મહારાષ્ટ્ર: દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રગીત ગવાતું હતું ત્યારે જ ગડકરી ફસડાઈ પડ્યા

સ્ટેજ પર રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવે નિતિન ગડકરીને સંભાળ્યા

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 04:00 PM

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરીને નિતિન ગડકરીના જલદી સાજા થઈ જવા માટે શુભેચ્છા પાઠવી

અહમદનગર: મહારાષ્ટ્રના અહમદનગરની મહાત્મા ફુલે કૃષિ કોલેજના એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ગડકરી સ્ટેજ ઉપર જ બેભાન થઈ ગયા હતા. ત્યાંથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. નિતિન ગડકરીએ ટ્વિટ કરીને તેમની તબિયત સારી હોવાની માહિતી આપી છે.

વિદ્યાસાગર રાવે ગડકરીને સંભાળ્યા

કાર્યક્રમ દરમિયાન રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવ સ્ટેજ પર હાજર હતા અને તેમણે જ નિતિન ગડકરીને સંભાળ્યા. ગડકરી સ્ટેજ ઉપર બેભાન થયા તે વીડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, રાષ્ટ્રગીત ગવાતું હતું ત્યારે જ નિતિન ગડકરીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને તેથી તેઓ ચાલુ રાષ્ટ્રગીતે ખુરશીમાં બેસી ગયા હતા. દરમિયાન આજુ-બાજુના અધિકારીઓ અને સિક્યુરિટી ગાર્ડ ભેગા થઈ ગયા હતા અને તેમને ચોકલેટ આપી હતી. થોડીવાર પછી નિતિન ગડકરીએ પોતાની જાતને સ્વસ્થ જણાવીને ફરી તેઓ ઉભા થયા હતાં અને ત્યારપછી ગણતરીની મિનિટોમાં જ તેઓ ચક્કર ખઈને ફસડાઈ પડ્યા હતા.

રાજેએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી

નિતિન ગડકરી સ્ટેજ ઉપર ફસડાઈ પડ્યા એ વાતની જાણ થતા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરીને નિતિન ગડકરીના જલદી સાજા થઈ જવા માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App