ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Naresh Agrawal left Samajwadi Party and joined BJP

  સપાના નેતા થયા BJPમાં સામેલ, કહ્યું- મારી બરાબરી ફિલ્મોમાં નાચનારી સાથે

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 05:43 PM IST

  સપાએ આ વખતે નરેશ અગ્રવાલના દાવાને બાજુએ રાખીને ઉત્તરપ્રદેશથી જયા બચ્ચનને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા હતા
  • નરેશ અગ્રવાલે કહ્યું કે હું બીજેપી માટે વગર કોઇ શરતે કામ કરીશ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   નરેશ અગ્રવાલે કહ્યું કે હું બીજેપી માટે વગર કોઇ શરતે કામ કરીશ.

   લખનઉ: સપાથી રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે અખિલેશ યાદવને મોટો ઝટકો આપીને બીજેપીનું સભ્યપદ લઇ લીધું. 2 એપ્રિલના રોજ રાજ્યસભામાં નરેશ અગ્રવાલનો કાર્યકાળ ખતમ થઇ રહ્યો છે, પરંતુ સપાએ આ વખતે નરેશ અગ્રવાલના દાવાને બાજુએ રાખીને ઉત્તરપ્રદેશથી જયા બચ્ચનને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા હતા, જેના કારણે તેઓ નારાજ હતા. દિલ્હીમાં બીજેપીની ઓફિસમાં નરેશ વરિષ્ઠ બીજેપી નેતાઓની વચ્ચે પાર્ટીમાં સામેલ થયા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપરાંત, પાર્ટી પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાની સાથે ઘણા અન્ય નેતાઓ હાજર હતા. નરેશ અગ્રવાલે સ્પષ્ટ રીતે સપા પાર્ટી પર આરોપ લગાવ્યો કે ફિલ્મમાં કામ કરનારને ટિકિટ આપવામાં આવી, જ્યારે રાજનીતિ કરતા પાર્ટીના નેતાની ટિકિટ કાપી લેવામાં આવી.

   હું મોદી-યોગીથી પ્રભાવિત છું: નરેશ અગ્રવાલ

   - "આજે હું બીજેપીમાં સામેલ થઇ રહ્યો છું. હું માનું છું કે જ્યાં સુધી રાષ્ટ્રીય પાર્ટીમાં નહીં રહીએ ત્યાં સુધી આખા રાષ્ટ્રની સેવા નહીં કરી શકીએ. એટલે મેં આ ફેંસલો લીધો. હું પીએમ મોદી અને સીએમ યોગીથી પ્રભાવિત છું. સરકાર જે રીતે કામ કરી રહી છે, તેનાથી એ તો નિશ્ચિત છે કે પીએમના નેતૃત્વમાં તેમની સાથે હોવું જોઇએ."

   - બીજેપીમાં સામેલ થયા પછી નરેશ અગ્રવાલે કહ્યું, "ફિલ્મોમાં નાચવાવાળી માટે થઇને મારી ટિકિટ કાપી લેવામાં આવી, જ્યારે હું સિનિયર લીડર છું. મારો દીકરો નીતિન અગ્રવાલ હરદોઇથી ધારાસભ્ય છે અને રાજ્યસભા ચૂંટણીમાં અમે બીજેપીનું સમર્થન કરીશું."
   - "ફિલ્મોમાં નાચનારી સાથે મારી બરાબરી કરવામાં આવી રહી છે. મુલાયમ સિંહ યાદવ અને રામગોપાલ યાદવ સાથે હું હંમેશાં જોડાયેલો રહીશ પરંતુ સપા પાર્ટીને મેં ત્યાગી દીધી છે. હું બીજેપી માટે વગર કોઇ શરતે કામ કરીશ."

   શું અસર પડશે રાજ્યસભા ચૂંટણી પર?

   - રાજ્યસભા ચૂંટણીમાં 47 ધારાસભ્યોવાળી સપા પોતાના કેન્ડિડેટ જયા બચ્ચનને 37 વોટની સાથે સહેલાયથી પહોંચાડી દેશે. જ્યારે કે બાકિ બચેલાં 10 વોટથી તેઓ BSP કેન્ડિડેટને સમર્થન આપશે, પરંતુ નરેશ અગ્રવાલના પુત્ર નીતિન અગ્રવાલ પણ હવે ભાજપમાં જોડાયાં છે. ત્યારે સપાની પાસે હવે માત્ર 9 વોટ જ બચ્યાં છે.

   - BSP પોતાના કેન્ડિડેટ ભીમરાવ આંબેડકરને રાજ્યસભા મોકલવા માટે આ ગણિત બેસાડી રહ્યાં હતા કે BSPના 19, SPના 10, કોંગ્રેસના 7 અને રાષ્ટ્રીય લોકદળનો 1 વોટ.
   - નીતિન અગ્રવાલ ભાજપમાં સામેલ થતાં બસપાનો ખેલ બગડી શકે છે. નરેશ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે તેમનો પુત્ર નીતિન અગ્રવાલ ભાજપને રાજ્યસભા ચૂંટણીમાં વોટ આપશે. જે બાદ બીએસપીના કેન્ડિડેટની મુશ્કેલી વધી શકે છે.

   કોણ છે નરેશ અગ્રવાલ?

   - નરેશ અગ્રવાલે પોતાની રાજકીય સફરની શરૂઆત 1980માં હરદોઈથી કોંગ્રેસની સીટ પર પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કરી હતી. જે બાદ તેઓ 7 વખત અલગ અલગ પાર્ટીઓના ધારાસભ્ય રહ્યાં અને બે વખત રાજ્યસભા સાંસદ પણ રહ્યાં.

   - અગ્રવાલે કોંગ્રેસ, લોકતાંત્રિક કોંગ્રેસ, સપા, બસપા અને ફરી સપામાં સામેલ થયાં હતા. હવે તેઓ ભાજપમાં જોડાયાં છે.

   અખિલેશ સરકારમાં મંત્રી હતા નીતિન અગ્રવાલ

   - 2012માં પહેલી વખત ધારાસભ્ય બનેલાં નીતિન અગ્રવાલ અખિલેશ સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હતા. 2017માં હરદોઈથી બીજી વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

   આ લોકો પણ જોડાયાં

   નરેશ અગ્રવાલની સાથે નગર પાલિકા હરદાઈ અને બિલગ્રામના ચેરમેન મધુર અને હબીબ ઉપરાંત સુરસા બ્લોકના પ્રમુખ મહિપાલ સિંહ, પૂર્વ પ્રમુખ ધર્મવીર સિંહ પન્ને, પ્રધાન સુરસા જયરામ વર્મા સહિત ડઝન જેટલાં સપાના કાર્યકર્તા ભાજપમાં જોડાયાં છે.

  • સપાથી રાજ્યસભા સાંસદ છે નરેશ અગ્રવાલ. 2 એપ્રિલના રોજ તેમનો કાર્યકાળ ખતમ થવાનો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સપાથી રાજ્યસભા સાંસદ છે નરેશ અગ્રવાલ. 2 એપ્રિલના રોજ તેમનો કાર્યકાળ ખતમ થવાનો છે.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Naresh Agrawal left Samajwadi Party and joined BJP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top