાવ્યું છે. ત્યારે આ નિવેદનના બીજા જ દિવસે બિહારમાં ભાજપના સહયોગીએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યાં છે. એક સમયે નોટબંધીનું સમર્થન કરનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તેની નિષ્ફળતા અંગે બેંકોને જવાબદાર ગણાવી છે. તેઓએ કહ્યું કે બેંકોની ભૂમિકાના કારણે જ નોટબંધીનો લાભ જેટલો મળવો જોઈતો હતો તેટલો ન મળ્યો.

   બિહારના લોકોમાં લોન લેવાની આદત નથી

   - બિહારના CMએ કહ્યું કે, "હું પહેલાં નોટબંધીનો સમર્થક હતો પરંતુ તેનાથી ફાયદો કેટલાને થયો? કેટલાંક લોકો પોતાના પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી લઈ ગયા છે."
   - તેઓએ કહ્યું કે, "દેશની પ્રગતિમાં બેંકની મોટી ભૂમિકા છે. બેંકોનું કામ માત્ર જમા, નિકાસી અને લોન આપવાનું જ નથી પરંતુ એક એક યોજનામાં બેંકની ભૂમિકા વધી ગઈ છે."
   - નીતિશ કુમારે કહ્યું કે, "બિહારના લોકોમાં કર્જ લેવાની આદત વધુ નથી, જેઓ લેવા માગે છે પરંતુ બેંકોના કડક માપદંડના કારણે તેઓને પરેશાની થાય છે."

   બેંકિંગ સિસ્ટમમાં સુધારો જરૂરી

   - નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, "નાના લોકોને લોન આપવામાં તમે વિશેષ થઈ જાવ છો પરંતુ તે તાકાતવર લોકોનું શું જેઓ લોન લઈને ગાયબ થઈ ગયા છે? તે આશ્ચર્યની વાત છે કે બેંકોના વરિષ્ઠ અધિકારીઓને પણ તેનો કોઈ ખ્યાલ નથી આવતો."
   - તેઓએ વધુમાં કહ્યું કે, "બેંકિંગ સિસ્ટમમાં સુધારાની જરૂર છે. હું નિંદા નથી કરતો પણ મારી વાત રજૂ કરુ છું."઼

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બિહારના મુખ્યમંત્રીએ નોટબંધી પર સવાલ ઉઠાવ્યાં | Bihar CM questioned benefits of demonetisation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `