Home » National News » Latest News » National » Lawyer said, They have no convincing evidence to prove charges in the court

PNB ફ્રોડ: મોદીના વકીલનો દાવો: 2જી-બોફોર્સની જેમ આ કેસ પણ પતી જશે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 11:10 AM

નીરવ મોદીના વકીલનું કહેવું છે કે, તપાસ એજન્સીઓ પાસે આરોપ સાબીત કરવા માટે પૂરતા પુરાવા નથી

 • Lawyer said, They have no convincing evidence to prove charges in the court
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કૌભાંડ થયું હતું મુંબઈની પીએનબી બ્રાન્ચને સીલ કરાઈ છે

  નવી દિલ્હી: બેન્ક ફ્રોડમાં સીબીઆઈએ ગીતાંજલી જેમ્સ અને પંજાબ નેશનલ બેન્કના 30 કર્મચારીઓને પૂછપરછ માટે મુંબઈ પોલીસ બોલાવ્યા છે. સોમવારે પીએનબીના 3 કર્મચારીઓની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી છે. પીએનબી ફ્રોડ કેસમાં આરોપી હીરા વેપારી નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે દાવો કર્યો છે કે, 2જી અને બોફોર્સ કેસની જેમ આ કેસ પણ પૂરો થઈ જશે. તપાસ એજન્સીઓ મીડિયા સામે હોબાળો કરી રહી છે, પરંતુ કોર્ટમાં આરોપ સાબીત કરવા માટે તેમની પાસે કોઈ ચોક્કસ પુરાવા નથી. અમને વિશ્વાસ છે કે, નીરવ મોદી નિર્દોષ સાબીત થશે.

  નોંધનીય છે કે, 11,356 કરોડના આ બેન્ક કૌભાંડમાં નીરવ સહિત તેના પરિવારજનો અને ગીતાંજલી જેમ્સના માલિક મેહુલ ચોકસી પણ આરોપી છે. તેમના પર બેન્કના ઓફિસરો સાથે મળીને લેટર ઓફ અંડરટેકિંગ્સ (LoU) દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાનો આદેશ છે.

  મંગળવારના અપડેટ્સ


  - ફ્રોડ કેસ સાથે જોડાયેલા ગીતાંજલી જેમ્સ અને પંજાબ નેશનલ બેન્કના 30 કર્મચારીઓને મુંબઈમાં આવેલી સીબીઆઈની ઓફિસ પૂછપરછ માટે બોલાવાવમાં આવ્યા છે.
  - વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે, નીરવ આ કેસમાં નિર્દોષ સાબીત થશે.
  - પીએનબી ફ્રોડ કેસમાં વકીલ વિનીત ઢાંડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ વિશે 23 ફેબ્રુઆરીએ સીજેઆઈ દીપક મિશ્રાની બેન્ચ સુનાવણી કરશે.

  નીરવ-પીએનબી કેસમાં શું છે અપડેટ્સ

  1) નીરવ મોદીએ બેન્ક મેનેજમેન્ટને લખ્યો લેટર

  - નીરવ મોદી કરોડોની ચોરી બાદ હવે શિરજોરી પર ઉતરી આવ્યો છે. કૌભાંડ પર પહેલી વાર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું કે પંજાબ નેશનલ બેન્ક દ્વારા મામલાને જાહેર કરી દેવાતા હવે વાત બગડી ગઈ છે અને બેન્કે તેના બાકી લેણાં વસૂલવાના તમામ વિકલ્પો ગુમાવી દીધા છે. તેની સાથે જ મોદીએ દાવો કર્યો છે કે તેની કંપનીઓ પર જે બાકી લેણાં છે તે બેન્ક દ્વારા જાહેર કરેલા આંકડાથી ખૂબ જ ઓછા છે.
  - પીએનબી મેનેજમેન્ટને 15-16 ફેબ્રુઆરીએ લખેલા એક પત્રમાં કહ્યું કે તેમની કંપનીઓ પર બેન્કના બાકી લેણાં 5000 કરોડ રૂપિયાથી ઓછા છે. પત્ર મુજબ, ખોટી રીતે જાહેર કરેલા બાકી લેણાંને કારણે મીડિયામાં હોબાળો સર્જાઈ ગયો છે.
  - પત્રમાં લખ્યું છે કે, 13 ફેબ્રુઆરીએ મે પ્રસ્તાવ મૂક્યો છતાં બાકી લેણાંને તાત્કાલિક વસૂલવાની ઉતાવળે કરવામાં આવેલી કાર્યવાહીને કારણે મારી બ્રાન્ડ અને બિઝનેસ બરબાદ થઈ ગયા અને તેનાથી હવે બાકી લેણાં વસૂલવાની તમારી ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે. કૌભાંડનો ખુલાસો થયા બાદથી જ તપાસ એજન્સીઓ નીરવ મોદીની સંપત્તિઓ અને ઠેકાણાંઓ પર કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં આ મામલે 5716 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાઈ ચૂકી છે. સાથે જ નીરવને ભારત લાવવા માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

  2) પીએનબીના બીજા 3 મેનેજરની ધરપકડ


  - સીબીઆઈએ સોમવારે મોડી સાંજે પીએનબીના અન્ય 3 મેનેજરની ધરપકડ કરી લીધી છે. તેમાં ફોરેક્સ ડિપાર્ટમેન્ટના તે સમયના ચીફ મેનેજર બચ્ચૂ તિવારી, ફોરેક્સ ડિપાર્ટમેન્ટના સ્કેલ-2ના મેનેજર યશંવત જોશી અને એક્સપોર્ટ સેક્શનના અધિકારી પ્રફુલ્લ સાંવતના નામ સામેલ છે. અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે 18 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  આગળની સ્લાઈડમાં વાંચો પીએનબી કેસની અન્ય અપડેટ્સ

 • Lawyer said, They have no convincing evidence to prove charges in the court
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નીરવ મોદી દેશ છોડીને ભાગી ગયો છે

  3) તપાસ એજન્સીઓ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ


  - ઈડીએ 19 ફેબ્રુઆરીએ નીરવના વર્લીમાં સમુદ્ર મહેલમાં આવેલા એપાર્ટમેન્ટમાં અને લોઅર પરેલમાં આવેલી ઓફિસમાં સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જુદા-જુદા શહેરોમાં 38 જગ્યાઓએ દરોડા પાડીને કુલ રૂ. 22 કરોડના હીરા અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ રૂ. 5,716 કરોડના સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે ગીતાંજલી ગ્રૂપ અને મેહુલ ચોકસીની 7 પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે.
  - ગીતાંજલી જેમ્સને 2013માં લોનની લેણ-દેણ મામલે ઈડીની ટીમ અલાહાબાદ બેન્કના પૂર્વ ડિરેક્ટર દિનેશ દુબેના વડોદરામાં આવેલા ઘરે પહોંચી હતી. બીજી બાજુ ઈડીએ બિહારના મુઝફ્ફરનગરમાં નક્ષત્ર અને પુણેના મોલમાં ગીતાંજલીના શો રૂમ સહિત મહારાષ્ટ્રની 4 જગ્યાઓ ઉપર દરોડા પાડ્યા હતા.

   

  4) નીરવની ટીમ પાસે હતા પીએનબીના પાસવર્ડ


  - કૌભાંડમાં ધરપકડ થયેલા પીએનબીના પૂર્વ ડેપ્યૂટી મેનેજર ગોકુલનાખ શેટ્ટી, સીડ્બ્લ્યૂઓ મનોજ ખરાત અને નીરવના ઓથરાઈઝ્ડ સિગ્નેટરી હેમંત ભટ્ટ સાથેની પૂછપરછમાં સીબીઆઈ સામે ઘણાં ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા.
  - આરોપીઓએ જણાવ્યું કે, સ્વિફ્ટ સિસ્ટમમાં લોગ ઈન માટે એકાઉન્ટ્સ ડિટેલ્સ અને પાસવર્ડ પણ નીરવની ટીમ પાસે હતા. જે LoU માટે જરૂરી હોય છે. નીરવના લોકો પીએનબી અધિકારીઓની જેમ ગેરકાયદેસર સિસ્ટમમાં લોગ ઈન કરતા હતા.
  - સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓને બદલામાં કમિશન મળતું હતું. દરેક એલઓયુ અને સ્વિફ્ટ સિસ્ટમના ગેરકાયેદસર ઉપયોગમાં કમિશનની રકમ નક્કી હતી. આ રકમ કૌભાંડમાં સામેલ અધિકારીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી. આ કૌભાંડમાં અંદાજે અડધો ડઝન બેન્કના અધિકારીઓ અને બહારના લોકો સામેલ હતા.

 • Lawyer said, They have no convincing evidence to prove charges in the court
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  નીરવ મોદીની કરોડોની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી

  5) પીએનબીના 10 સસ્પેન્ડ અધિકારીઓની 8 કલાકપૂછપરછ


  - સીબીઆઈને પીએનબીમાં 11,349 કરોડ કરતા વધારે રકમનું કૌભાંડ હોવાની શંકા છે. તપાસ એજન્સીએ તેમના ત્યાં થયેલા એલઓયુના ગોટાળોનો રિપોર્ટ માગ્યો છે.
  - સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમુક એલઓયુ મે 2018માં મેચ્યોર થશે. આ સંજોગોમાં ગોટાળાની રકમ રૂ. 11,349 કરોડ કરતા વધારે થવાની શક્યતા છે. આ દરમિયાન પીએનબીના સસ્પેન્ડ કર્મચારીઓમાંથી 10 કર્મચારીઓની 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

   

  6) 200 શેલ કંપનીઓની થશે તપાસ


  - નીરવ મોદી અને મેહુલ ચોકસી સાથે જોડાયેલી 200થી વધારે શેલ કંપનીઓની તપાસ કરવામાં આવશે. તેનો ઉપયોગ ગોટાળાની રકમના રુટિંગ માટે કરવામાં આવે છે.
  - સીબીઆઈ ગીંતાજલી ગ્રૂપની 18 એસોસિયેટ કંપનીની બેલેન્સ શીટની પણ તપાસ કરશે. બેન્ક ઓફિસરો પાસેથી આ કંપનીઓમાં મની લોન્ડરિગં થયું હોવાની માહિતી મળી છે.

   

  શું છે સમગ્ર ઘટના


  - પંજાબ નેશનલ બેન્કે થોડા દિવસ પહેલાં સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને રૂ. 11,356 કરોડનું કૌભાંડ થયું હોવાની માહિતી આપી હતી. આ કૌભાંડ પીએનબીના મુંબઈના બ્રેડી હાઉસ બ્રાન્ચમાં થયું હતું. કૌભાંડની શરૂઆત 2011માં થઈ હતી. 7 વર્ષમાં હજારો કરોડોની રકમ નકલી લેટર LoUs દ્વારા વિદેશી એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

 • Lawyer said, They have no convincing evidence to prove charges in the court
  નીરવ મોદીનો વકીલ વિજય અગ્રવાલ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ