Home » National News » Latest News » National » National Commission for Women has said that the Central Government intervenes in this matter

મહિલા આયોગની કેન્દ્રને માંગ: કહ્યું- ચર્ચમાં કન્ફેશન પ્રથા ખતમ થાય, કાર્ડિનલે કર્યો વિરોધ

Divyabhaskar.com | Updated - Jul 27, 2018, 02:08 PM

એનસીડબ્લ્યુના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું- કેરળના ચર્ચમાં દુષ્કર્મ અને શારીરિક શોષણની વધતી ઘટનાઓની કેન્દ્રીય એજન્સી દ્વાર

  • National Commission for Women has said that the Central Government intervenes in this matter
    મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માએ ઘટનાની તપાસ માટે કેન્દ્રીય એજન્સીની માગણી કરી છે

    નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ)એ કેન્દ્ર સરકારને ચર્ચામાં 'કન્ફેશન'ની પરંપરાને ખતમ કરવાની ભલામણ કરી છે. કારણ કે તેના દ્વારા મહિલાઓને બ્લેકમેલ કરી શકાય છે. ચર્ચોમાં પાદરી સમક્ષ ભૂલોનો સ્વીકાર કરવાની પરંપરાને 'કન્ફેશન' કહેવામાં આવે છે. એનસીડબલ્યૂની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે કેરળના ચર્ચમાં દુષ્કર્મ અને યૌન શોષણની વધતી ઘટનાઓની કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરાવવાની પણ જરૂર છે. તેઓએ કહ્યું કે, પાદરી મહિલાઓ પર ખાનગી વાતો જણાવવા માટે દબાણ કરે છે અને એવો જ એક મામલો અમારી સામે છે, આવા અનેક મામલા હશે અને અમારી સામે છે એ માત્ર એક કડી છે.

    મલંકારા ઓર્થોડોક્સ સીરિયન ચર્ચના ચાર પાદરીઓની વિરુદ્ધ બળાત્કારના એક મામલાની સંદર્ભમાં આ ભલામણ કરવામાં આવી છે. તેમની પર પોતાના ચર્ચાની એક વિવાહિત મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ છે.

    હવે રાષ્ટ્રીય મહિલા આયોગે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે. તે મહિલાઓની સુરક્ષા માટે જરૂરી છે. આયોગની અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે, ગયા મહિને આવા બે મામલા સામે આવ્યા છે, જેમાં એક કેરળના મલંકારાનો છે. જેમાં ચાર પાદરી આરોપી છે. બીજો મામલો પંજાબના જાલંધરનો છે. શર્માએ કહ્યું કે, અમે આ મામલાની તપાસ માટે કેન્દ્રીય તપાસ એજન્સીની માંગ કરી છે. કેરળમાં આ પ્રકારના મામલા વધ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તપાસ એજન્સી એ વાતની પણ તપાસ કરે કે આવા બીજા કેટલા મામલા છે.

    મહિલા આયોગે આ મામલામાં બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સાથે કેરળ અને પંજાબ સરકારને રિપોર્ટ મોકલ્યા છે. રેખા શર્માને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું કે ચર્ચના અધિકારો પર અતિક્રમણ તો નથી. તેમની પર તેઓએ કહ્યું કે, જો વાત મહિલાઓની સુરક્ષની હશે તો રાષ્ટ્રીય મહિલા આયોગ તેમાં તમામ શક્ય પગલાં ઉઠાવશે.

    આર્ચ બિશપે કહ્યું, આ અમારા અધિકારો પર હુમલો


    બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગના પગલા પર સાઇરો મલંકારા કેથોલિક ચર્ચના આર્ચ બિશપ કાર્ડિનલ બેસેલિયોસ ક્લીમિસે કહ્યું કે, રાષ્ટ્રીય મહિલા આયોગનો આ પ્રસ્તાવ અસ્વીકાર્ય છે. તે ચર્ચના અધિકારો અને સ્વતંત્રતા પર સીધો હુમલો છે. કન્ફેશન એક આસ્થા સાથે જોડાયેલો મામલો છે. જે લોકો ઈશ્વરમાં આસ્થા ધરાવે છે, તે આ પ્રકારની પ્રેક્ટિસમાં સામેલ થાય છે. તેને માત્ર એ જ લોકો સમજી શકે છે જેઓ ઈશ્વરને માને છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ