ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» New born baby was burried in soil a girl heard its crying and saved the life in Jaipur

  18 કલાકના નવજાતને જમીનમાં જીવતું દાટ્યું, રડવાનો અવાજ સાંભળી આ યુવતીએ બચાવી જિંદગી

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 01:59 PM IST

  એક માતાએ પોતાના જ ગર્ભમાંથી જન્મ લેનાર નવજાતને મરવા માટે જમીનમાં દાટી દીધું
  • નવજાતને બચાવનાર દીકરી લીલા. નવજાતને આ ખાડામાં દાટવામાં આવ્યું હતું, તેના પર ઝાડીઓ પાથરી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવજાતને બચાવનાર દીકરી લીલા. નવજાતને આ ખાડામાં દાટવામાં આવ્યું હતું, તેના પર ઝાડીઓ પાથરી હતી.

   ડુંગરપુર (જયપુર): એક એવી ઘટના સામે આવી છે, જે કોઇના પણ દિલને હલબલાવી નાખે. એક માતાએ પોતાના જ ગર્ભમાંથી જન્મ લેનાર નવજાતને મરવા માટે જમીનમાં દાટી દીધું. પણ કહે છે ને કે મારનાર કરતા બચાવનાર બહુ મોટો હોય છે. દાટી દીધેલી નવજાતના રડવાનો અવાજ એક યુવતીએ સાંભળ્યો અને તેને તાત્કાલિક બચાવી લીધી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, બાળક 12થી 18 કલાકની ઉંમરનું છે. હાલ સીમલવાડા હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યું છે. પોલીસને તેની માની શોધ છે, જેણે આ કામને અંજામ આપ્યો છે.

   આ હતો આખો મામલો

   - પીઠ બાઇપાસ પર ઇંદિરા કોલોનીની નજીકના ખેતરમાં એક માતાએ પોતાના નવજાત બાળકને ખેતરમાં ખાડો ખોદીને તેમાં દાટી દીધું. ચારેય તરફ પથ્થર અને કાંટાળી ઝાડીઓ નાખી દીધી, જેથી કોઇ જાનવર તેને કાઢી ન શકે.

   - થોડીવાર પછી ત્યાંથી 16 વર્ષની એક છોકરી લીલા કોઇ કામથી ખેતર તરફ જઇ રહી હતી, તેણે અચાનક જ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો.
   - તેણે બાળકને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો અને થોડીવારમાં તેને સકુશળ બહાર કાઢી લીધું. લીલા બાળકને તાત્કાલિક પોતાના ઘરે લઇ આવી અને તેને બચાવવાની મહેનતમાં લાગી ગઇ. ત્યારબાદ તેની જાણકારી પોલીસને આપવામાં આવી.

   નવજાત શિશુને બચાવ્યાની આખી વાત

   - લીલાએ જણાવ્યું કે હંમેશાંની જેમ જ રવિવારે સવારે લગભગ 9 વાગ્યા આસપાસ મારા ખેતરોમાં જઇ રહી હતી. જ્યારે ખેતરની મેડ પરથી પસાર થઇ રહી હતી તો અચાનક પાછળથી કોઇ બાળકના રડવાનો અવાજ સંભળાયો.

   - એટલે હું અટકી અને પાછું ફરીને જોયું તો આ એક એવી જગ્યા હતી, જ્યાં ચારેય તરફ કાંટાળી ઝાડીઓ નાખવામાં આવી હતી. વચ્ચે લગભગ 5 ફૂટ આસપાસનો ખાડો હતો. તેમાં એક નવજાત બાળક રડી રહ્યું હતું. બાળકની ઉપર કીડા-મંકોડા ચોંટી ગયા હતા. મને દયા આવી ગઇ.
   - મેં કાંટા હટાવીને તે બાળકને ઉઠાવ્યું. પછી મારા ઘરે લઇ આવી.
   - સૌથી પહેલા બાળકને નવડાવ્યું અને તેને સારી રીતે સાફ કર્યું. પહેલા તો મને ડક લાગ્યો, કે ન બચાવતી તો થોડીવારમાં જ બાળકનું મોત થઇ જાત. કારણકે, 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. માતા-પિતાના કહેવા પર પોલીસને જણાવ્યું.

   3-4 પરિવારોએ દર્શાવી દત્તક લેવાની ઇચ્છા

   - બાળકનો જીવ બચાવવા માટે પોલીસ અને ગામલોકોએ લીલાની ખૂબ પ્રશંસા કરી. વિસ્તારમાં 3-4 પરિવારોએ આ બાળકને દત્તક લેવાની ઇચ્છા દર્શાવી છે. પોલીસચોકી પીઠના કોન્સ્ટેબલ દિનેશકુમાર અને રમણલાલે જણાવ્યું કે મામલો નોંધીને તેની તપાસ શરૂ કરી દીધી છે.

   - સીમલવાડા હોસ્પિટલના ડૉ. રોહિત લબાનાએ જણાવ્યું કે, બાળકની ઉંમર 24 કલાકથી ઓછી છે. એવામાં લાગી રહ્યું છે કે શનિવારની રાતે ડિલિવરી થઇ હશે. હાલ બાળકનો ઇલાજ ચાલી રહ્યો છે. બાળકનું વજન લગભગ અઢી કિલો આસપાસ છે. અજાણી મહિલા વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે.

  • નવજાત બાળક જેને બચાવી લેવામાં આવ્યું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નવજાત બાળક જેને બચાવી લેવામાં આવ્યું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: New born baby was burried in soil a girl heard its crying and saved the life in Jaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top