Home » National News » Latest News » National » મોદીનો ઈન્ડોનેશિયા-સિંગાપોર પ્રવાસ આજથી| Narendra Modi Indonesia Singapore 5 Day Visit

મોદી ઈન્ડોનેશિયા-સિંગાપોર પ્રવાસે રવાના, ચીન પર લગામ કસવાનો રહેશે પ્રયાસ

Divyabhaskar.com | Updated - May 29, 2018, 12:38 PM

મોદીએ એપ્રિલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને મેમાં રશિયાના પ્રેસિડન્ટ પુતિન સાથે અનઔપચારિક વાત કરી હતી

 • મોદીનો ઈન્ડોનેશિયા-સિંગાપોર પ્રવાસ આજથી| Narendra Modi Indonesia Singapore 5 Day Visit
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદી ઈન્ડોનેશિયા-સિંગાપોર પ્રવાસે રવાના

  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મેથી સિંગાપોર- ઈન્ડોનેશિયાના 5 દિવસના પ્રવાસે જવા રવાના થઈ ગયા છે. વિદેશ મંત્રાલાયના જણાવ્યા પ્રમાણે, આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન બંને દેશોના નેતા સાથે દ્વીપક્ષીય મુલાકાત કરશે. તેમાં સુરક્ષા સહિત ઘણાં મુદ્દાઓ પર કરાર થવાની પણ શક્યતા છે. મોદીની આ ઈન્ડોનેશિયાની પહેલી અને સિંગાપોરની બીજી મુલાકાત છે. નિષ્ણાતોના મત પ્રમાણે આ બંને દેશોની મુલાકાતનો હેતુ એક તરફ ચીનને આડકતરી ચેતવણી આપવાનો અને ભારતને વેપાર અને રક્ષા ક્ષેત્રે ઘણી મદદ મળે તે છે.

  આ કારણથી થઈ રહી છે મોદીની વિદેશ યાત્રા


  - મોદીના વિદેશ પ્રવાસ વિશે ભાસ્કર.કોમે નિષ્ણાત રહિસ સિંહ સાથે વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે 2015માં સિંગાપોરમાંથી જ એક્ટ ઈસ્ટ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. 1991માં લુક ઈસ્ટ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. તેનો એવો અર્થ થાય કે, પૂર્વી દેશોની સંસ્કૃતિ-સભ્યતા, સુરક્ષાને જોવી અને તેની નજીક જવું. કારણકે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી છે. તેથી આપણે એક્ટ ઈસ્ટ પોલિસી પર આવી ગયા જેથી પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે સારા સંબંધ બની શકે છે.

  ઈન્ડોનેશિયા મહત્વનું કેમ?


  - ચીનનો એક ન્યૂ મેરીટાઈમ સિલ્ક રુટ છે, તે ઈન્ડોનેશિયાના મલક્કાથી આફ્રિકાના જિબૂતી સુધી જાય છે. આમ, આ રુટ ભારતને ઘેરી લે છે.
  1. ભારત ઈન્ડોનેશિયા સાથે આ પ્રમાણેની જ એક સમજૂતી કરવા જઈ રહ્યું છે કે બંને દેશો વચ્ચે ટ્રેડ-ડિફેન્સ વચ્ચે ચર્ચા થશે. જો ઈન્ડોનિશેયા સાથે આપણાં સારા સંબંધો થાય તો ભારત ચીનના મેરીટાઈમ સિલ્ક રુટને કાઉન્ટર કરી શકશે.
  2. ચીના પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમાર-ફિલીપાઈન્સ પર નજર રાખી રહ્યું છે. જો ઈન્ડોનેશિયા ભારત તરફ આવી જાય તો આપણે અંદમાન-નિકોબાર પાસે ચીનના થઈ રહેલા જમાવડાને રોકી શકીએ છીએ.
  3. ઈન્ડોનેશિયા, દક્ષિણ-પૂર્વી એશિયામાં ઊભી થતી આર્થિક શક્તિ છે અને હાલના સમયમાં ભારત પણ એક વૈશ્વિક તાકાત બનીને દુનિયાની સામે આવી રહ્યું છે. જો આપણે ઈન્ડોનિશ્યા સાથે રણનૈતિક ગઠબંધન કરીએ છીએ તો ચીન સાથેની કૂટનીતિના સોદા વખતે ભારત પોઝિટિવ સાઈડમાં રહેશે.

  સિંગાપોરથી ભારતને શું ફાયદો?


  1. સિંગાપુર મુલાકાથી ભારતના વેપાર સંબંધો મજબૂત થશે.
  2. એશિયા-પ્રસાંત વિસ્તારમાં ભારત જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાછે છે. ટ્રમ્પની હાલની અસ્થિર વિદેશ નીતિના કારણે આપણે પ્રશાંત ક્ષેત્રમાં અન્ય સહયોગિયોની જરૂર હશે.જો ભારત સિંગાપુર, વિયતનામ, થાઈલેન્ડ, લાઓસ, મલેશિયાને તેમની સાઈડ કરી લે તો ભારત મેરિટાઈમ સિક્યુરિટી અને બ્લૂ વોટર ઈકોનોમીનીને વધારે અસર કરશે.
  3. સિંગાપોરના વડાપ્રધાન લી કુઆને આસિયાન મંચ પર જ કહ્યું હતું કે, જો આસિયાનને ઉંચાઈને અડવું હશે તો તેમણે તેમની બે પાંખ એટલે કે ભારત અને ચીનને સામેલ કરવા પડશે. એટલે સિંગાપોર દ્વારા ભારત આસિયાનમાં સફળતાથી ઘુસી શકે છે.
  - સિંગાપરો સાથેના સારા સંબંધોથી ભારતને વેપારમાં ઘણો ફાયદો થશે. ચીન પર આયાતની નિર્ભરતા પણ ઓછી રહેશે.
  - ભારતને શાંગરી લા ડાયલોગમાં સ્પીચ આપવામાટે બોલાવવાનો અર્થ છે કે ભારત સરકાર અને લોકોના પ્રયત્નોથી દેશનું કદ ચોકક્સથી વધશે અને મોદી ભરતના વધતા કદનું પ્રતિનિધિત્વ કરશે.

  આગળની સ્લાઈડમાં જુઓ મોદીએ ઈન્ડોનેશિયા-સિંગાપોર વિઝિટ વિશે શું ટ્વિટ કર્યું છે.

 • મોદીનો ઈન્ડોનેશિયા-સિંગાપોર પ્રવાસ આજથી| Narendra Modi Indonesia Singapore 5 Day Visit
  મોદીએ પ્રવાસ પર જતા કરી ટ્વિટ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ