ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Assembly election analysis Tripura Nagaland and Meghalaya

    ચૂંટણી જીતવાના મામલે મોદી ઈન્દિરાથી વધુ તાકતવર, 14 રાજ્યોમાં 21 જીત

    Divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 09:22 AM IST

    ત્રિપુરામાં ભાજપ 25 વર્ષ જૂની લેફ્ટના ગઢમાં ગાબડું પાડ્યું છે.
    • નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેતાં 4 વર્ષમાં 21 ચૂંટણીઓ થઈ. જેમાં 14 રાજ્યોમાં ભાજપે જીત હાંસલ કરી છે (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેતાં 4 વર્ષમાં 21 ચૂંટણીઓ થઈ. જેમાં 14 રાજ્યોમાં ભાજપે જીત હાંસલ કરી છે (ફાઈલ)

      નવી દિલ્હીઃ નોર્થઇસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરિણામમાં ભાજપે આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્રિપુરામાં તેને 25 વર્ષ જૂની લેફ્ટના ગઢમાં ગાબડું પાડ્યું છે. 46 વર્ષ પછી પૂર્વોત્તરના 7 રાજ્યોમાંથી 4થી વધુમાં કોઈએક પાર્ટીની સરકાર છે. શનિવારે આવેલાં પરિણામોમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતીના મામલે દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાછળ છોડી દીધાં છે. છેલ્લાં 4 વર્ષમાં મોદીએ તેમનાં કરતાં વધુ ચૂંટણીઓ જીતી છે. 25 વર્ષમાં પહેલાં ભાજપનો નારો હતો, 'આજે 4 પ્રદેશ, કાલે સમગ્ર દેશ.' પરંતુ આજે ભાજપની પાસે સમગ્ર દેશ છે અને કોંગ્રેસ માત્ર 4 પ્રદેશમાં જ બચ્યું છે.

      કઈ રીતે ઈન્દિરાથી આગળ નીકળ્યાં મોદી?


      - નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેતાં 4 વર્ષમાં 21 ચૂંટણીઓ થઈ. જેમાં 14 રાજ્યોમાં ભાજપે જીત હાંસલ કરી છે.
      - ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 4 વર્ષમાં 19 ચૂંટણી થઈ હતી. જેમાંથી 13 રાજ્યોમાં કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી હતી.

      ભાજપની પાસે સમગ્ર દેશ, કોંગ્રેસની પાસે માત્ર 4 પ્રદેશ


      - 27 વર્ષમાં ભાજપ 15 રાજ્યોમાં પોતાના દમ પર અને 6 રાજ્યોમાં ગઠબંધનની સાથે મનમેળ સાધી સત્તામાં આવ્યું છે.
      - દેશના 77% વિસ્તારમાં ભાજપનું શાસન છે. હવે 68% વસ્તી અને 59% ઈકોનોમી પણ ભાજપ સાશિત છે.
      - ભાજપના હવે 7 હિંદી ભાષી રાજ્યો ન હોય તેવા ક્ષેત્રોમાં મુખ્યમંત્રી છે. આ સાથે ભાજપ પરથી હિંદી બેલ્ટની પાર્ટી હોવાનો મહેણું મટ્યું છે.
      - તો કોંગ્રેસ પંજાબ, કર્ણાટક, મિઝોરમ, પુડ્ડુચેરી ( કેન્દ્ર શાસિત પ્રદેશ)માં જ બચ્યું છે. હવે કર્ણાટક અને મિઝોરમમાં પણ ચૂંટણી યોજાવવાની છે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • 27 વર્ષમાં ભાજપ 15 રાજ્યોમાં પોતાના દમ પર અને 6 રાજ્યોમાં ગઠબંધનની સાથે મનમેળ સાધી સત્તામાં આવ્યું છે (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      27 વર્ષમાં ભાજપ 15 રાજ્યોમાં પોતાના દમ પર અને 6 રાજ્યોમાં ગઠબંધનની સાથે મનમેળ સાધી સત્તામાં આવ્યું છે (ફાઈલ)

      નવી દિલ્હીઃ નોર્થઇસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના પરિણામમાં ભાજપે આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્રિપુરામાં તેને 25 વર્ષ જૂની લેફ્ટના ગઢમાં ગાબડું પાડ્યું છે. 46 વર્ષ પછી પૂર્વોત્તરના 7 રાજ્યોમાંથી 4થી વધુમાં કોઈએક પાર્ટીની સરકાર છે. શનિવારે આવેલાં પરિણામોમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણી જીતીના મામલે દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાછળ છોડી દીધાં છે. છેલ્લાં 4 વર્ષમાં મોદીએ તેમનાં કરતાં વધુ ચૂંટણીઓ જીતી છે. 25 વર્ષમાં પહેલાં ભાજપનો નારો હતો, 'આજે 4 પ્રદેશ, કાલે સમગ્ર દેશ.' પરંતુ આજે ભાજપની પાસે સમગ્ર દેશ છે અને કોંગ્રેસ માત્ર 4 પ્રદેશમાં જ બચ્યું છે.

      કઈ રીતે ઈન્દિરાથી આગળ નીકળ્યાં મોદી?


      - નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેતાં 4 વર્ષમાં 21 ચૂંટણીઓ થઈ. જેમાં 14 રાજ્યોમાં ભાજપે જીત હાંસલ કરી છે.
      - ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 4 વર્ષમાં 19 ચૂંટણી થઈ હતી. જેમાંથી 13 રાજ્યોમાં કોંગ્રેસે જીત પ્રાપ્ત કરી હતી.

      ભાજપની પાસે સમગ્ર દેશ, કોંગ્રેસની પાસે માત્ર 4 પ્રદેશ


      - 27 વર્ષમાં ભાજપ 15 રાજ્યોમાં પોતાના દમ પર અને 6 રાજ્યોમાં ગઠબંધનની સાથે મનમેળ સાધી સત્તામાં આવ્યું છે.
      - દેશના 77% વિસ્તારમાં ભાજપનું શાસન છે. હવે 68% વસ્તી અને 59% ઈકોનોમી પણ ભાજપ સાશિત છે.
      - ભાજપના હવે 7 હિંદી ભાષી રાજ્યો ન હોય તેવા ક્ષેત્રોમાં મુખ્યમંત્રી છે. આ સાથે ભાજપ પરથી હિંદી બેલ્ટની પાર્ટી હોવાનો મહેણું મટ્યું છે.
      - તો કોંગ્રેસ પંજાબ, કર્ણાટક, મિઝોરમ, પુડ્ડુચેરી ( કેન્દ્ર શાસિત પ્રદેશ)માં જ બચ્યું છે. હવે કર્ણાટક અને મિઝોરમમાં પણ ચૂંટણી યોજાવવાની છે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Assembly election analysis Tripura Nagaland and Meghalaya
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `