ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» New bride became widow within 4 days of marriage husband committed suicide at Gwalior

  લગ્નના 4 દિવસમાં જ વિધવા થઈ ગઈ દુલ્હન, પતિએ કરી લીધી આત્મહત્યા

  divyabhaskar.com | Last Modified - May 17, 2018, 07:00 AM IST

  એક યુવકે પોતાની પત્નીની સાડીથી લગ્નના 4 જ દિવસમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી
  • પતિના મોત પછી બેહાલ થઇને બેઠેલી પત્ની અનિતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિના મોત પછી બેહાલ થઇને બેઠેલી પત્ની અનિતા.

   ડબરા (ગ્વાલિયર): શહેરના હનુમાનગંજ ડાઢા વિસ્તારમાં એક યુવકે મંગળવારે સવારે પોતાની પત્નીની સાડીથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. મૃતકના લગ્ન 11મેના રોજ થયા હતા અને મંગળવારે તેની પત્નીને પિયર જવાનું હતું. આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. મૃતકના ભાઈનું કહેવું છે કે રાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.

   રાતભર બંનેએ વાતો કરી, સવારે ઉઠતાં પત્નીએ જોયું કે પતિએ લગાવી ફાંસી

   - મળતી માહિતી પ્રમાણે, હનુમાનગંજ ડાઢામાં રહેતા સંજયના લગ્ન 11મેના રોજ અનિતા સાથે થયા હતા. મંગળવારે અનિતા પિયર જવાની હતી. તેના કારણે આખી રાત સંજય અને અનિતા પરસ્પર વાત કરતા રહ્યા.

   - મંગળવારે વહેલી સવારે 4.00 વાગે અનિતાની આંખ લાગી ગઇ. સવારે 7 વાગે પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો તો તેની ઊંઘ ઉડી. આંખ ખોલતા જ તેણે જોયું કે સંજય તેની સાડીના ફંદા પર ફાંસીએ લટકેલો છે.
   - પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

   પત્નીએ કહ્યું- 3 દિવસ રાજીખુશીથી જ રહ્યા હતા

   - મૃતકના ભાઈએ જણાવ્યું કે રાતે સંજયના રૂમમાંથી જોરજોરથી ઝઘડો થવાનો અવાજ આવી રહ્યો હતો. ભાભી પિયર જવા માટે 10 હજાર રૂપિયા અને મોબાઈલ ફોન માંગી રહી હતી.

   - સવારે લગભગ 3 વાગે ભાઈ સંજય પાણી પીવા માટે રૂમની બહાર નીકળ્યો હતો. ત્યારબાદ જ્યારે સવારે તેને જગાડવા માટે પહોંચ્યો તો તે ફાંસી પર લટકેલો હતો.
   - અનિતાને સાસરે આવ્યે હજુ 3 જ દિવસ થયા હતા. હજુ તો તેના હાથની મહેંદી પણ ઉતરી ન હતી, તેના પહેલા જ પતિનો સાથ છૂટી ગયો. સંજયના મોત બાદ અનિતા રડીરડીને બેહાલ થઈ ગઈ છે.
   - તેનું કહેવું છે કે તેઓ ત્રણ દિવસથી હસીખુશીથી જ રહેતા હતા. સવારે 4 વાગ્યા સુધી તેઓ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.
   - 4 વાગે તેની આંખ લાગી ગઇ. સવારે પરિવારજનોએ જ્યારે દરવાજો ખખડાવ્યો ત્યારે સંજયને ફાંસી પર લટકેલો જોઇને હું બેભાન થઇ ગઇ.
   - ઘરમાં ખુશીનો માહોલ હતો. તમામ મહેમાનો હજુ પણ રોકાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં પારંપારિક કાર્યક્રમો થઇ રહ્યા હતા. મંગળવારે હું પિયર જવાની હતી. તેના કારણે અડધી રાત સુધી પરિવારજનો અને મહેમાનો વિદાયની તૈયારીઓ કરી રહ્યા હતા.

   આત્મહત્યાનું કારણ ખબર નથી

   - ડબરા સિટીના ટીઆઇ રમેશ શાક્યએ જણાવ્યું કે, યુવકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તેણે ફાંસી કેમ લગાવી તે તો તપાસ પછી જ જાણી શકાશે. હાલ રિપોર્ટ નોંધી મામલાની તપાસ હાથ ધરાઇ છે.

  • સંજય અને અનિતાના લગ્નનો ફોટો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંજય અને અનિતાના લગ્નનો ફોટો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: New bride became widow within 4 days of marriage husband committed suicide at Gwalior
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top