Home » National News » Latest News » National » સુસાઈડના આગલા દિવસે એક મહિલાને રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ભૈયુજી મહારાજ| woman who met Bhaiyyuji maharaj before suicide one day

મોતના આગલા દિવસે ભૈયુજી મળ્યાં કોઈ મહિલાને, કોણ હતી તે રહસ્ય

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 02:11 PM

ભૈયુજી મહારાજ રેસ્ટોરન્ટમાં એક કલાક રોકાયા હતા, મહિલા સાથે વિવાદ થયો હોવાની પણ માહિતી મળી

  • ભૈયુજી મહારાજ એક મહિલાને મળવા માટે હોટલમાં ગયા હતા

    ઈન્દોર: આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે મંગળવારે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. તેમણે તેમના સિલ્વર સ્પ્રિંગમાં આવેલા ઘરમાં ડાબા કાન પર પિસ્તોલ રાખીને પોતાની જાતને ગોળી મારી દીધી. તેમણે દોઢ પેજની સુસાઈડ નોટ પણ મૂકી છે. પોલીસ હવે આ કેસમાં ઘણાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ દરમિયાન ભૈયુજી મહારાજનો એક મહિલા સાથેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયો સુસાઈડના એક દિવસ પહેલાનો માનવામાં આવે છે.

    સુસાઈડના આગલા દિવસે એક મહિલાને રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ભૈયુજી


    - સૂત્રોના જણાવ્યાં પ્રમાણે સુસાઈડના એક દિવસ પહેલાં સોમવારે બપોરે અંદાજે 3.30 વાગે ભૈયુજી મહારાજ એક મહિલાને 'અપના સ્વીટ્સ' નામની એક રેસ્ટોરાંમાં મળ્યા હતા.
    - ભૈયુજી મહારાજ અહીં એક કલાક રોકાયા હતા અને તેમણે માત્ર જ્યૂસ પીધો હતો.
    - મહિલા લાલ કલરની કુર્તીમાં ભૈયુજી મહારાજને મળવા આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં તેમની વચ્ચે સામાન્ય વિવાદ પણ થયો હતો.
    - જોકે અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મહિલા કોઈ એડ્મિશનના મામલે અહીં ભૈયુજી મહારાજને મળવા આવી હતી.
    - મહિલા કોણ હતી અને તેમની વચ્ચે શું વાતચીત થઈ હતી તે વિશે હજુ કોઈ સ્પષ્ટ ખુલાસો થયો નથી.
    - નોંધનીય છે કે, આ પહેલાં પણ ભૈયુજી મહારાજ અમુક મહિલાઓને લઈને પહેલાં પણ વિવાદમાં રહી ચૂક્યા છે.

    2005માં એક મહિલા ભૈયુજી મહારાજ પર લગાવ્યો હતો ગંભીર આરોપ


    - 2005માં સીમા વાનખેડે નામની મહિલાએ ભૈયુજી મહારાજ પર આરોપ લગાવ્યો હતો કે, ભૈયૂજી મહારાજે તેની સાથે લગ્ન કરીને તેને છોડી દીધી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ભૈયુજી મહારાજથી તેને એક દીકરો પણ છે.
    - આ સિવાય જ્યારે ભૈયૂજી મહારાજે બીજા લગ્ન કર્યા હતા ત્યારે મલ્લિકા રાજપૂત નામની એક એક્ટ્રેસે તેને મોહજાળમાં ફસાવી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    આ પણ વાંચો: આત્મહત્યા કર્યા પહેલાના 7 કલાકમાં ભૈયુજી મહારાજે કર્યા આ 7 ટ્વિટ

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • સુસાઈડના આગલા દિવસે એક મહિલાને રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ભૈયુજી મહારાજ| woman who met Bhaiyyuji maharaj before suicide one day
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    સુસાઈડના આગલા દિવસે એક મહિલાને મળ્યા હતા ભૈયુજી મહારાજ
  • સુસાઈડના આગલા દિવસે એક મહિલાને રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ભૈયુજી મહારાજ| woman who met Bhaiyyuji maharaj before suicide one day
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાયુજી મહારાજે બે લગ્ન કર્યા છે
  • સુસાઈડના આગલા દિવસે એક મહિલાને રેસ્ટોરન્ટમાં મળ્યા હતા ભૈયુજી મહારાજ| woman who met Bhaiyyuji maharaj before suicide one day
    આ પહેલાં પણ મહિલાઓના વિવાદમાં ફસાયેલા છે ભૈયુજી મહારાજ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending