Home » National News » Latest News » National » ભૈયુજી મહારાજને સતત મળતી હતી ચરિત્ર ખરાબ કરવાની ધમકી| New Disclosure In Bhayyuji Maharaj Suicide Case

ભૈયુજીને મળતી હતી ચરિત્ર ખરાબ કરવાની ધમકી, રહેતા હતા ગભરાયેલા

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 10:03 AM

ભૈયુજીને પત્ની અને દીકરીના ઝઘડા સિવાય અન્ય પણ ઘણાં સ્ટ્રેસ હતા, છબી ખરાબ થવાનો સૌથી વધુ ડર

 • ભૈયુજી મહારાજને સતત મળતી હતી ચરિત્ર ખરાબ કરવાની ધમકી| New Disclosure In Bhayyuji Maharaj Suicide Case
  ભૈયુજીએ 8 જૂને પત્નીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો (ફાઇલ)

  ઈન્દોર: સંત ભૈયુજી મહારાજ સુસાઈડ કેસમાં પોલીસને કેટલીક નવી માહિતી મળી છે. પોલીસને જાણવા મળ્યું છે કે, પોતાની જાતને ગોળી મારવાના સાત દિવસ પહેલાથી ભૈયુજી મહારાજ ખૂબ સ્ટ્રેસમાં હતા. તેમને માત્ર પત્ની અને દીકરી કુહુના ઝઘડાનો જ સ્ટ્રેસ નહોતો પરંતુ અન્ય પણ ઘણી મુશ્કેલી હતી. ઘણાં ટ્રસ્ટી ધીમે ધીમે પદ છોડીને જઈ રહ્યા હતા. ઉદ્યોગપતિઓ અને દાતાઓ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે તેમને ઘરમાં જ તેમનું ચરિત્ર ખરાબ કરી દેવાની ધમકી મળતી હતી. દીકરીને લંડન મોકલવા અને પત્ની વચ્ચે ચાલી રહેલા તણાવમાં તેઓ રોજ સ્ટ્રેસમાં રહેતા હતા. દીકરીને લંડન શિફ્ટ કરવા માટે રૂ. 10 લાખથી વધારે ખર્ચ થતો હતો. ઘરના લોકોને આ વાતનો વિરોધ હતો. પારિવારિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૈયુજી મહારાજને તેમની છબી ખરાબ થવાનો સૌથી વધારે ડર હતો.

  ભૈય્યુજી ચારેય તરફથી હતા સ્ટ્રેસમાં

  1. પરિવાર દીકરીને લંડન મોકલવાના વિરોધમાં હતા


  - પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, આત્મહત્યાના બે દિવસ પહેલાં ભૈયુજી મહારાજે કોઈની પાસેથી રૂ. 10 લાખની લોન માટે ચર્ચા કરી હતી. કદાચ એ લોનની રકમથી ભૈયુજી દીકરીને લંડન મોકલવા ઈચ્છતા હતા. આ વિશે પણ પરિવારમાં વિવાદ હતો. બીજી બાજુ પત્નીના પરિવારવાળાઓ ભૈયુજીની દરેક પ્રવૃત્તિ પર નજર રાખતા હતા.

  2. જાણકાર: એકલા હતા ત્યારે ફોન પર કરતા હતા વાતો


  - ભૈયુજી મહારાજ અમુક ફોન આવતા જ બેચેન થઈ જતા હતા. તેઓ ઘણી વાર સેવક વિનાયક અને અન્ય લોકોથી દૂર જઈને પણ ફોન પર વાત કરતા હતા. એક કંસ્ટ્રક્શન વેપારીનો ફોન આવતા તેઓ હંમેશા બેચેન થઈ જતા હતા. આ વાત તેમની પત્નીના માતા-પિતાએ પણ સ્વીકારી છે.
  - તેમણે સૌથી વધારે નંબર પર વાતો કરી છે તેમાં દીકરી કુહુ, પત્ની, વિનાયક, પડોશી મનમીત અરોરા અને પુનાના સેવક અનમોલ ચૌહાણ છે.

  3. ટ્રસ્ટ: અમુક ટ્રસ્ટીઓ સાથ છોડવા લાગ્યા હતા


  - બીજા લગ્ન પછી મહારાજનું વર્ચસ્વ ઓછુંં થવા લાગ્યું હતું. સૂર્યોદય ટ્રસ્ટ સાથે જોડાયેલા અમુક ટ્રસ્ટીઓ ધીમે ધીમે તેમનો સાથ છોડવા લાગ્યા હતા. તેથી તેમને હવે વધારે કોઈની પર વિશ્વાસ રહ્યો નહતો.
  - ગરીબો માટે જે સેવાકાર્ય સદગુરુ દત્ત ધાર્મિક અને પારમાર્થિક ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું હતું તેનું પણ સંચાલન યોગ્ય રીતે ન થવાથી તેઓ દુઃખી હતા. મહારાષ્ટ્રથી આવતા ભક્તોની સંખ્યા પણ ઘટી રહી હતી.

  4. પ્રોપર્ટી: ઘણી પ્રોપર્ટી વેચી રહ્યા હતા મહારાજ


  - પોલીસને તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, છેલ્લા સાતથી આઠ મહિનામાં મહારાજે ઘણી પ્રોપર્ટી વેચી હતી. તેઓ ઘણું બધુ સમેટીને દીકરીને લંડન મોકલીને સેટ કરી દેવા ઈચ્છતા હતા.
  - જોકે તેમની પત્ની અને સાસરાવાળીની દખલગીરી તેમના જીવનમાં ઘણી વધી ગઈ હતી.

  મોડી રાતે પોલીસે દીકરી અને સેવાદારનું લીધું નિવેદન

  - કુહૂએ કહ્યું કે, હું મારી મા (માધવી)ને જ મા માનુ છું. ડૉ. આયુષીને નહીં. મને આયુષી સાથે બાબાના લગ્નની જાણ પણ નહતી. મને લગ્ન વિશે જાણ પણ કરવામાં આવી નહતી. મારી માનો દરજ્જો કોઈ લઈ શકે તેમ નથી.
  - વિનાયકે કહ્યું કે, મહારાજને કેટલાક ટ્રસ્ટીઓ છોડીને જતા રહ્યા હોવાથી અને મકાનના દેવા વિશે થોડી ચિંતા હતી. આયુષીને તેમણે નોકરી પર રાખી ત્યારથી તેને આશ્રમના ટ્વિટર હેન્ડલની જવાબદારી આપી હતી. ત્યારપછી તેમના લગ્ન થયા હતા.

  મહારાજ સાથે લગ્ન કરવા રાજી નહોતી ડૉ. આયુષી


  - પોલીસ ડૉ. આયુષીની પણ જૂની વિગતો મેળવી રહી છે. તેના માટે એક ટીમ ભંવરકુંઆ વિસ્તારમાં આવેલી પરમહંસ ગર્લ્સ હોસ્ટેલ પહોંચી અને ત્યાંના પૂર્વ મેનેજર સુનીલ જૈન સાથે વાત કરી. ડૉ. આયુષી પીએચડી આ હોસ્ટેલમાં રહીને કર્યું હતું.
  - એવી વાત પણ સામે આવી છે કે મહારાજ સાથે લગ્ન કર્યા પહેલા ડૉ. આયુષીની મિત્રતા વિવેક નામના યુવક સાથે હતી. પોલીસ વિવેકની શોધખોળ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ડૉ. આયુષી પહેલા ભૈયુજીની અનુયાયી હતી. મહારાજના લગ્નના પ્રસ્તાવને તેઓએ પરિવાર સામે નકારી કાઢ્યો હતો. બાદમાં કોઈ દબાણમાં સ્વીકારી લીધો હતો.

  પરિવાર જેમ કહેશે, તેમ થશેઃ વિનાયક


  - પોલીસ સૂત્રોનું કહેવું છે કે તપાસ અધિકારીએ સેવક વિનાયક સાથે વાત કરી છે. સુસાઇડ નોટમાં મહારાજ દ્વારા તેમને જવાબદારી સોંપવા વિશે વિનાયકે કહ્યું કે જેવું પરિવાર કહેશે, તેમ જ થશે. મળતી માહિતી મુજબ આ સંબંધમાં ઓફિશિયલ રીતે તેમનું નિવેદન લેવાશે. ત્યારબાદ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ