Home » National News » Desh » લગ્નના ગણતરીના કલાકો પછી જ દુલ્હનનું થયું મોત| Newly Wed Bride Dead During Marriage Ceremony

દુલ્હનને ફેરા ફરે હજુ થયા હતા ગણતરીના કલાકો અને અચાનક થયું મોત

Divyabhaskar.com | Updated - May 10, 2018, 10:10 AM

પરિવારના જણાવ્યા પ્રમાણે પરણિતાને અચાનક તાવ આવ્યો અને ચક્કર ખઈને પડી ગઈ

  • લગ્નના ગણતરીના કલાકો પછી જ દુલ્હનનું થયું મોત| Newly Wed Bride Dead During Marriage Ceremony
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લગ્નના ગણતરીના કલાકો પછી જ દુલ્હનનું થયું મોત

    પુણે: શિરુર જિલ્લામાં આવેલા મ્હસે ગામના લગ્નમાં પરિણિતાનું લગ્નના દિવસે જ અચાનક મોત થઈ ગયું હતું. તેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ માતમમાં બદલાઈ ગયો હતો. પરિવારનું કહેવું છે કે, દુલ્હનને અચાનક બહુ જ તાવ ચઢ્યો હતો અને તેના કારણે તેનુ મોત થઈ ગયું હતું.

    - સૂત્રોના જણાવ્યા પ્રમાણે જયક્ષી મુસલેનું મોત થઈ ગયું છે. 6 મેના રોજ મ્હસે ગામમાં રહેતા બબન મુસલેના બે દીકરા હિરામણ અને દિગંબરના સોલાપુરના અક્કલકોટામાં રહેતી બે સગી બહેનો જયશ્રી અને વિજ્યા સાથે લગ્ન હતા.
    - ધામધૂમથી બંને બહેનોના લગ્ન કરવામાં આવ્યા હતા.
    - લગ્ન સમારોહ મ્હાસે ગામમાં જ આયોજિત કરવામાં આવ્યા હતા.
    - લગ્નની બધી જ વિધિ પત્યા પછી બધા જાનૈયાઓ સોલાપુર જવા નીકળી ગયા હતા.
    - સાંજના સમયે અચાનક જયશ્રીને ખૂબ તાવ ચઢ્યો અને તે ચક્કર ખઈને બેભાન થઈ ગઈ હતી. જ્યારે જયશ્રીને ડોક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેની તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી.

  • લગ્નના ગણતરીના કલાકો પછી જ દુલ્હનનું થયું મોત| Newly Wed Bride Dead During Marriage Ceremony
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending