Home » National News » Latest News » National » નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2016ના આંકડા મુજબ દેશની વિભિન્ન કોર્ટમાં દુષ્કર્મથી જોડાયેલાં 36,657 મામલાઓ છે | National crime bureau report on small girls physical assault pending cases in Court

બાળકીઓ સાથે રેપના 20 હજાર કેસઃ 400 જજ, રોજ 1 જજ 50 કેસ સાંભળે તો 10 માસમાં ઉકેલ

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 10:11 AM

દેશમાં દર વર્ષે 20 હજારથી વધુ બાળકીઓ સાથે દુષ્કર્મના નવા મામલાઓ સામે આવે છે.

  • નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2016ના આંકડા મુજબ દેશની વિભિન્ન કોર્ટમાં દુષ્કર્મથી જોડાયેલાં 36,657 મામલાઓ છે | National crime bureau report on small girls physical assault pending cases in Court
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    NCRBના 2016ના આંકડા મુજબ દેશની વિભિન્ન કોર્ટમાં દુષ્કર્મથી જોડાયેલાં 36,657 મામલે પેન્ડિંગ છે (સિમ્બોલિક ઈમેજ)

    નવી દિલ્હીઃ દેશભરમાં બાળકીઓ સાથેની હેવાનિયતની એક પછી એક ઘટનાઓ થઈ રહી છે. તે પછી કઠુઆમાં હોય, સુરત હોય કે હિમાચલની બાળકી સાથેનો દુષ્કર્મનો મામલો હોય. આ ઘટનાઓથી દેશમાં આક્રોશ છે. લોકો બાળકીઓ સાથે હેવાનિયત કરનારા દરિંદોને સજા આપવાની માગ કરી રહ્યાં છે. પરંતુ દેશમાં સગીર સાથે દુષ્કર્મોના હજારો મામલાઓ પહેલાંથી જ પેન્ડિંગ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2016ના આંકડા મુજબ દેશની વિભિન્ન કોર્ટમાં દુષ્કર્મથી જોડાયેલાં 36,657 મામલાઓ છે. એક રિસર્ચ મુજબ દેશમાં રોજ 55 બાળકીઓ સાથે દુષ્કર્મ થાય છે. દેશમાં દર વર્ષે 20 હજારથી વધુ બાળકીઓ સાથે દુષ્કર્મના નવા મામલાઓ સામે આવે છે.

    10 મહિના લાગશે 20 હજાર કેસ પૂરાં કરવા


    - ભાસ્કરે NCRBના રિપોર્ટને લઈને તપાસ કરી તે મુજબ જો બાળકીઓ સાથે દુષ્કર્મના મામલાઓને 10 મહિનામાં પૂર્ણ કરવા છે તો કેટલાં જજોની જરૂર હશે, રોજના એક જજને કેટલાં મામલાઓની સુનાવણી કરવી પડશે.
    - જો દેશમાં એક જજ સરેરાશ રોજના 50 કેસની સુનાવણી કરે છે, તે રીતે જો દેશભરમાં 400 જજો પ્રતિદિન 50 કેસોની સુનાવણીનું લક્ષ્ય આપવામાં આવે તો 10 મહિનામાં 20 હજાર કેસો પૂરાં થઈ શકે છે.

    સુનાવણીમાં કાયદાકીય અડચણો


    - દિલ્હીના પૂર્વ પબ્લિક પ્રોસિક્યૂટર વકીલ કે ડી ભારદ્વાજે જણાવ્યું કે સરકાર ભલે જ દુષ્કર્મના મામલાઓ પૂર્ણ થવા માટે 10 માસની સમય મર્યાદ નક્કી કરી હોય પરંતુ આવું શક્ય જ નથી.
    - "તેના માટે હાલની કાયદાકીય પ્રક્રિયાની જટિલ ઢાંચો જવાબદાર છે. ઉદાહરણ રીતે અનેક વખત સાક્ષી ઉપસ્થિત નથી હોત, અનેક વખત આરોપી રજૂ નથી થઈ શકતા તો અનેક વખત વકીલ નથી હોતા તો ક્યારેક જજની પાસે કામ વધુ હોવાથી સુનાવણીનો નંબર નથી આવી શકતો."
    - "આ ઉપરાંત કાયદો કહે છે જો સાક્ષી નથી આવતો તો તેને બીજી વખત બોલાવવામાં આવે અને તે બીજી વખત પણ હાજર ન રહે તો ત્રીજી વખત સમન્સ મોકલીને બોલાવવામાં આવે. તેમ છતાં જો તે ન આવે તો કોર્ટ જામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કરે છે. આ પ્રક્રિયા ત્રણ વખત કરવામાં આવે છે તે બાદ બિન જામીનપાત્ર વોરંટ કાઢવામાં આવે છે. બીજો પક્ષ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવી શકે છે."

    દેશમાં ચર્ચિત કેસમાં જ થાય છે સ્પીડી ટ્રાયલ


    - સુપ્રીમ કોર્ટના વકીલ ડી. ભૌમિક કહે છે કે દેશમાં પસંદગીના મામલાઓ જ થાય છે જેમાં સ્પીડી ટ્રાયલ જોવા મળે છે. ડિસેમ્બર 2012માં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસને નીચલી કોર્ટે 3 માસમાં જ પૂર્ણ કરતાં દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. એવું એટલા માટે શક્ય બન્યું કેમકે મામલો મીડિયામાં સતત છવાયેલો રહ્યો હતો. સામાન્ય રીતે દુષ્કર્મ કેસને પૂર્ણ થવામાં 1થી 2 વર્ષનો સમય લાગી જ જાય છે.

    દેશની અદાલતોમાં મહિલાઓ સાથે ગુનાઓના 26 લાખ કેસ પેન્ડિંગ


    - કાયદા રાજ્ય મંત્રી પી પી ચૌધરીએ થોડાં સમય પહેલાં સંસદમાં રજૂ કરેલાં એક રિપોર્ટનો અહેવાલ આપતાં જણાવ્યું કે દેશભરમાં મહિલાઓની સાથે થયેલાં ગુનાનાઓ 26,820,16 કેસ પેન્ડિંગ છે. આ સંખ્ય સતત વધી રહ્યો છે, કેમકે દેશભરની તમામ જિલ્લા અદાલતોમાં 5984 જજોના પદ ખાલી છે. હાઈકોર્ટમાં જજોના 395 અને સુપ્રીમ કોર્ટમાં 6 પદ ખાલી છે.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ જુઓ

  • નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના 2016ના આંકડા મુજબ દેશની વિભિન્ન કોર્ટમાં દુષ્કર્મથી જોડાયેલાં 36,657 મામલાઓ છે | National crime bureau report on small girls physical assault pending cases in Court
    2012નો નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસનો નીચલી કોર્ટે 3 માસમાં જ પૂર્ણ કરતાં દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી (સિમ્બોલિક ઈમેજ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ