ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Without a target plan make a scheme, 59 million west in three years

  ટાર્ગેટ વગરની બનાવી 'ઉસ્તાદ' યોજના, ત્રણ વર્ષમાં લૂંટાવ્યા 59 કરોડ

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 10:16 AM IST

  ઉસ્તાદ યોજના એટલે કે... U.S.T.T.A.D. (અપગ્રેડિંગ ધી સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ ઈન ટ્રેડિશનલ આર્ટ્સ ફોર ડેલવપમેન્ટ) યોજના
  • U.S.T.T.A.D. (અપગ્રેડિંગ ધી સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ ઈન ટ્રેડિશનલ આર્ટ્સ ફોર ડેલવપમેન્ટ) યોજના
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   U.S.T.T.A.D. (અપગ્રેડિંગ ધી સ્કિલ્સ એન્ડ ટ્રેનિંગ ઈન ટ્રેડિશનલ આર્ટ્સ ફોર ડેલવપમેન્ટ) યોજના

   નવી દિલ્હી: કેન્દ્ર સરકારે અલ્પ સંખ્યકોને સ્કિલ્ડ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ત્રણ વર્ષ પહેલાં 'ઉસ્તાદ' નામની યોજનાશરૂ કરવામાં આવી છે. પરંતુ તેમના અધિકારીઓની ઉસ્તાદીના કારણે આ યોજના નિષ્ફળ સાબીત થઈ છે. આ યોજના વિશે ન કોઈ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે ન કોઈ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેમ છતાં આ યોજનામાં 3 વર્ષમાં 59 કરોડ ફૂંકી દેવામાં આવ્યા છે. ટ્રેનિંગના નામ પર દેશમાં માત્ર 16 હજાર શિલ્પકલા અને હસ્તકલાના કારીગરોને સાંકળવામાં આવ્યા છે. જ્યારે આ યોજના 2014-15માં શરૂ કરવામાં આવી છે. દરેક વર્ષે આ યોજના માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં કોઈ પણ વ્યક્તિને ટ્રેનિંગ આપવામાં આવી નથી.

   - ચાલુ નાણાકીય વર્ષમાં પણ 22 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી ટ્રેનિંગના નામ પર ઝીરો રિઝલ્ટ છે. હદ તો એ છે કે, અલ્પસંખ્યક મામલે મંત્રાલયે રૂ. 7 કરોડ માગ્યા છે. મંત્રાલયમાં ઉસ્તાદ યોજનાના સમગ્ર દેશના પ્રબારી પીકે ઠાકુરને જ્યારે પૂછવામાં આવ્યું કે, 2015-16માં 17 કરોડનું બજેટ આવ્યું છે પરંતુ કોઈને ટ્રેનિંગ આપવામાં આવી નથી.
   - તેમણે કહ્યું કે, પૈસા આર્ટિસ્ટ અને શિલ્પકારો માટે આયોજિત વર્કશોપમાં ખર્ચ થઈ ગયા છે.જોકે આ દરમિયાન કોઈને ટ્રેનિંગ આપવામાં ન આવી હોવાની પણ તેમણે સ્વીકારી છે. મંત્રાલયમાં જ્યારે યોજના માટે શરૂ કરવામાં આવેલા ટ્રેનિંગ સેન્ટર્સની માહિતી માગવામાં આવી તો અધિકારીઓને એ જ ખબર નહતી કે દેશમાં કેટલી જગ્યાઓ પર ઉસ્તાદ બનાવવાના ટ્રેનિંગ સેન્ટર્સ ચાલી રહ્યા છે.
   - મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે, ટૂંક સમયમાં જ આ યોજના માટે લક્ષ્ય બનાવવામાં આવશે. આ વર્ષે કોઈને ટ્રેનિંગ ન આપવાના સવાલ વિશે તેમણે કહ્યું છે કે, હજુ માર્ચ પુરો થવામાં 20 દિવસની વાર છે. 31 માર્ચ પહેલાં ઉસ્તાદોને ટ્રેનિંગ માટે નક્કી કરી લેવામાં આવશે.

   જે 38 એજન્સી નક્કી કરવામાં આવી છે તેમાંથી અડધી યુપીમાં

   - યોજના ઉસ્તાદ માટે આખા દેશમાં થઈને 38 પીઆઈએ (પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટ એજન્સી) પસંદ કરવામાં આવી છે. તેમાંથી અડધાથી વધારે એટલે કે 17 એજન્સીઓ યુપીમાં જ છે. બાકી 21 એજન્સીઓ અન્ય રાજ્યમાં છે. આ એજન્સીઓ દ્વારા જ માસ્ટર ટ્રેનરોને પસંદ કરીને ટ્રેનિંગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટ્રેનિંગ સેન્ટર્સ પણ આ એજન્સીઓ અંતર્ગત જ ખોલવાના હતા.

   ટ્રેનિંગની સાથે 3 હજાર દર મહિને

   - આ યોજના અંતર્ગત ટ્રેનિંગ લેનારને દર મહિને 3 હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક પ્રશિક્ષું પર દર મહિને રૂ. 10,000 ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. માસ્ટર ટ્રેનરોની માસિક ફિ રૂ. 50,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2020માં આ યોજનાની સમીક્ષા કરવામાં આવશે.

   સંબંધિત તસવીર જોવા આગળની સ્લાઇડ ક્લિક કરો

  • આ યોજના 2014-15માં શરૂ કરવામાં આવી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ યોજના 2014-15માં શરૂ કરવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Without a target plan make a scheme, 59 million west in three years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `