રાજનીતિ / નાયડૂના ધરણા બન્યાં રાજનૈતિક કવાયત, અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પાકિસ્તાનના પીએમ ગણાવ્યા

n chandrababu naidu chief minister andhra pradesh on strike at andhra bhawan new delhi live

Divyabhaskar

Feb 11, 2019, 05:43 PM IST

નવી દિલ્હી: આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાની જીદે ચઢેલા સીએમ ચંદ્રબાબુ નાયડૂ આ મામલાને હવે દિલ્હીમાં મોદી વિરોધી મોર્ચાનું નેતૃત્વ કરવાનો એક મંચ બનાવ્યો હતો. ચંદ્રબાબૂના આ ધરણાને અનેક દળોએ સમર્થન આપ્યું હતુ. ધરણા સ્થળે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મંચ પર આવીને નાયડૂનું સમર્થન કર્યુ હતુ.

વડાપ્રધાન પાકિસ્તાનના PM હોય તેવો વર્તાવ કરે છે- કેજરીવાલઃ આ કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ નાયડૂના સમર્થન માટે આંધ્રભવન પહોંચ્યા હતા. મંચથી સંબોધન કરતા કેજરીવાલે વડાપ્રધાન મોદી પર પાકિસ્તાનના વડાપ્રધાન હોય એવો વર્તન કરવાનો આરોપ કર્યો હતો. કેજરીવાલે કહ્યુ કે જ્યારે કોઇ રાજ્યનો મુખ્યમંત્રી બને છે તો એ પૂરા રાજ્યનો મુખ્યમંત્રી હોય છે. એવી જ રીતે કોઇ વડાપ્રધાન બને છે તો એ કોઇ પાર્ટીનો નહિ પરંતુ પૂરા દેશનો પીએમ હોય છે. પણ જ્યારે વડાપ્રધાન મોદી વિપક્ષી રાજ્યોની સરકારોને સાથે વ્યવહાર કરે છે તો એવી રીતે વ્યવહાર કરે છે કે પીએમ હિંદુસ્તાનના નહિ પરંતુ પાકિસ્તાનના પીએમ હોય ! ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યની સહાયતા મળે તે માટે નાયડૂએ સત્તારૂઢ એનડીએ સરકાર પર બહુ દબાણ લાવ્યા અંતે તેમા સફળતા ન મળતા તેમણે મોદી સરકાર સાથેનો સંબધ પણ પૂરો કર્યો હતો. હાલમાં મોદી વિરોધી મોરચાને આકાર આપવામાં નાયડૂ પણ સતત મહેનત કરી રહ્યા છે.

X
n chandrababu naidu chief minister andhra pradesh on strike at andhra bhawan new delhi live
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી