Home » National News » Desh » પ્લમ્બર બ્લોક ટોયલેટની પાઈલ ખોલતા ચોંક્યા લોકો| New Born Baby Found Inside Toilet Duct

બ્લોક ટોયલેટને રિપેર કરવા બોલાવ્યો પ્લમ્બર, પાઈપ ખુલતાં જ ચોક્યાં લોકો

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 01:01 PM

કેરળના પલક્કડમાં ડોક્ટરના ઘરના ટોયલેટમાંથી 2 દિવસની બાળકીનો મૃતદેહ મળ્યો

  • પ્લમ્બર બ્લોક ટોયલેટની પાઈલ ખોલતા ચોંક્યા લોકો| New Born Baby Found Inside Toilet Duct
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રતિકાત્મક તસવીર

    નેશનલ ડેસ્ક: કેરળના પલક્કડમાં ડોક્ટરના ઘરના ટોયલેટમાંથી 2 દિવસની બાળકીનો મૃતદેહ મળ્યો છે. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ટોયલેટમાં પાણી જમા થવા લાગ્યું હતું. તેથી ડોક્ટરે ટોયલેટની સફાઈ માટે પ્લમ્બરને ઘરે બોલાવ્યો હતો. સફાઈ દરમિયાન કમોડની પાઈપમાં બાળકીનું માથું દેખાયું હતું. ત્યારપછી તેમણે તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

    કમોડની પાઈપમાં ફસાયું હતું માથું


    - મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ડોક્ટર અબ્દુલ રહમાન અને તેમની પત્ની પેરિંથામ્નના તેમના ઘરમાં જ ક્લિનિક ચલાવતા હતા. ક્લિનિકની સાફ સફાઈ દરમિયાન ઘરની કામવાળીએ જોયું કે, ક્લિનિકના ટોયલેટનું કમોડ જામ થઈ ગયું છે અને તેમાં પાણી ભરાઈ ગયું છે. કામવાળીએ આ વાત ડોક્ટરને જણાવી હતી. ત્યારપછી ડોક્ટરે પ્લમ્બરને ઘરે બોલાવ્યો હતો. પ્લમ્બરે સફાઈ શરૂ કરી તો કમોડમાં બે દિવસની બાળકીનું માથું ફસાયેલું દેખાયુ હતું. ત્યારપછી તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.

    કમોડમાં કેવી રીતે આવ્યું બાળકીનું માથું?


    પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકીનો મૃતદેહ 13 એપ્રિલે મળ્યો હતો. શરૂઆતી તપાસમાં લાગે છે કે ક્લિનિકમાં આવનારી કોઈ મહિલાએ બાળકીને ટોયલેટમાં ફ્લશ કરી દીધી છે. હાલ સમગ્ર ઘટનાની ચપાસ ચાલી રહી છે. પોલીસ ડોક્ટરની પણ પૂછપરછ કરી રહી છે કે છેલ્લા થોડા દિવસમાં તેમના ક્લિનિકમાં કોણ કોણ આવ્યું હતું અને તેમાં કોની ડિલિવરી ડેટ નજીક હતી. જોકે આ મામલે હાલ કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • પ્લમ્બર બ્લોક ટોયલેટની પાઈલ ખોલતા ચોંક્યા લોકો| New Born Baby Found Inside Toilet Duct
    કમોડમાં પાણી ભરાઈ જતા સામે આવી ઘટના
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending