મહારાષ્ટ્ર / પછાત હોવાને કારણે કોંગ્રેસ અને તેના સાથીઓએ મને જાતિવાદની ગાળો આપીઃ પીએમ મોદી

Divyabhaskar | Updated - Apr 17, 2019, 03:31 PM

  • મોદીએ કહ્યું- મજબૂત સરકાર શું હોય છે, શિવાજી મહારાજની ધરતી આ સારી રીતે જાણે છે 


સોલાપુરઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાન પૂરજોશમાં છે. વડાપ્રધાન મોદી પણ સતત પ્રચાર કાર્યક્રમમાં વ્યસ્ત છે. બુધવારે તેઓએ મહારાષ્ટ્રના માઢામાં ચૂંટણી સભા સંબોધી, જ્યાં તેઓએ પ્રાકૃતિક આપદાથી થયેલા નુકસાન અંગે સંવેદના દાખવી અને સરકારની દરેક સંભવિત મદદની જાહેરાત કરી. વડાપ્રધાને કહ્યું કે અમે તમામ અધિકારીઓને તાત્કાલિક મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યાં છે.

અમારી સરકારે આતંકીઓને ઘરમાં ઘુસીને મારવાનું કામ કર્યુંઃમોદી વડાપ્રધાને કહ્યું કે દેશને મજબૂત બનવું જરૂરી છે અને તેના માટે મજબૂત નેતા પણ જરૂરી છે. તેઓએ કહ્યું કે એક સમય હતો જ્યારે મુંબઈ આતંકીઓ માટે સ્વર્ગ સમાન હતું પરંતુ અમે હવે ઘરમાં ઘૂસીને મારવાનું કામ શરુ કર્યું છે. વડાપ્રધાને પોતાની સભામાં કોંગ્રેસ પર એક જાતિને ગાળો આપવાનો આરોપ લગાવ્યો.

વડાપ્રધાને કહ્યું કે વિપક્ષની પાસે કોઈ જ મુદ્દો નથી માત્ર મોદી હટાવોની વાત કરે છે. કોંગ્રેસના નામદાર મને ગાળો આપતાં એક સમાજને ગાળો આપે છે. પહેલાં આ લોકો તમામ ચોકીદારને ચોર કહેતા હતા અને હવે બધાં મોદીને ચોર કહે છે


દલિત- આદિવાસીને ગાળો, દેશ અને મોદી સહન નહી કરેઃ મોદીએ કહ્યું- નામદારે પહેલા ચોકીદારને ચોર કહ્યો. દરેક હિન્દુસ્તાની ચોકીદારો બોલવા લાગ્યા તો તેમના મોં સિવાઈ ગયા. હવે તે લોકો મોંઢું સંતાડતા ફરે છે. કોંગ્રેસના નામદારો આખા સમાજને ગાળો આપવામાં લાગી ગયા છે. કોંગ્રેસ અને તેના સાથીઓ કહે છે કે, સમાજમાં જે પણ મોદી છે તે ચોર છે. પછાત હોવાને કારણે કોંગ્રેસ અને તેના સાથીઓ જાતિને બતાવતી ગાળો આપવામાં કોઈ કમી નથી રાખી. આ વખતે તેમણે હદ વટાવતા સમગ્ર પછાત સમાજને જ ગાળ આપી દીધી

એર કન્ડીશનર રૂમમાં બેસતા લોકો સચ્ચાઈથી દુરઃ મોદીએ કહ્યું કે, જે લોકો દિલ્હીમાં એસી વાળા રૂમમાં બેસીને વાતો કરે છે, તેમને દેશની ધરતીની સચ્ચાઈ ખબર જ નથી. હવે સમજાયું કે શરદ પવારે મેદાન કેમ છોડ્યું હતું. શરદ પવાર પણ ખેલાડી છે, તેઓ હવાની દિશા સમજી જાય છે. તેઓ તેમનું નુકસાન ક્યારેય નથી થવા દેતા.

મજબૂત અને સંવેદનશીલ સરકારનો અર્થ શું હોય છે. છત્રપતિ શિવાજી મહારાજની ધરા સારી રીતે જાણે છે. અમારી સરકાર ભારતને 21મી સદીમાં નવી ઊંચાઈ સુધી પહોંચાડનારી મજબૂત સરકાર છે. જો ગામમાં નબળો પોલીસવાળો આવી જાય તો શું થાય એ તમે સારી રીતે જાણો છો. શાળામાં ભણાવતા શિક્ષકોમાં જ દમ નહી હોય તો ભવિષ્યનું શું થશે તમે સારી રીતે જાણો છો.

મજબૂત સરકાર લાવશો કે પછી નબળી સરકારને સહન કરશો: વડાપ્રધાને કહ્યું કે, આવડા મોટા દેશને ચલાવવા માટે મજબૂત નેતા જોઈએ. 2014માં મને તમારી પાસેથી જ શક્તિ મળી હતી. તેથી જ હું દેશ માટે મોટા નિર્ણયો લઈ શક્યો હતો. ગરીબોના કલ્યાણ માટે કામ કરી શક્યો હતો. હવે ફરી તમારે જ નક્કી કરવાનું છે કે દેશને મજબૂત સરકાર આપશો કે નબળી સરકારને જ સહન કરશો.

મજબૂત હિન્દુસ્તાન જોઈએ કે પછી મજબૂર? કોણ મજબૂત બનાવશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસની મહામલિવાટ શું ભારતને મજબૂત બનાવી શકશે. ના, આ ફક્ત મોદી જ કરી શકે છે. તમે અને હું મળીને ભારત માટે મજબૂત સરકાર બનાવીશફં તમે અને હું બન્ને મજબૂત હિન્દુસ્તાન બનાવવા માટે તાપમાં તપીને સંકલ્પ કરીશું. એવું હિન્દુસ્તાન બનાવીશું , કે જેની તરફ કોઈ આંખ ઉઠાવીને જોઈ ન શકે. ભારતના સપૂતોએ બાલાકોટમાં પાકિસ્તાની આતંકીઓના ઠેકાણાને નષ્ટ કર્યા તો તમને ગર્વ થયો કે નહીં.

માઢામાં રાકાંપાનો કબ્જોઃ મહારાષ્ટ્રની માઢા બેઠક પરથી હાલમાં રાકાંપાના વિજય સિંહ મોહિતે પાટીલ સાંસદ છે. રાકાંપાના વર્ચસ્વ વાળી બેઠક પર ભાજપના રણજીત સિંહ ચૂંટણી લડી રહ્યા છે. રણજીત વિજય મોહિત પાટીલના દિકરા છે. વિજય સિંહ મોહિત પાટીલે તેમના પુત્ર રણજીત સિંહને માઢા બેઠક પરથી ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાકાંપા અધ્યક્ષ શરદ પવારે ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ તેમના દિકરા રણજીત સિંહ પાટીલે ભાજપનો છેડો પકડી લીધો હતો. ભાજપે દાવ પેંચ રમતા રણજીત સિંહને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App