મોદી આજે પોંડિચેરી જશે: મહિલાએ કહ્યું- અરબિંદો આશ્રમમાં ઘુસવા નહીં દઉં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નવી દિલ્હીથી સુરત પહોંચ્યા અને પછી દમણ થઈને તમિલનાડુ પહોંચ્યા

divyabhaskar.com | Updated - Feb 25, 2018, 09:31 AM
PM Modi will paying tribute to spiritual guru, Shri Aurobindo Ghosh

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી આજે પહેલી વાર પોંડીચેરીની મુલાકાત કરશે. અહીં તેઓ વિલ્લીપુરમ જિલ્લામાં ઓરોવિલે ઈન્ટરનેશનલ સિટીના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનમાં ભાગ લેશે. આ સિવાય આ જ ટાઉનશીપમાં બનેલા અરબિંદો આશ્રમમાં પણ જશે

ચેન્નાઈ: નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી આજે પહેલી વાર પોંડીચેરીની મુલાકાત પહોંચ્યાં હતા. અહીં એરપોર્ટ પર કિરણ બેદી અને પોંડિચેરીના સીએમ નારાયણ સામીએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી વડાપ્રધાન આ જ ટાઉનશીપમા ંબનેલા અરબિંદો આશ્રમ પણ ગયા હતા. અહીં તેમણે આધ્યાત્મિક ગુરુને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે મોદી અહીં વિલ્લીપુરમ જિલ્લામાં ઓરોવિલે ઈન્ટરનેશનલ સિટીના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

આ રેલીમો મોદીએ કહ્યું હતું કે, આ દિવય લોકોનું શહેર છે. હું સૌભાગ્યશાળી છું કે મને અહીં આવવાનો મોકો મળ્યો. પોંડીચેરી પાસે રિસોર્સ અને વિલ પાવરની અછત નથી. તેમ છતા તેનો વિકાસ થઈ શક્યો નથી.

મોદીએ પૂછ્યું- આપણે બીજા દેશો કરતા પાછળ કેમ?
- પીએમ મોદીએ રેલીમાં કહ્યું, હું બહુ સમય પછી પોંડિચેરી આવ્યો છું. આ દિવ્ય લોકોનું શહેર છે. હું આજે મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનુ છું.
- પોંડિચેરી પાસે દરેક રિસોસર્સ અને વિલ પાવર છે. તેમ છતા તેનો વિકાસ થઈ શક્યો નથી. પોંડિચેરી નંબર વન કેમ નથી? શું અહીં મહિલાઓ અને યુવાનોને આગળ વધવાનો મોકો નથી મળી રહ્યો? શું અહીં ઉદ્યોગોને આગળ વધારવામાં નથી આવતા? જે પાર્ટીઓએ અહીં શાસન કર્યું તેમણે કદી પોંડિચેરી સાથે ઈન્સાફ નથી કર્યો.
- આપણને 1947માં આઝાદી મળી છે. અમે વિકાસના મામલે દુનિયામાં અન્ય દેશોની બરાબરી નથી કરી શકતા, જે આપણી સાથે જ આઝાદ થયા છે. આજે આપણે પોતાની જાતને પૂછવુ પડશે કે પોલિટિકલ કલ્ચરમાં ક્યાં ખામી રહી ગઈ છે? કેમ આપણે બીજા દેશ કરતા પાછળ છીએ?

મહિલાએ કેમ આપી સુસાઈડની ધમકી

- પીએમની અરબિંદો આશ્રમનની મુલાકાતને ધ્યાનમાં રાખીને એક મહિલાએ પીએમની સુસાઈડની ધમકી આપી હતી. આ મહિલાએ આશ્રમના કર્મચારીઓ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો અને ત્યારપછી તે મહિલાએ પરિવાર સાથે આશ્રમ છોડવો પડ્યો હતો.

- મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ધમકી આપનાર હેમલતા પ્રસાદે જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલાં તે પરિવાર સાથે બિહારથી અરબિંદો આશ્રમ રહેવા આવી ગઈ હતી. 2002માં હેમલતા અને તેની 4 બહેનોએ આશ્રમના કર્મચારીઓ સામે યૌન શોષણનો આરોપ લગાવીને મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
- ત્યારે કોર્ટે તેમને ગુજરાન ભથ્થુ આપવાની વાત કરીને આશ્રમ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જ્યારે તેમણે આશ્રમ ન છોડ્યો ત્યારે તેમને ધક્કા મારીને બહાર કાઢી દેવામાં આવ્યા હતા. હેમલતા સહિત પરિવારના છ સભ્યોએ ડિપ્રેશનમાં આવીને 18 સપ્ટેમ્બર 2014માં દરિયામાં કૂદી પડ્યા હતા.
- તે દરમિયાન બે બહેનો અને માનું મોત થઈ ગયું હતું. જ્યારે હેમલતા અને બે બહેનોને માછીમારોએ બચાવી લીધી હતી. હાલ ત્રણેય બહેનો ભાડાંના મકાનમાં રહે છે. તેમણે આશ્રમના કર્મચારીઓ પર સુસાઈડ માટે ઉશ્કેરવા માટે ફરિયાદ પણ દાખલ કરી હતી. તેનમે આશ્રમ તરફથી કદી કોઈ ગુજરાત ભથ્થુ પણ આપવામાં આવ્યું નથી.

આગળની સ્લાઈડ ક્લિક કરીને જુઓ અન્ય તસવીરો

PM Modi will paying tribute to spiritual guru, Shri Aurobindo Ghosh
નરેન્દ્ર મોદી આજે પોંડિચેરીમાં
નરેન્દ્ર મોદી આજે પોંડિચેરીમાં
મોદી અરબિંદો આશ્રમમાં પણ જશે અને આધ્યાત્મિક ગુરુને શ્રદ્ધાંજલિ પણ આપશે
મોદી અરબિંદો આશ્રમમાં પણ જશે અને આધ્યાત્મિક ગુરુને શ્રદ્ધાંજલિ પણ આપશે
મોદી વિલ્લીપુરમ જિલ્લામાં ઓરોવિલે ઈન્ટરનેશનલ સિટીના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનમાં ભાગ લેશે.
મોદી વિલ્લીપુરમ જિલ્લામાં ઓરોવિલે ઈન્ટરનેશનલ સિટીના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનમાં ભાગ લેશે.
X
PM Modi will paying tribute to spiritual guru, Shri Aurobindo Ghosh
PM Modi will paying tribute to spiritual guru, Shri Aurobindo Ghosh
નરેન્દ્ર મોદી આજે પોંડિચેરીમાંનરેન્દ્ર મોદી આજે પોંડિચેરીમાં
મોદી અરબિંદો આશ્રમમાં પણ જશે અને આધ્યાત્મિક ગુરુને શ્રદ્ધાંજલિ પણ આપશેમોદી અરબિંદો આશ્રમમાં પણ જશે અને આધ્યાત્મિક ગુરુને શ્રદ્ધાંજલિ પણ આપશે
મોદી વિલ્લીપુરમ જિલ્લામાં ઓરોવિલે ઈન્ટરનેશનલ સિટીના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનમાં ભાગ લેશે.મોદી વિલ્લીપુરમ જિલ્લામાં ઓરોવિલે ઈન્ટરનેશનલ સિટીના ગોલ્ડન જ્યુબલી સેલિબ્રેશનમાં ભાગ લેશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App