ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Neighbours physically molested minor girl when she is home alone in Faridabad

    માતા-પિતા કામ પર જતા રહે ત્યારે ઘરમાં ઘૂસી આવતા'તા પાડોશીઓ, કરતા હતા ગેંગરેપ

    divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 09:21 AM IST

    પોલીસે સગીર બાળકી સાથે રેપના આરોપમાં ત્રણ આરોપીઓની ધકરપકડ કરી લીધી છે
    • પાડોશીઓએ ઘરમાં એકલી પડેલી સગીર બાળકી સાથે કર્યો ગેંગરેપ. (પ્રતીકાત્મક તસવીર)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાડોશીઓએ ઘરમાં એકલી પડેલી સગીર બાળકી સાથે કર્યો ગેંગરેપ. (પ્રતીકાત્મક તસવીર)

      ફરીદાબાદ: અહીંયા ઘરમાં એકલી સગીર બાળકી સાથે પાડોશીઓ દ્વારા સતત ગેંગરેપ કરવાનો હલબલાવી નાખે એવો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે સગીર બાળકી સાથે રેપના આરોપમાં ત્રણ આરોપીઓની ધકરપકડ કરી લીધી છે.

      ગેંગરેપ દરમિયાન બનાવતા હતા અશ્લીલ વીડિયો

      પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિત બાળકીએ જણાવ્યું કે ગેંગરેપ દરમિયાન આરોપીઓ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવતા હતા.

      પોલીસે આરોપીઓ પાસેથી અશ્લીલ વીડિયો પણ જપ્ત કર્યા છે.
      પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ પોક્સો (POCSO)ઍક્ટ હેઠળ મામલો નોંધી લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

      બાળકીએ કરી માતાને કામ પર ન જવાની વિનંતી

      - પીડિતાની માએ જણાવ્યું કે તેમનેપોતાની 12 વર્ષની દીકરી સાથે થઇ રહેલા અત્યાચારની જાણ ત્યારે થઇ, જ્યારે બાળકી એક દિવસ તેને કામ પર ન જવાની વિનંતી કરવા લાગી. જ્યારે માએ કારણ પૂછ્યું તો બાળકીએ રડી-રડીને પોતાની આપવીતી જણાવી.

      - જાણકારી પ્રમાણે, પીડિતાના માતા-પિતા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને રોજ બાળકીને ઘરે એકલી છોડીને કામ પર નીકળી જાય છે.
      - બીજી બાજુ માતા-પિતાના કામ પર જતા જ પાડોશમાં રહેતા ત્રણ યુવકો ઘરમાં ઘૂસી આવતા હતા અને સગીર બાળકીને વારાફરતી પોતાની હવસનો શિકાર બનાવતા હતા.

      પોતાના ઘરે બહાનાથી બોલાવીને પણ કરતા'તા રેપ

      - પીડિતાએ જણાવ્યું કે ઘણીવાર આરોપીઓએ તેને કોઇને કોઇ બહાને પોતાના ઘરે બોલાવીને પણ તેનો રેપ કર્યો હતો. આ દરમિયાન આરોપી પીડિતાના અશ્લીલ વીડિયો પણ બનાવી લેતા હતા.

      - આ અશ્લીલ વીડિયોના સહારે તેઓ સગીરાને ધમકાવતા હતા અને મારી નાખવાની ધમકી પણ આપતા હતા.
      - પોતાની દીકરી સાથે થતા અત્યાચારની જાણ થતા જ પરિવારજનો બાળકીને લઇને પોલીસ-સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. બાળકીની માનું કહેવું છે કે તેમને પોતાની દીકરી માટે ન્યાય જોઇએ છે. જ્યારે આ મામલે મહિલા પોલીસ-સ્ટેશન ઇન્ચાર્જ ઇંદુ બાલા સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે તેમની જાણમાં આ મામલો આવ્યો છે અને તેમણે ત્રણ યુવકો વિરુદ્ધ મામલો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે.

    • બહાનાથી પોતાના ઘરે બોલાવીને પણ કરતા હતા ગેંગરેપ. (પ્રતીકાત્મક તસવીર)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બહાનાથી પોતાના ઘરે બોલાવીને પણ કરતા હતા ગેંગરેપ. (પ્રતીકાત્મક તસવીર)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Neighbours physically molested minor girl when she is home alone in Faridabad
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top