રાફેલ ડીલ પર શરદ પવારના નિવેદનથી નારાજ તારિક અનવરે NCP છોડ્યું, લોકસભાના સાંસદ પદેથી પણ રાજીનામું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પવાર સાહેબનું રાફેલ પર નિવેદન મને યોગ્ય ન લાગ્યું. NCP તરફથી સ્પષ્ટતા આવી પરંતુ તે યોગ્ય નથી.- તારિક અનવર - Divya Bhaskar
પવાર સાહેબનું રાફેલ પર નિવેદન મને યોગ્ય ન લાગ્યું. NCP તરફથી સ્પષ્ટતા આવી પરંતુ તે યોગ્ય નથી.- તારિક અનવર

નેશનલ ડેસ્કઃ 1999માં સોનિયા ગાંધીના વિદેશી મુળનો હવાલો આપી કોંગ્રેસ છોડી શરદ પવારની સાથે મળીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો (NCP) પાયો નાંખનાર તારિક અનવરે પક્ષને અલવિદા કહિ દીધું છે. અનવરે NCP છોડવાની સાથો સાથ લોકસભાના સાંસદ તરીકે પણ રાજીનામું આપી દીધું છે.

 

શરદ પવારના નિવેદનથી અસહમત છું- તારિક અનવર


- તારિક અનવરે રાજીનામું આપવાની વાત સ્વીકારી અને કહ્યું કે, " વડાપ્રધાન મોદી પૂરી રીતે રાફેલ ડીલમાં સામેલ છે. તેઓ હજુ સુધી પોતાને પાક-સ્પષ્ટ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાં છે. ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિના ખુલાસાથી આ કૌભાંડની પુષ્ટી થાય છે. એવામાં શરદ પવારના નિવેદનથી હું અસહમત છું તેથી મેં NCP છોડ્યું છે અને લોકસભાના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે."
- તારિક અનવરે કહ્યું કે, "પવાર સાહેબનું રાફેલ પર નિવેદન મને યોગ્ય ન લાગ્યું. NCP તરફથી સ્પષ્ટતા આવી પરંતુ તે યોગ્ય નથી. પવાર સાહેબે જ્યારે નિવેદન આપ્યું હતું ત્યારે તેઓએ પોતે જ તે અંગેની ચોખવટ કરવી જોઈએ. જો કે તેઓ તરફથી કોઈ જ સ્પષ્ટતા ન આવી તો મેં રાજીનામું આપી દીધું."
 

કોંગ્રેસમાં પરત ફરે તેવી શક્યતા


- NCP છોડ્યાં બાદ કઈ પાર્ટીમાં જશો તે સવાલ પર તારિક અનવરે કહ્યું કે, "હાલ આ વાત નક્કી નથી. સમર્થકો સાથે વાત કર્યાં બાદ નક્કી કરીશ અને તે બાદ જણાવીશ."

- મળતી માહિતી મુજબ તારિક અનવર NCPમાંથી રાજીનામું આપ્યાં બાદ એક વખત કોંગ્રેસનો હાથ પકડી શકે છે.
- 2014ની લોકસભા ચૂંટણીમાં તારિક અનવરે બિહારના કટિહારથી જીત મેળવી હતી.
ગુરૂવારે રાફેલ મુદ્દે NCP અધ્યક્ષ શરદ પવારે મોદી સરકારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, જે બાદ NCPએ સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ જ વાત કરવામાં નથી આવી.


સોનિયા ગાંધીનો વિદેશી મુદ્દો ઉછાળી છોડ્યું હતું કોંગ્રેસ

 

- 1999માં કોંગ્રેસનું સુકાન જ્યારે સોનિયા ગાંધીએ સંભાળ્યું હતું તો શરદ પવાર, તારિક અનવર અને પીએ સંગમાએ પાર્ટીમાં બળવો કર્યો હતો. અને આ ત્રણેય નેતાઓએ સોનિયા ગાંધીના વિદેશ મુળનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે બાદ ત્રણેય નેતાઓએ મળીને NCPની રચના કરી હતી. જો કે બાદમાં UPAની જ્યારે કેન્દ્રમાં સરકાર બની તો NCP કોંગ્રેસની સાથે આવી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...