• Home
 • National News
 • Latest News
 • National
 • પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણમાં મર્યાદા ઓળંગી: યશવંત સિંહા | Narendra Modi crossed the limit in speech-Yashwant Sinha

પ્રધાનંમંત્રી નરેન્દ્ર મોદીએ ભાષણમાં મર્યાદા ઓળંગી: યશવંત સિંહા

Bhaskar News Network

May 31, 2018, 12:34 AM IST
નહેરુ-ઈન્દિરાએ શું કર્યું  એ નહીં પણ ભાજપે કયાં વચનો આપ્યાં હતાં તેના આધારે મત આપશે?
નહેરુ-ઈન્દિરાએ શું કર્યું  એ નહીં પણ ભાજપે કયાં વચનો આપ્યાં હતાં તેના આધારે મત આપશે?
આઈટી, સીબીઆઈ, ઈડી પોપટ કરતાં પણ બદતર થઈ ગયા છે
આઈટી, સીબીઆઈ, ઈડી પોપટ કરતાં પણ બદતર થઈ ગયા છે

ભાસ્કર ન્યુઝ નેટવર્ક: મોદી સરકારની નીતિ અને કામની પદ્ધતિની ટીકા કરી રહેલા ભૂતપૂર્વ નાણાં અને વિદેશમંત્રી 81 વર્ષીય યશવંત સિંહા સાથે વાત કરી ભાસ્કરના ધર્મેન્દ્રસિંહ ભદૌરિયાએ.

સવાલ : 2019ની ચૂંટણીમાં તમારી ભૂમિકા શું હશે?
જવાબ : હું ચૂંટણી લડીશ નહીં. કોઈ પક્ષનો પ્રચાર પણ નહીં કરું. મુદ્દાઓ પર વાત જરૂર રજૂ કરીશ, પછી તે વર્તમાન સરકારની તરફેણમાં હોય કે વિરોધમાં.


સવાલ :તમે મંચ બનાવ્યો છે પરંતુ તે કાગળથી આગળ વધી શક્યો નથી? કાર્યકરો કેવી રીતે આવશે?
જવાબ : દિલ્હીમાં 30 જાન્યુઆરીએ મંચ લોન્ચ કર્યો ત્યારે મેં કહ્યું હતું કે તેના કોઈ પદાધિકારી અથવા સભ્ય નહીં હોય. આ એક આંદોલન છે.


સવાલ :એવું શું થયું કે તમે મોદી સરકારનો વિરોધ કરવા લાગ્યા?
જવાબ : અનેક ખોટી વાતો થઈ રહી છે, તેના અંગે મેં અવાજ ઉઠાવ્યો. પછી એમ થયું કે પક્ષમાં છો અને પક્ષનો જ વિરોધ કરી રહ્યા છો તો પક્ષ છોડી દો.

સવાલ :ડો. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે કે કર્ણાટકમાં વડાપ્રધાને જે ભાષાનો ઉપયોગ કર્યો તે કરવાની જરૂર નહોતી. તમે શું માનો છો?
જવાબ : ક્યારેક ક્યારેક જીભ લપસી જાય છે. અમારી પણ લપસે છે, પરંતુ વડાપ્રધાનની લપસવી ન જોઈએ. મર્યાદામાં રહીને હકીકતો સાથે વાત રજૂ કરે અને સાચી ન હોય તેવી વાત રજૂ કરવી જોઈએ નહીં.


સવાલ : તો શું કર્ણાટકમાં વડાપ્રધાને મર્યાદાનું ધ્યાન ન રાખ્યું અને હકીકતોથી અલગ બોલ્યા?
જવાબ : હું માત્ર કર્ણાટકની જ વાત નથી કરતો. વડાપ્રધાનજીએ જેટલાં પણ ભાષણ આપ્યાં છે તેમાં અનેક વખત બે વસ્તુ થઈ છે - એક, મર્યાદાનો ભંગ. બીજું હકીકત દોષ. ગુજરાત ચૂંટણીમાં મનમોહનસિંહ પર આરોપ લગાવ્યો કે તે પાકિસ્તાન સાથે મળી ગયા છે. તે એકદમ અયોગ્ય હતો. મણિશંકર ઐયરે મને પણ ડિનર પર બોલાવ્યો હતો, તે સમયે તો હું ભાજપમાં જ હતો. હું જઈ ન શક્યો. દિલ્હીમાં હોત તો જરૂર જાત. તો મારા પર પણ ગુજરાતની ચૂંટણીમાં આરોપ લાગ્યો હોત કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી સાથે મળીને ષડ્યંત્ર કરી રહ્યા છે. ક્યારેક કર્ણાટકમાં તેમણે જનભાવનાઓને ભડકાવવા માટે કહ્યું કે જનરલ થિમૈય્યા અને જનરલ કરીઅપ્પા સાથે કોંગ્રેસ પક્ષે દુર્વ્યવહાર કર્યો. જૂની વાતો ઊઠાવી રહ્યા છે, વર્ષ 1948, 1950ની. જે હકીકતની દૃષ્ટિએ પણ ખોટું છે. થિમૈય્યા 1948માં કમાન્ડર ઈન ચીફ નહોતા. કોઈ અંગ્રેજ હતો. એક મહત્વપૂર્ણ વાત કહેવા માગું છું કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં લોકો નિર્ણય એ જોઈને નહીં કરે કે પંડિત નહેરુએ શું કર્યું ? ઈન્દિરા ગાંધીએ કર્યું? તેઓ એ જોઈને કરશે કે ભાજપે કયાં વચનો આપ્યાં હતાં અને તેનું શું થયું? એ મુખ્ય મુદ્દા હશે. તેના પર વાત કરવી જોઈએ.


સવાલ : જ્યારે અરુણ જેટલીએ કહ્યું કે જોબ એપ્લિકન્ટ એટ 80 યર, ત્યાર બાદ જ તમે આટલા નારાજ થઈ ગયા?
જવાબ : ના, મેં એક લેખમાં દેશની આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેના પર ઘણો જ હોબાળો થયો. ત્યાર બાદ સરકાર તરફથી તેમને નીચલા સ્તર પર પહોંચાડવાનો પ્રયાસ થયો. બીજા દિવસે મારા પુત્રે પણ એક લેખ લખ્યો. એ અંગે જણાવવાનો પ્રયાસ થયો કે પિતા-પુત્રમાં ઝઘડો થઈ ગયો છે. હું તેનાથી બચીને નીકળી ગયો. બીજી વાત, એ વાતને પર્સનલ બનાવો કે મને નોકરી (પદ) જોઈએ, જેથી લોકો મુદ્દાથી ભટકી જાય. મેં બંનેને નકારી કાઢ્યા. મેં જ નહીં, બધાએ નકારી કાઢ્યા.


સવાલ : તમારા પુત્ર જયંત ભાજપમાંથી હજારીબાગ સાથે ચૂંટણી લડશે તો તમે શું કરશો ?
જવાબ : એ જોઈશું. અત્યારે ચૂંટણીમાં એક વર્ષનો સમય છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી. તો તે પક્ષ માટે વોટ કેવી રીતે માગી શકું છું ? હજી થોડો વધુ સમય જવા દો. ત્યાર બાદ અમારું આગળનું વલણ શું હશે, તેમનું વલણ શું હશે, તે સ્પષ્ટ થશે.

આગળ વાંચો: આઈટી, સીબીઆઈ, ઈડી પોપટ કરતાં પણ બદતર થઈ ગયા છે

X
નહેરુ-ઈન્દિરાએ શું કર્યું  એ નહીં પણ ભાજપે કયાં વચનો આપ્યાં હતાં તેના આધારે મત આપશે?નહેરુ-ઈન્દિરાએ શું કર્યું  એ નહીં પણ ભાજપે કયાં વચનો આપ્યાં હતાં તેના આધારે મત આપશે?
આઈટી, સીબીઆઈ, ઈડી પોપટ કરતાં પણ બદતર થઈ ગયા છેઆઈટી, સીબીઆઈ, ઈડી પોપટ કરતાં પણ બદતર થઈ ગયા છે
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી