ભાજપના 15 મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે નરેન્દ્ર મોદી, લોકસભા-વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર થશે ચર્ચા

દેશમાં ભાજપના 15 મુખ્યમંત્રી અને સાત ઉપમુખ્યમંત્રી

divyabhaskar.com | Updated - Aug 28, 2018, 09:15 AM
PM Narendra Modi will hold meetings with 15 BJP Chief Ministers

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિતશાહ મંગળવારે ભાજપના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીની રણનીતિમાટે રાખવામાં આવેલી આ બેઠક 10 કલાક ચાલે તેવી પણ શક્યતા છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે ભાજપના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીની રણનીતિ માટે રાખવામાં આવેલી આ બેઠક 10 કલાક ચાલે તેવી પણ શક્યતા છે.

દેશમાં ભાજપના 15 મુખ્યમંત્રી છે. તે સિવાય સાત ઉપમુખ્યમંત્રી છે. તેમાં બે ઉપમુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ અને ગુજરાત, બિહાર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી એક-એક છે. એવું માનવામાં આવે છે કે, આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી મુખ્યમંત્રીઓની વાર્ષિક બેઠકની આ પરંપરા રહી છે. અમિત શાહ બેઠકમાં ઉદ્ધાટન ભાષણ આપશે અને વડાપ્રધાન સમાપન સંબોધશે. માનવામાં આવે છે કે,આ બેઠકમાં સૌથી વધારે ચર્ચા ત્રણ રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી વિશે થશે. કારણ કે ત્રણેય રાજ્યોમાં વર્ષના અંત સુધીમાં ચૂંટણી થવાની છે. આ રાજ્યોમાં પાર્ટીની સ્થિતિ વિશે એક અલગ પ્રેઝન્ટેશન કરવામાં આવશે.

કોંગ્રેસની રણનીતિ અને રાહુલના નિવેદન વિશે પણ થશે ચર્ચા


આ બેઠકમાં કોંગ્રેસની પાયાની સ્થિતિ અને થોડાં દિવસ પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનની પણ ચર્ચા કરવામાં આવશે. રાહુલ ગાંધીએ યુરોપ મુલાકાત દરમિયાન એનડીએ અને મોદી સરકારની નીતિઓ ઉપર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા.

આ 15 રાજ્યોના સીએમ થશે સામેલ


હિમાચલ, ઉત્તરાખંડ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, આસામ, ગોવા, ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, અરુણાચલ અને મણિપુર

X
PM Narendra Modi will hold meetings with 15 BJP Chief Ministers
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App