Home » National News » Desh » Two girls and three women are specially worshiping for the vowel in Navratri

બે કન્યા અને ત્રણ મહિલાઓ બાધા પુરી કરવા માટે કરી રહ્યાં છે વિશેષ પૂજા, હલ્યા-ચાલ્યા વગર 9 દિવસ સુધી કરશે સાધના

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 01:26 PM

14થી 40 વર્ષ સુધીની છે તેમની ઉંમર, તેમના શરીર પર સ્થાપિત કર્યો કળશ

  • Two girls and three women are specially worshiping for the vowel in Navratri
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અરરિયા: દુર્ગા મંદિરોમાં બ્રહ્રચારિણીની પૂજા થઈ રહી છે. તેમાં એક ખાસ પૂજા કપરફોડામાં આવેલા દુર્ગા માતાના મંદિરે થઈ રહી છે. તેની સ્થાપના 193માં બિલૂટ વિશ્વાસે ભલુઆ નદીના કિનારે કરી હતી. મંદિરમાં વૈષ્ણવી પદ્ધતિથી પૂજા કરવામાં આવી રહી છે. બિલૂટ વિશ્વાસ પછી મંદિરની પૂજા અર્ચનાની જવાબદારી પુત્ર મહાવિર વિશ્વાસ, લક્ષ્મી વિશ્વાસ, રઘુ વિશ્વાસ અને યુક્તિનાથ વિશ્વાસે સંભાળી છે.

    આ 5 યુવતિઓ હલ્યા-ચાલ્યા વિના કરશે દેવીજીની આરાધના

    - અંગત દુર્ગા મંદિર હોવાને કારણે પરિવારના લોકો એક પછી એક અહીં પૂજા કરે છે. આ વર્ષે દુર્ગા પૂજાનો વારો મુખિયા સહ મુખિયા પ્રતિનિધિ રાકેશ વિશ્વાસ કરી રહ્યાં છે. મંદિરમાં આ વર્ષે બે કન્યાઓ અને ત્રણ મહિલાઓ વિશેષ રૂપથી શક્તિની આરાધન કરી રહ્યાં છે. તેઓએ પોતાના શરીર પર કળશ સ્થાપિત કર્યા છે અને હલ્યાં-ચાલ્યાં વગર નવ દિવસ સુધી આ રીતે જ રહેશે.

    1. મનીષા કુમારી, ઉંમર 14 વર્ષ, ગ્રામ શિઝુવા વોર્ડ 13એ જણાવ્યું કે લગભગ 1 માસ પૂર્વ માં દુર્ગા સપનાંમાં આવીને કળન સ્થાપનાના આદેશ આપ્યાં. માનાં આદેશ બાદ કળશ સ્થાપિત કર્યો છે.

    2. વિનીતા કુમાર, ઉંમર 16 વર્ષ, ગ્રામ લક્ષ્મીપુર વોર્ડ 3એ જણાવ્યું કે પરિવારમાં તમામ લોકો બીમાર રહેતાં હતા. જે કારણે ગત વર્ષે માનતા માંગી હતી. માનતા પૂરી થવાને કારણે કળશ સ્થાપના કરી છે.

    3. રંભા દેવી, ઉંમર 40, વર્ષ ગ્રામ મેગરા વોર્ડ 2એ જણાવ્યું કે પોતાના બાળકોના ઉજ્જવલ ભવિષ્ય તેમજ નોકરી માટે મા પાસે માનતા માંગી કળશ સ્થાપના કર્યો છે. જેથી માની કૃપાદ્રષ્ટિ મારા પરિવાર પર રહે.

    4. જ્ઞાની દેવી, ઉંમર 40 વર્ષ, શિઝુવા વોર્ડ 12એ જણાવ્યું કે ગત પાંચ વર્ષમાં માના દરબારમાં કળશ સ્થાપવા માંગતી હતી. આ વર્ષે માતા મારા શરીરમાં આવી ગઈ (ચેચક). જે કારણે કળશની સ્થાપના કરી છે.

    5. હિરણ દેવી, ઉંમર 35 વર્ષ, ગ્રામ બધુવા ગોસનગર વોર્ડ 8એ જણાવ્યું કે પોતાના પરિવાર તેમજ કુટુંબની ખુશી તેમજ શાંતિ માટે માને માનતા માંગીને આ વર્ષે નવરાત્રીમાં કળશની સ્થાપના કરી છે.

  • Two girls and three women are specially worshiping for the vowel in Navratri
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Two girls and three women are specially worshiping for the vowel in Navratri
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Two girls and three women are specially worshiping for the vowel in Navratri
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Two girls and three women are specially worshiping for the vowel in Navratri
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending