Home » National News » Latest News » National » પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today

નેપાળ વગર અમારા રામ અધૂરા; આપણાં સંબંધ અમર- PM મોદી

Divyabhaskar.com | Updated - May 12, 2018, 11:24 AM

ગયા મહિને જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી તેમની પહેલી વિદેશ યાત્રા પર ભારત આવ્યા હતા

 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +14બીજી સ્લાઈડ્સ જુઓ
  મોદીએ શુક્રવારે ઐતિહાસિક જાનકી મંદિરમાં દર્શન કર્યા.

  કાઠમંડુ: નરેન્દ્ર મોદી શુક્રવારે બે દિવસની નેપાળ યાત્રા પર છે. સૌથી પહેલાં તેઓએ ઐતિહાસિક જનકપુર સ્થિત જાનકી મંદિરમાં દર્શન કર્યાં. જ્યાં તેઓએ મંજીરા પણ વગાડ્યાં હતા. જે બાદ PM મોદી અને નેપાળના વડાપ્રધાન ઓલીએ અયોધ્યા-જનકપુર વચ્ચેની બસ સેવાને લીલી ઝંડા બતાવી પ્રારંભ કરાવ્યો. 4 વર્ષમાં આ તેમની ત્રીજી મુલાકાત છે. બંને દેશો વચ્ચે નબળા થતા જતા વિશ્વાસ અને નેપાળમાં ચીનના વધતા જતા રસના કારણે મોદીની આ યાત્રા રાજકીય ક્ષેત્રે પણ મહત્વની માનવામાં આવે છે.

  મોડો આવ્યો તે બદલ માફી માંગુ છું- મોદી

  - મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, "પહેલી વખત નેપાળ આવ્યો હતો તો બંધારણ સભામાં જ કહ્યું હતું કે વ્હેલાસર જનકપુર આવીશ. સૌથી પહેલાં તમારા બધાંની માફી માંગુ છું કેમકે મને આવવામાં મોડું થઈ ગયું. પરંતુ મન કરે છે કે સંભવતઃ સીતા મૈયાએ આજે ભદ્રકાળી એકાદશીના દિવસે જ મને દર્શન આપવાનો પ્રણ કર્યો હશે."
  - "ભારત અને નેપાળ બે દેશ પરંતુ અમારી મિત્રતા આજથી નહીં ત્રેતા યુગથી છે. રાજા નજક અને રાજા દશરથે માત્ર જનકપુર અને અયોધ્યાને જ નહીં પરંતુ ભારત અને નેપાળને પણ મિત્રતાના બંધનમાં બાંધી દીધું હતું."
  - "આ બંધન લુંબિનીમાં રહેતા લોકોને બોધગયા લઈ જાય છે. આ જ સ્નેહ, આ જ આસ્થા આજે મને જનકપુર ખેંચીને લઈ આવ્યો છે. આ સન્માન યુગોથી ચાલતો આવ્યો છે."
  - "નેપાળ વગર ભારતની આસ્થા અધૂરી છે. નેપાળ વગર ભારતનો વિશ્વાસ અધૂરો છે, ઈતિહાસ અધૂરો છે. નેપાળ વગર અમારા ધામ અધૂરા, નેપાળ વગર અમારા રામ પણ અધૂરા."

  વિશ્વભરમાં મિથિલા સંસ્કૃતિનું સ્થાન ઘણું ઉપર

  - મોદીએ કહ્યું, "મિથિલાની તુલસી ભારતના આંગણામાં શુચિતા અને મર્યાદાની સુગંધ ફેલાવે છે. તેવી જ રીતે ભારત અને નેપાળની મિત્રતા તેને ખેંચે છે."
  - "વિશ્વભરમાં મિથિલા સંસ્કૃતિનું સ્થાન ઘણું ઉપર છે. કવિ વિદ્યાપતિની રચનાઓ આજે પણ ભારત અને નેપાળ બંનેના સાહિત્યમાં મળેલી છે. જનકપુર ધામ આવીને તમારા લોકોનું પોતીકુપણું જોઈને એવું નથી લાગતું કે હું કોઈ બીજી જગ્યાએ પહોંચી ગયો છું."
  - "નેપાળ અધ્યાત્મ અને દર્શનનું કેન્દ્ર છે. લુંબિની જ્યાં ભગવાનનો જન્મ થયો. જનકની નગરી સીતા માતાના કારણે સ્ત્રી ચેતનાની ગંગોત્રી બની. સીતા માતાનો ત્યાગ, સમર્પણ અને સંઘર્ષની ભૂમિ છે. આ તે ધરતી છે જેને દેખાડ્યું કે દીકરીને કઈ રીતે સન્માન આપવામાં આવે છે."

  બંને દેશ મળીને રામાયણ સર્કિટ યોજના આગળ વધારી રહ્યાં છે- PM મોદી

  - નેપાળના જનકપુરમાં સભા સંબોધતાં વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ નેપાળ સરકારનો આભાર માન્યો હતો.
  - PM મોદીએ કહ્યું કે, જનકપુરમાં માતા જાનકીને પ્રણામ કરવાનું સૌભાગ્ય મળ્યું. હું ભારતનો પહેલો વડાપ્રધાન છું જેને જનકપુરમાં આવીને પૂજા કરી.
  - રામાયણ સર્કિટ ભારત-નેપાળ માટે ઘણું જ મહત્વનું છે. આજે વિશ્વમાં ટૂરિઝમ તેજ ગતિએ વધી રહ્યું છે. આપણે બંને દેશે મળીને રામાયણ સર્કિટની યોજનાને આગળ વધારી રહ્યાં છીએ.
  - મારા માટે ખુશીની વાત છે કે જે યુપીના બનારસે મને વડાપ્રધાન બનાવ્યો તે જ યુપીના અયોધ્યથી જનકપુર બસ સર્વિસ શરૂ થઈ રહી છે.

  જનકપુરથી અયોધ્યા બસ સેવાનો પ્રારંભ

  - ભારત અને નેપાળના વડાપ્રધાન રામાયણ સર્કિટમના રુટ પર બસ સેવા શરૂ કરશે. આ સેવા જનકપુરને અયોધ્યા સાથે જોડશે. મોદી સરકારની સ્વદેશ દર્શન યોજનાને13 સર્કિટમાં સામેલ કરવામાં આવી છે.

  - નરેન્દ્ર મોદી જનકપુર જનારા પહેલાં વડાપ્રધાન છે. જાનકી મંદિરના પુજારી રામ તપેશ્વર દાસ વૈષ્ણવે જણાવ્યું કે, મોદી પહેલાં પૂર્વ ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી, જ્ઞાની જેલ સિંહ અને પ્રણબ મુખરજી ભગવાન રામ અને સીતાજીના મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે.
  - ત્યારપછી શનિવારે મોદી ઉત્તર-પશ્ચિમ નેપાળના મસ્તંગ જિલ્લામાં આવેલા મુક્તિનાથ મંદિરે દર્શન કરવા જશે.

  હાઈડ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે મોદી

  - વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા સમજૂતી કરાર થવાની શક્યતા છે. તેમાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ સામેલ છે. મોદી આ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. તેનાથી 900 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થવાની શક્યતા છે અને આ પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂરો કરવામાં આવશે.
  - નોંધનીય છે કે, આ પ્રોજેક્ટમાંથી વિશ્વ બેન્કે તેમનો હાથ પરત ખેંચ્યા પછી ભારતીય કંપનીને તેના કંસ્ટ્રક્શનની જવાબદારી મળી છે. નેપાળ સરકારે તાજેતરમાં જ ભારતીય કંપનીને વીજળી ઉત્પાદનનું લાયસન્સ આપ્યું છે.

  મોદીના નેપાળ પ્રવાસની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
  નેપાળ વગર અમારા રામ અધૂરા છે- મોદી
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદીને 121 કિલોની ફુલમાળા પહેરાવી અભિવાદન કર્યું હતું
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  નેપાળમાં PM મોદીને ભેટ આપવામાં આવી હતી
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  નેપાળમાં વડાપ્રધાન મોદી
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદી અને વડાપ્રધાન ઓલીએ લીલી ઝંડી બતાવી જનકપુરથી અયોધ્યા બસ સેવાનો પ્રારંભ કરાવ્યો
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  નેપાળના જનકપુરથી અયોધ્ય સુધી બસ સેવા શરૂ
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદીએ જનસભા સંબોધતા નેપાળનો સરકાર આભાર માન્યો હતો અને રામાયણ સર્કિટથી ટૂરિઝમ વધશે તેમ જણાવ્યું હતું
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદીએ જાનકી મંદિરમાં દર્શન કર્યા
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  નેપાળના જનકપુરના જાનકી મંદિરમાં PM મોદી
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદી અને નેપાળના વડાપ્રધાન જાનકી મંદીરમાં
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  PM મોદી જાનકી મંદીર પહોંચ્યા ત્યારે નેપાળના વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદી જાનકી પહોંચ્યા તે સમયની તસવીર
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  નેપાળના બે દિવસના પ્રવાસના ભાગ રૂપે મોદી જનકપુર પહોંચ્યા.
 • પીએમ મોદીની આજથી બે દિવસની નેપાળ યાત્રા| Narendra Modi 2 Days Nepal Visit from today
  જનકપુર એરપોર્ટ પર PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ