ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» એનઆઇએ એ 3 પાક રાજકારણીઓને વોન્ટેડ જાહેર કર્યા | NIA declares 3 Pakistani diplomates in its wanted list seeking help of Interpol

  NIAએ 3 પાક ડિપ્લોમેટ્સને જાહેર કર્યા 'વોન્ટેડ', ઇન્ટરપોલની માંગી મદદ

  divyabhaskar.com | Last Modified - Apr 09, 2018, 12:38 PM IST

  NIAએ આવા જ એક ડિપ્લોમેટ આમિર ઝુબૈર સિદ્દીકીનો ફોટો જાહેર કરીને તેના વિશે જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે
  • આવું પહેલીવાર થયું છે કે ભારતે કોઇ પાકિસ્તાની ડિપ્લોમેટ્સને પોતાની 'વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કર્યા હોય અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની માંગ કરી હોય. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આવું પહેલીવાર થયું છે કે ભારતે કોઇ પાકિસ્તાની ડિપ્લોમેટ્સને પોતાની 'વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કર્યા હોય અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની માંગ કરી હોય. (ફાઇલ)

   નવી દિલ્હી: એવું પહેલીવાર બન્યું છે, જ્યારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ત્રણ પાકિસ્તાની ડિપ્લોમેટ્સને પોતાની 'વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કર્યા છે. NIAએ આવા જ એક રાજકારણી આમિર ઝુબૈર સિદ્દીકીનો ફોટો જાહેર કરીને તેના વિશે જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે, જે 26/11 જેવા આતંકી હુમલાઓના ષડયંત્ર રચતો હતો.

   પાક હાઇ કમિશનનો ચોથો અધિકારી પણ હતો ષડયંત્રમાં સામેલ

   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કોલંબોમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં તહેનાત એક ચોથો અધિકારી પણ આ ષડયંત્રમાં સામેલ હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ અધિકારીઓ હવે પાકિસ્તાન પાછા ફરી ચૂક્યા છે અને NIAએ તેમના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ માટે ઇન્ટરપોલને રિકવેસ્ટ મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

   - NIAએ ગયા ફેબ્રુઆરી મહિનામાં જ આમિર ઝુબૈર સિદ્દીકી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જ્યારે ત્રણ અન્ય અધિકારીઓના નામ હજુ સુધી જાણી શકાયા નથી.
   - બે અન્ય પાકિસ્તાની અધિકારીઓને પણ 'વોન્ટેડ લિસ્ટ'માં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ બંનેના કોડનેમ 'વીનીથ' અને 'બોસ ઉર્ફ શાહ' તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

   NIAના વોન્ટેડ લિસ્ટમાં પહેલીવાર પાક રાજકારણીઓ

   - આવું પહેલીવાર થયું છે કે ભારતે કોઇ પાકિસ્તાની ડિપ્લોમેટ્સને પોતાની 'વોન્ટેડ' લિસ્ટમાં સામેલ કર્યા હોય અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની માંગ કરી હોય.

   - NIAના જણાવ્યા પ્રમાણે, આ પાકિસ્તાની અધિકારી વર્ષ 2009થી 2016ની વચ્ચે કોલંબોમાં તહેનાત હતા. તેમણે પોતાના એજન્ટ્સની મદદથી દક્ષિણ ભારતના ચેન્નાઈ અને અન્ય ઘણા શહેરોના મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર હુમલાની યોજના બનાવી હતી.
   - સિદ્દીકીએ કથિત રીતે આ માટે શ્રીલંકન નાગરિક મોહમ્મદ સાકિર હુસૈન, અરૂણ સેલ્વેરાજ, સિવબાલન અને તહમીમ અન્સારી જેવા એજન્ટોનો સહારો લીધો હતો. આ તમામ એજન્ટોની એનઆઇએએ ધરપકડ કરી લીધી છે. તેમના વિશે અમેરિકા પાસેથી પણ કેટલીક જાણકારીઓ લેવામાં આવી હતી.

  • એએનઆઇએ ટ્વિટ કરેલો ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એએનઆઇએ ટ્વિટ કરેલો ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એનઆઇએ એ 3 પાક રાજકારણીઓને વોન્ટેડ જાહેર કર્યા | NIA declares 3 Pakistani diplomates in its wanted list seeking help of Interpol
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top