તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Newborn Baby Girl In Closed Bag Was Dying But Man Saved Her Life After Finding Her At MP

બાવળની ઝાડીઓમાં બંધ થેલામાં રૂંધાઈ રહ્યા'તા નવજાતના શ્વાસ, ફરિશ્તો બનીને યુવકે બચાવી લીધો બાળકીનો જીવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુરૈના (મધ્યપ્રદેશ): બાવળની ઝાડીઓમાં બંધ થેલામાં શ્વાસ રૂંધાવા છોડી દીધેલી નવજાત બાળકી ઈશ્વરની દયાથી બચી ગઇ છે. ચાર દિવસની આ નવજાતના પ્રાથમિક શ્વાસોને શેખ રફીકે બચાવી લીધા. બંધ થેલો ખુલતાં જ નવજાતના અંતિમ શ્વાસ કિલકારી બનીને ગૂંજવા લાગ્યા, ત્યારે શેખે એમ્બ્યુલન્સને કોલ કરી દીધો. હવે હોસ્પિટલના એસએનસીયુમાં આ માસૂમના શ્વાસને જાળવી રાખવાની કવાયત ચાલુ છે. ચાર દિવસ પહેલા જન્મેલી બાળકી શનિવારની બપોરે બાવળની ઝાડીઓમાં આસન નદીના કિનારે મળી આવી હતી. 

 

માછલીઓ પકડતી વખતે સંભળાઇ બાળકીની હેડકીઓ 

 

- શહેરની શ્યામ બિહાર કોલોનીમાં રહેતા શેખ રફીક પોતાના મિત્ર નિસાર ખાં અને સોનૂની સાથે શોખ ખાતર માછલીઓ પકડવા છૌંદા સ્થિત આસન નદી પહોંચ્યા હતા. નદીકિનારે બેસીને મિત્રમંડળી માછલીઓ પકડવાની તૈયારી કરી રહી હતી ત્યારે જ તેમને કોઇ બાળકની હેડકીઓનો અવાજ સંભળાયો. 

- તેમણે અવાજની દિશામાં ચાલવાનું શરૂ કર્યું તો નજીકમાં જ આવેલી બાવળની ઝાડીઓમાં એક થેલો પડ્યો હતો જે હલતો દેખાતો હતો. શેખ રફીકે પાસે જઇને જોયું તો થેલો દોરડાથી મજબૂત રીતે બાંધેલો હતો. 
- તેણે થેલો ફાડી નાખ્યો તો અંદર નવજાત બાળકી જોવા મળી અને તેની હેડકીઓ કિલકારી બની ગઇ હતી. શેખ આ બાળકીને લઇને રસ્તા તરફ દોડ્યો અને એમ્બ્યુલન્સને કોલ કર્યો.

 

પ્રાર્થનાનું વજન ઓછું છે, બ્લડમાં ઇન્ફેક્શન

 

- અનાથ બાળકીના હોસ્પિટલ પહોંચવાની જાણ જેવી બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ અમિત જૈનને થઇ તો તેઓ પણ જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા અને બાળકીને હોસ્પિટલના એસએનયુમાં દાખલ કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવી. અમિત જૈને આ માસૂમનું નામ પ્રાર્થના રાખી દીધું છે. 

- પ્રાર્થનાનો ઇલાજ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. ડૉ. અંશુલ તોમરે જણાવ્યું કે આ બાળકીએ શક્યતઃ ચાર દિવસ પહેલા જ જન્મ લીધો હશે. બાળકીનું વજન હાલ ઘણું ઓછું છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, અઢી કિલો વજન હોવું જોઇએ પરંતુ પ્રાર્થનાનું વજન 1.6 કિલો જ છે. લોહીમાં પણ સામાન્ય ઇન્ફેક્શન જણાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: જન્મના માત્ર 6 કલાકમાં ફેંકી દેવામાં આવી માસૂમ બાળકી, લોકોએ બચાવ્યો જીવ