ઈશરત જહાં કેસમાં વણઝારાનો ઘટસ્ફોટ: કહ્યું- મોદીની પણ થઈ'તી પૂછપરછ

વણઝારાના મત પ્રમાણે સીબીઆઈ દ્વારા લેવામાં આવેલા નિવેદનો શંકાસ્પદ છે

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 11:24 AM
ઈશરત જહાં કેસમાં મોદીની પણ થઈ હતી પૂછપરછ
ઈશરત જહાં કેસમાં મોદીની પણ થઈ હતી પૂછપરછ

પૂર્વ આઈપીએસ અધિકારી અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસના આરોપી ડીજી વણઝારાએ એક ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, તપાસ અધિકારી (આઈઓ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ખાનગી રીતે પૂછપરછ કરી હતી.

નવી દિલ્હી: પૂર્વ આઈપીએસ અધિકારી અને ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસના આરોપી ડીજી વણઝારાએ એક ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, તપાસ અધિકારી (આઈઓ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ખાનગી રીતે પૂછપરછ કરી હતી. આરોપ મુક્ત કરવા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં વણઝારાએ મંગળવારે કહ્યું કે, ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી મોદીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ રેકોર્ડમાં આ વિશે કોઈ સામગ્રી રાખવામાં આવી નથી. આ વાતથી સાબીત થાય છે કે, આ કેસના રેકોર્ડમાં જે સામગ્રી રાખવામાં આવી છે તે એક ખોટી વાત છે.

મોદીને આરોપી બનાવવા માગતી હતા તપાસના અધિકારીઓ

વણઝારાએ તેમની અરજીમાં કહ્યું છે કે, એ વાત પણ સાચી છે કે, તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તપાસ અધિકારીઓએ બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી. જોકે કેસના રેકોર્ડમાં આવી કોઈ વાતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તે સમયે તપાસ ટીમનો ઈરાદો હતો કે, રાજ્યના સીએમ સુધી પહોંચવામાં આવે અને આ કેસમાં તેમને આરોપી બનાવવામાં આવે. તે માટે આરોપ પત્ર પર સંપૂર્ણ વાર્તા બનાવવામાં આવી હતી.

વણઝારા દ્વારા પોતાની જાતને આરોપ મુક્ત કરવા માટે સ્પેશિયલ સીબીઆઈમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જજ જે કે પાંડ્યાએ સીબીઆઈને નોટિસ આપીને 28 માર્ચ સુધી જવાબ માગ્યો છે. પૂર્વ ડીઆઈજીએ ગુજરાત પોલીસના પૂર્વ પ્રભારી મહાનિર્દેશક પીપી પાંડેને કેસમાં કેસમાં આરોપ મુક્ત કરવાના આધાર પર પોતાને આરોપ મુક્ત કરવાની અરજી કરવામાં આવી છે. વણઝારાનું કહેવું છે કે, સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનો ખૂબ શંકાસ્પદ છે. પ્રથમ દ્રષ્ટીએ સાબીત કરવા માટે એવુ કોઈ સાક્ષી નથી કે તેમની ચેમ્બરમાં રચવામાં આવેલું કાવતરા પ્રમાણે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. જેવો કે આરોપપત્રમાં દાવો કરવામાં આવ્યો છે.

આગળની સ્લાઈડમાં વાંચો- કોણ છે ડીજી વણઝારા

ડિજી વણઝારાએ કર્યો ખુલાસો
ડિજી વણઝારાએ કર્યો ખુલાસો

કોણ છે ડીજી વણઝારા


1978ના બેન્ચના ગુજરાત કૈડરના આઈપીએસ અધિકારી ડીજી વણઝારા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. પહેલાં તેઓ ક્રાઈમ બ્રાન્ચમાં હતા અને ત્યારપછી તેઓ ગુજરાત એટીએસમાં પણ રહ્યા હતા. વર્ષ 2002થી 2005 દરમિયાન વણઝારાએ અંદાજે 20 લોકોનું એન્કાઉન્ટર કર્યું હતું. પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે તે દરેક નકલી એન્કાઉન્ટર હતા. આ મામલે 2007માં વણઝારાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને જેલમાં પુરવામાં આવ્યા હતા. 

 

આગળની સ્લાઈડમાં વાંચો શું છે ઈશરજ જહાં કેસ

ઈશરત જહાં કેસને સીબીઆઈએ નકલી એન્કાઉન્ટર ગણાવ્યું હતું
ઈશરત જહાં કેસને સીબીઆઈએ નકલી એન્કાઉન્ટર ગણાવ્યું હતું

શું છે ઈશરત જહાં કેસ?


- મુંબઈની 19 વર્ષની ઈશરત, જાવેદ શેખ ઉર્ફે પ્રાણેશ પિલ્લાઈ, અમજદ અલી અકબરઅલી રાણા અને જીશાન જૌહરનું 15 જૂન 2004ના રોજ અમદવાદ બહારના વિસ્તારમાં એક નકલી એન્કાઉન્ટર દરમિયાન મોત થયું હતું. ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.

 

જોકે આ એન્કાઉન્ટરને ગુજરાત હાઈકોર્ટના આદેશથી બનાવવામાં આવેલી એસઆઈટીએ નકલી ગણાવી હતી. તે સાથે જ આ એન્કાઉન્ટરની તપાસનો આદેશ પણ આપ્યો હતો. ઈશરત જહાં એન્કાઉન્ટરને લઈને ખૂબ હોબાળો થયો હતો. તે સમયે આ હોબાળો એટલો વધી ગયો હતો કે, તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામાની પણ માગણી કરવામાં આવી હતી. આ નકલી એન્કાઉન્ટરમાં માત્ર ડિજી વણઝારા જ નહીં પરંતુ અન્ય પણ ઘણાં પોલીસવાળાઓ ફસાયા હતા. તેમાં ડીએસપી જેજી પરમાર, એસીપી એનકે અમની અને એડીજીપી પીપી પાંડે પણ સામેલ હતા.

ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.
ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.
X
ઈશરત જહાં કેસમાં મોદીની પણ થઈ હતી પૂછપરછઈશરત જહાં કેસમાં મોદીની પણ થઈ હતી પૂછપરછ
ડિજી વણઝારાએ કર્યો ખુલાસોડિજી વણઝારાએ કર્યો ખુલાસો
ઈશરત જહાં કેસને સીબીઆઈએ નકલી એન્કાઉન્ટર ગણાવ્યું હતુંઈશરત જહાં કેસને સીબીઆઈએ નકલી એન્કાઉન્ટર ગણાવ્યું હતું
ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.ગુજરાત પોલીસે તે સમયે દાવો કર્યો હતો કે ઈશરત અને તેના ત્રણ સાથી તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા અમદાવાદ આવ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App