ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રાહુલ ગાંધી પર વંદે માતરમનો અપમાન કરવાનો આરોપ| National BJP slams Rahul Gandhi over disrespect of vande mataram

  રાહુલ ગાંધી પર વંદે માતરમનો અપમાન કરવાનો આરોપ, Video Viral

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 01:47 PM IST

  રાહુલ ગાંધી પર સમયના અભાવે વંદે માતરમ ગીત ટૂંકાવવામાં આવ્યું હોવાનો બીજેપીએ આરોપ લગાવ્યો છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   બંટવાલ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના રણમાં હવે વંદેમાતરમ પર યુદ્ધ છેડાઈ ગયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ફરી એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. બીજેપીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર વંદે માતરમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. કર્ણાટકની એક સ્થાનિક ચેનલ દ્વારા આ વીડિયો રીલિઝ કરવામાં આવ્યો છે. જોકે કોંગ્રેસે આ વીડિયોને ખોટો ગણાવ્યો છે પરંતુ ભાજપ નેતાએ સવાલ કર્યો છે કે, શું રાહુલ ગાંધી દેશને તેમની મિલકત સમજે છે?

   હકીકતમાં આ વિવાદ એક વીડિયોના કારણે સામે આવ્યો છે. વાત એવી છે કે, રાહુલ ગાંધી બંટવાલમાં એક રેલીમાં હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સ્ટેજ પર બેઠેલા રાહુલ ગાંધી કર્ણાટકના કોંગ્રેસ મહાસચિવ કે.સી વેણુગોપાલને તેમની ઘડિયાળ બતાવીને ઈશોર કરી રહ્યા છે, જેનાથી લાગે છે કે, તેઓ કાર્યક્રમ ઝડપથી પૂરો કરવાનું કહી રહ્યા છે. ત્યારપછી વીડિયોમાં દેખાય છે કે, એક વ્યક્તિ ગાયકને વંદે માતરમ એક પંક્તિમાં જ પુરૂ કરી દેવાનો ઈશારો કરે છે.

   વંદે માતરમમાં રાહુલ ગાંધીને ઊભા થવાનો આગ્રહ કરવો પડ્યો

   વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે વંદે માતરમ ગીત શરૂ થાય છે ત્યારે વેણુ ગોપાલ રાહુલ ગાંધીને ઊભા થવાનો આગ્રહ કરે છે. ભાજપે તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, શું હજું પણ કોંગ્રેસ મુક્ત ભારત માટે બીજા કોઈ કારણની જરૂર છે. 1973માં મોહમ્મદ અલી ઝિન્નાના કહેવાથી જવાહર લાલ નહેરુએ પણ વંદે માતરમને ટૂંકાવી દીધું હતું. ઝિન્નાનું માનવું હતું કે, તેનો અમુક ભાગ મુસ્લિમોને પરેશાન કરે તેવો છે.

   આજ કારણથી અમે તેમને કહીએ છીએ શહજાદા: BJP

   ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, આ જ કારણથી અમે તેમને ભારતના શહજાદા કહીએ છીએ. તેમણે ટ્વિટ કર્યું છે કે, તેઓ દેશને પરિવારની સંપત્તિ માને છે. શું તેમની ઈચ્છાથી રાષ્ટ્રગીતમાં સંશોધન કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી અને કર્ણાટકના પ્રભારી અનંત કુમારે કહ્યું કે, વંદે માતરમનું અપમાન કરવા જેવું કામ રાહુલ ગાંધી જેવા લોકો જ કરી શકે છે. જેઓ તેમના ઈગોમાં દેશને કશું જ સમજતા નથી.

  • રાહુલ ગાંધી પર વંદે માતરમ ગીતનું અપમાન કરવાનો આરોપ (ફાઈલ ફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધી પર વંદે માતરમ ગીતનું અપમાન કરવાનો આરોપ (ફાઈલ ફોટો)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાહુલ ગાંધી પર વંદે માતરમનો અપમાન કરવાનો આરોપ| National BJP slams Rahul Gandhi over disrespect of vande mataram
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top