રાજ્યસભા ઉપસભાપતિઃ NCP સાંસદ વંદના ચવ્હાણ વિપક્ષના ઉમેદવાર, NDAના હરિવંશ સામે મુકાબલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ વંદના ચવ્હાણ (57 વર્ષ) વિપક્ષના રાજ્યસભા ઉપસભાપતિ પદના ઉમેદવાર હશે. બીજી તરફ, એનડીએ દ્વારા જનતા દળ યૂનાઈટેડ (જેડીયૂ)ના સાંસદ હરિવંશ (62 વર્ષ)ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.  રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી 9 ઓગસ્ટે સવારે 11 વાગ્યે યોજાશે. આ પદ માટે નોમિનેશન 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. પી જે કુરિયન જુલાઈમાં સેવાનિવૃત્ત થવાથી રાજ્યસભાનું ઉપસભાપતિનું પદ ખાલી છે. 

 

વિપક્ષના ઉમેદવાર તરીકે મહિલા સાંસદ


- વંદના ચવ્હાણે પોતાની ઉમેદવારીને લઈને કહ્યું- ખુશી થશે જો કોઈ મહિલા ઉપસભાપતિ ચૂંટવામાં આવશે. પરંતુ હજુ સુધી કંઈ નક્કી નથી થયું. તેને લઈને વિપક્ષી પાર્ટીઓની બેઠક ચાલી રહી છે. આપણે રાહ જોવી જોઈએ.
- આગામી લોકસભા ચૂંટણીમાં NCPના પ્રમુખ શરદ પવારની ભૂમિકાને જોતા NCPના ઉમેદવાર પર સહમતી બની શકે છે. 
- એક શક્યતા મુજબ શિવસેના પણ વંદના ચવ્હાણના નામ પર ટેકો આપી શકે છે. 

 

સમર્થન માટે નીતિશ આવ્યાં આગળ


- રાજ્યસભામાં ઉપસભાપતિ માટે ચૂંટણી 9 ઓગસ્ટે છે. જે અંગે રાજકીય પક્ષો પુરજોશથી તૈયારીઓ કરી રહ્યાં છે. 
- જો કે ઉપસભાપતિના ઉમેદવારને લઈને NDAમાં ફુટ જોવા મળી રહી છે, પરંતુ JDU પ્રમુખ નીતિશ કુમારે અન્ય પક્ષો પાસેથી સમર્થન માંગવાનું શરૂ કરી દીધું છે. 
- નીતિશે આ મુદ્દે તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સાથે વાત કરી છે. તેઓએ કેસીઆર સાથે ફોન પર વાત કરી હરિવંશને સમર્થન આપવાની વાત કરી છે.
- કેસીઆર દ્વારા તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ પોતાની પાર્ટીના નેતાઓ સાથીઓ સાથે વાત કરીને જ આ મામલે યોગ્ય નિર્ણય લેશે. 

 

રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી ભાજપ


ઉપસભાપતિ ઉમેદવારને જીતવા માટે 244માંથી 123 સાંસદોનું સમર્થન જરૂરી છે. રાજ્યસભામાં સૌથી મોટી પાર્ટી ભાજપના 73 સાંસદો છે. સહયોગી જેડીયૂના 6, શિવસેનાના 3 અને અકાલી દળના 3 સાંસદ છે. ભાજપને અન્નાદ્રમુકના 13, બીજેડીના 9, ટીઆરએસના 6 અને વાઈએસઆર કોંગ્રેસના 2 સાંસદોનું સમર્થન મળવાની આશા છે. તેઓ એનડીએ ઉમેદવારનું સમર્થન કરે તો સંખ્યા 126 થઈ જશે. ભાજપને 6માંથી 4 અપક્ષ અને 4માંથી 3 નોમિનેટેડ સાંસદો દ્વારા પણ સમર્થનની આશા છે. ગૃહમાં કોંગ્રેસની સંખ્યા 50 છે. 

અન્ય સમાચારો પણ છે...