Home » National News » Latest News » National » Narendra Modi superior against Indira Gandhi

ચૂંટણી જીતવામાં મોદીએ ઈન્દિરાને પાછળ છોડ્યાં, 4 વર્ષમાં 14 રાજ્યોમાં વિજયી

Divyabhaskar.com | Updated - May 15, 2018, 05:18 PM

નરેન્દ્ર મોદીએ જ્યારથી PM બન્યાં ત્યારબાદ દેશમાં 21 ચૂંટણી યોજાઇ જેમાંથી ભાજપે 14 રાજ્યોમાં જીત મેળવી.

 • Narendra Modi superior against Indira Gandhi
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ચૂંટણી જીત મામલામાં પીએમ મોદી ઈન્દિરા ગાંધીથી શક્તિશાળી રાજનેતા સાબિત થયા (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બન્યાં બાદ ફરી એકવખત મોદી મેજીકની વાત સામે આવી છે. જો કે આ વાત પર સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ જ કર્ણાટકમાં એકપછી એક જનસભાઓ સંબોધી પરિણામ ભાજપ તરફ લાવ્યાં છે. કર્ણાટકમાં ભાજપની જો સરકાર રચાય તો 31 રાજ્યોમાંથી 21મા રાજ્યમાં ભાજપ- NDAની સરકાર બને. આ પહેલાં આવો મેજીક ઈન્દિરા ગાંધીના શાસનમાં જ જોવા મળ્યો છે. ઈન્દિરા ગાંધી પણ જ્યારે સત્તામાં હતા ત્યારે એક પછી એક અનેક રાજ્યોમાં કોંગ્રેસના ઝંડા ફરકાવ્યાં હતા.

  4 વર્ષમાં મોદીએ 14 રાજ્યમાં તો ઈન્દિરાએ 13 રાજ્યોમાં જીત મેળવી

  - નરેન્દ્ર મોદીએ જ્યારથી કેન્દ્રમાં સત્તાની ધુરા સંભાળી છે ત્યારબાદ દેશમાં 21 ચૂંટણી યોજાઇ છે. તેમાંથી ભાજપે 14 રાજ્યોમાં જીત મેળવી છે.
  - કર્ણાટકમાં પણ જો ભાજપની સરકાર બને તો દેશમાં ભાજપ-NDAની 21મી સરકાર હોય.
  - આ પ્રકારની ચૂંટણી સફળતા આ પહેલા ઈન્દિરા ગાંધીના નામે નોંધાયેલી હતી. ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 4 વર્ષમાં 19 ચૂંટણી યોજાઇ હતી. તેમાંથી 13 રાજ્યોમાં કોંગ્રેસે ચૂંટણી સફળતા મેળવી હતી.
  - આ પ્રમાણે ચૂંટણી જીત મામલામાં પીએમ મોદી ઈન્દિરા ગાંધીથી શક્તિશાળી રાજનેતા સાબિત થયા છે.

  મોદી-ઈન્દિરાની તુલના


  - દિવંગત ઈન્દિરા ગાંધી પહેલી વખત વર્ષ 1966માં વડાપ્રધાન બન્યાં. જો કે તે સમયે ઈન્દિરા ગાંધી ગુંગી ગુડિયા તરીકે વગોવાયા હતા.
  - પરિણામે વર્ષ 1967માં કોંગ્રેસ તામિલનાડુથી ઉત્તરપ્રદેશ અને કેરળથી બિહાર સુધી 8 રાજ્યો હાર્યા હતા.
  - જો કે બાદ ઈન્દિરાની લોકપ્રિયતા વધતાં લોકસભા ચૂંટણીમાં તેઓ 282 બેઠકો જીત્યા હતા. અનાયાસે વડાપ્રધાન મોદી પણ આ આંકડોના સ્પર્શયા છે. જો કે કોંગ્રેસના પક્ષે 41 ટકા જ્યારે ભાજપને 31 ટકા મત મળ્યા હતા.
  - આ ઉપરાંત કેટલાંક રાજકીય વિશ્લેષકોના મતે મોદી પણ ઈન્દિરાની જેમ જ નિર્ણયો લેતાં હોય છે. મોદી પણ કોઈને ખાસ કરીને તેના વિરોધીઓને ગાંઠતા નથી તેવા પણ આક્ષેપો અનેક વખત થયાં છે.

  આ વર્ષે યોજાશે 4 રાજ્યોમાં ચૂંટણી


  - વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં મિઝોરમ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ રાજ્યમાં પણ જો ભાજપ મોદીના નેતૃત્વમાં બાજી મારે તો મોદી અત્યારસુધીના સૌથી કદ્દાવર નેતા બની જાય.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Narendra Modi superior against Indira Gandhi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બન્યાં બાદ ફરી એકવખત મોદી મેજીકની વાત સામે આવી (ફાઈલ)
 • Narendra Modi superior against Indira Gandhi
  ઈન્દિરા ગાંધી પણ જ્યારે સત્તામાં હતા ત્યારે એક પછી એક અનેક રાજ્યોમાં કોંગ્રેસના ઝંડા ફરકાવ્યાં હતા (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ