અર્થવ્યવસ્થામાં મંદીનું કારણ નોટબંધી નહીં, રાજનની ખોટી નીતિઓ હતીઃ નીતિ આયોગ ઉપાધ્યક્ષ

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં મંદી આવી છે, જે ખોટું હોવાનું જણાવ્યું છે.

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 10:33 AM
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના કાર્યકાળમાં NPAની ઓળખ માટે નવા મેકેનિઝમ લાવવામાં આવ્યાં હતા- રાજીવ કુમાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના કાર્યકાળમાં NPAની ઓળખ માટે નવા મેકેનિઝમ લાવવામાં આવ્યાં હતા- રાજીવ કુમાર

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં મંદી આવી છે, જે ખોટું હોવાનું જણાવ્યું છે. સાથે જ કહ્યું કે ચિંતા તે વાતની છે આવી વાત પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમ જેવાં લોકો કરી રહ્યાં છે. તેઓએ આર્થિક વૃદ્ધિમાં ઘટાડો એટલાં માટે થઈ રહ્યો છે કેમકે બેંકિંગ ક્ષેત્રે NPA વધી રહ્યું હતું.

નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થામાં મંદી આવી છે, જે ખોટું હોવાનું જણાવ્યું છે. સાથે જ કહ્યું કે ચિંતા તે વાતની છે આવી વાત પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પી. ચિદમ્બરમ જેવાં લોકો કરી રહ્યાં છે. તેઓએ આર્થિક વૃદ્ધિમાં ઘટાડો એટલાં માટે થઈ રહ્યો છે કેમકે બેંકિંગ ક્ષેત્રે NPA વધી રહ્યું હતું. એવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના કાર્યકાળમાં NPAની ઓળખ માટે નવા મેકેનિઝમ લાવવામાં આવ્યાં હતા અને તે વધતાં ગયા જેના કારણે બેંકિંગ સેકટરના ઉદ્યોગોને દેવું બંધ કરી દીધું.

રાજીવ કુમારના જણાવ્યા મુજબ રઘુરામ રાજનના કાર્યકાળમાં NPA વધી રહ્યું હતું. બેંકિંગ સેક્ટરે ઈન્ડસ્ટ્રીને લોન દેવાનું બંધ કરી દીધું. મીડિયમ અને સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીને ક્રેડિટ ગ્રોથ નેગેટિવમાં ચાલી ગઈ.

GDP ગ્રોથ નોટબંધી પછી સૌથી વધુ


- એપ્રિલ-જૂન કવાર્ટરમાં દેશનો વિકાસ દર 8.2% રહ્યો. જે છેલ્લાં 9 ક્વાર્ટરમાં સૌથી વધુ છે. ગત ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ)માં આ 7.7% રહ્યો હતો. નવેમ્બર 2016માં નોટબંધી લાગુ થઈ હતી. જે બાદ ગ્રોથમાં સતત ઘટાડો આવ્યો. એપ્રિલ-જૂન 2017માં આ 5.6% રહ્યો. વિપક્ષે તેને નોટબંધીની અસર ગણાવી હતી.

વિપક્ષના નિશાને સરકાર


- હાલમાં જ RBI દ્વારા નોટબંધીને લઈને આંકડા જાહેર કરવામાં આવ્યાં જેમાં કહેવાયું છે કે 99.3 નોટ પરત આવી ગઈ છે. જે અંગે કોંગ્રેસ સહિતના પક્ષો મોદી સરકારના આ નિર્ણયને લઈને સવાલો ઉઠાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી કાળું ધન તો પરત ન આવ્યું પરંતુ દેશની અર્થવ્યવસ્થાને જોરદાર ઝટકો લાગ્યો છે.
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે પણ આ વાતને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે નોટબંધીના કારણે દેશને 2.25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેઓએ વડાપ્રધાન મોદીના પરોક્ષ રૂપથી હવાલો આપતાં સવાલ કર્યા કે, "યાદ કરો કોને કહ્યું હતું કે ત્રણ લાખ કરોડ રૂપિયા પરત નહીં આવે અને તે સરકાર માટે લાભદાયક હશે?"

નોટબંધી સંપૂર્ણ રીતે નિષ્ફળ- રાહુલ ગાંધી


- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે "નોટબંધી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. નોટબંધીનું પરિણામ શું આવ્યું કે પૂરે પૂરા પૈસા પરત આવી ગયા. 2 ટકા GDP, કરોડો લોકોને રોજગાર અને નોટબંધીનું કોઈજ રિઝલ્ટ ન આવ્યું. સૌથી પહેલાં વડાપ્રધાનજીએ દેશને જવાબ આપવો પડશે કે જ્યારે બેકારી જેવાં મુદ્દાઓ યથાવત છે, આપણાં યુવાનો રોજગાર ઈચ્છે છે તો તમે દેશને આ મોટો ફટકો કેમ આપ્યો, કારણ શું હ તું, રિઝનનિંગ શું હતી."

નોટબંધી એટલે નાણાંકીય કટોકટી- શિવસેના


- તો કેન્દ્રમાં ભાજપના સાથી પક્ષ શિવસેના પણ નિશાન સાધતાં કહ્યું હતું કે, "નાણાંકીય અરાજકતામાં નાંખવા માટે ક્યું પ્રાયશ્ચિત કરશે."
- શિવસેનાએ કહ્યું હતું કે નોટબંધીએ અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડશે, ઉદ્યોગ પ્રભાવિત થયાં, આઝાદી પછી પહેલી વખત રૂપિયો પોતાના સૌથી નીચલા સ્તરે આવી ગયો અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પરંતુ હજુ પણ દેશના શાસક વિકાસની શેખી મારી રહ્યાં છે.

X
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના કાર્યકાળમાં NPAની ઓળખ માટે નવા મેકેનિઝમ લાવવામાં આવ્યાં હતા- રાજીવ કુમારરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના કાર્યકાળમાં NPAની ઓળખ માટે નવા મેકેનિઝમ લાવવામાં આવ્યાં હતા- રાજીવ કુમાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App