તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક. મુલાકાતનો સિદ્ધુએ કર્યો ખુલાસો- અટલજી મિત્રતાની બસ લઈને લાહોર ગયા'તા, મોદીના શપથમાં હાજર હતાં નવાઝ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના શપથગ્રહણ સમારંભમાં આવવા બદલ મંગળવારે નવજોતસિંહ સિદ્ધુનો આભાર માન્યો. ઈમરાને પોતાના ટ્વીટમાં કહ્યું કે મારા શપથગ્રહણમાં આવવા માટે સિદ્ધુની નિંદા કરવામાં આવે છે, તેઓ ઉપમહાદ્વીપમાં શાંતિના પ્રયાસોને મોટું નુકસાન પહોંચાડી રહ્યાં છે. શાંતિ વગર આપણે આગળ ન વધી શકીએ. વધુ એક ટ્વીટમાં ઈમરાને કહ્યું કે બંને દેશોને આગળ વધારવા માટે કાશ્મીર સહિતના વિવાદનું સમાધાન કરવું જરૂરી છે. 

 

પોતાના પાકિસ્તાન પ્રવાસને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા પૂર્વ ક્રિકેટર અને પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજી. તેઓએ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને ભેટવા પર કહ્યું કે બાજવાએ મને કહ્યું હતું કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. ત્યારબાદ હું ભાવુક થઈ ગયો એટલે એમને ભેટ્યો. સિદ્ધુએ કહ્યું કે, પરંતુ જે રીતે મારા પાકિસ્તાન પ્રવાસની ટીકા કરવામાં આવી તેનાથી હું દુઃખી છું. સિદ્ધુની સ્પષ્ટતા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોંગ્રેસ અને તેના નેતા સતત પાકિસ્તાનનો ઓક્સિજન પૂરો પાડવાનું કામ કરી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને નવજોત સિદ્ધુનો શપથ સમારોહમાં હાજર રહેવા બદલ આભાર માન્યો અને વધુમાં કહ્યું કે, શાંતિ સ્થાપ્યા વગર બંને દેશોના લોકોની પ્રગતિ શક્ય નથી. 

સિદ્ધુએ વધુમાં કહ્યું, વાજપેયી તથા મોદીએ પાકિસ્તાન સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો

 

સિદ્ધુએ વધુમાં જણાવ્યું કે, આ પહેલા પણ શાંતિને લઈને અનેક પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ દોસ્તી બસ લઈને લાહોર ગયા હતા. તેઓએ મુશર્રફને ભારત બોલાવ્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને પોતાના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવ્યા હતા. PM મોદી તો અચાનક લાહોર પણ ચાલ્યા ગયા હતા. સિદ્ધુએ કહ્યું કે મારો પ્રવાસ કોઈ પ્રકારે રાજકીય નહોતો, તેથી આ પ્રકારની ટીકા કરવી ખોટી છે.

 

સુષ્માજીએ જાતે ફોન કરી મંજૂરીની જાણ કરી હતી- સિદ્ધુ


સિદ્ધુએ કહ્યું કે મને 10 વાર આમંત્રણ મળ્યું હતું, ત્યારબાદ મેં ભારત સરકારથી મંજૂરી લીધી હત. પહેલા મને મંજૂરી નહોતી આપવામાં આવી, હું રાહ જોઈ રહ્યો હતો. બે દિવસ બાદ જ્યારે મને પાકિસ્તની સરકારને વિઝા આપ્યો તો સુષ્મા સ્વરાજજીએ મને જાતે ફોન કરી સૂચના આપી કે મને મંજૂરી આપવામાં આવી છે.

 

પહેલા શું કરી હતી સ્પષ્ટતા?


પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ પાક. આર્મી ચીફને ભેટવાની વાત પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જો કોઈ (પાક આર્મી ચીફ બાજવા) તમારી પાસે આવે અને એવું કહે કે આપણી સંસ્કૃતિ એક જ છે અને અમે ગુરુનાનક દેવજીના 550મા પ્રકાશ પર્વ પર કરતારપુર બોર્ડર ખોલી દઈશું તો એવામાં હું શું કરતો? 

 

ભાજપે ખોલ્યો હતો સિદ્ધુ વિરુદ્ધ મોરચો


ઉલ્લેખનીય છે કે, સિદ્ધુ બાજવાને ભેટ્યા બાદ આ મુદ્દે રાજનીતિ ઘણી તેજ થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ સિદ્ધુ પર સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીથી પણ તેની સફાઈ માંગી હતી. જ્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પણ બાજવાને ભેટવાના પ્રસંગને ખોટો ઠેરવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...