રાહુલે જાણી લે, મારાથી ભૂલ થઇ પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે- શાહ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિતશાહ ની ભૂલને લઈ કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 02:56 PM
અમિત શાહે કર્ણાટકમાં બીજેપી અને સંઘ કાર્યકર્તાઓની હત્યા પર સિદ્ધારમૈયા સરકારને ઘેરી. (ફાઇલ)
અમિત શાહે કર્ણાટકમાં બીજેપી અને સંઘ કાર્યકર્તાઓની હત્યા પર સિદ્ધારમૈયા સરકારને ઘેરી. (ફાઇલ)

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિત શાહ અને તેમના અનુવાદકની ભૂલને લઈને કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો. મૈસૂરમાં શુક્રવારે તેની પર બીજેપી અધ્યક્ષે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે, હું ભૂલથી સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટ કહી દીધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી મજા લેવા લાગી. રાહુલ ગાંધીને મારે કહેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની 224 સીટો પર 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 મેના રોજ જાહેર થશે.

મૈસૂર. કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અમિત શાહ અને તેમના અનુવાદકની ભૂલને લઈને કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયામાં ખૂબ કટાક્ષ કર્યો. મૈસૂરમાં શુક્રવારે તેની પર બીજેપી અધ્યક્ષે પલટવાર કર્યો. અમિત શાહે કહ્યું કે, હું ભૂલથી સિદ્ધારમૈયાની જગ્યાએ યેદિયુરપ્પા સરકારને ભ્રષ્ટ કહી દીધી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી મજા લેવા લાગી. રાહુલ ગાંધીને મારે કહેવું છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ કર્ણાટકની જનતા નહીં કરે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટક વિધાનસભાની 224 સીટો પર 12 મેના રોજ મતદાન થશે અને પરિણામ 15 મેના રોજ જાહેર થશે.


સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે- અમિત શાહ

- અમિત શાહે મૈસૂરમાં કહ્યું, 'સિદ્ધારમૈયા સરકારનો અંત નજીક છે અને ટૂંક સમયમાં જ બીજેપીની સરકાર બનશે અને અહીં ન્યાય થશે.'
- 'હું કોંગ્રેસ શાસનમાં થઈ રહેલી આરએસએસ અને બીજેપી કાર્યકર્તાઓની હત્યાની કડક નિંદા કરું છું. 24થી વધુ હત્યાઓ થઈ ચૂકી છે પરંતુ પોલીસ કંઈ નથી કરતી. હત્યારાઓ ખુલેઆમ ફરી રહ્યા છે.'
- 'બીજેપી સત્તામાં આવતા જ આ મામલામાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે.'
- આ પહેલા અમિત શાહે બીએસ યેદિયુરપ્પાની સાથે મૈસૂરના પૂર્વ રાજઘરાનાના લોકો સાથે મુલાકાત કરી. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર પણ ઉપસ્થિત હતા.

બીજેપીનું 'અહિંદા કાર્ડ'

- કર્ણાટક ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ સરકારે લિંગાયત કાર્ડ રમ્યું તો તેના દબાણમાં આવી બીજેપીએ હવે પલટવારની તૈયારી કરી લીધી છે.

- રાજ્યમાં કોંગ્રેસ સરકારને સત્તામાંથી બહાર કરાવવા માટે બીજેપીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના માસ્ટર સ્ટ્રોકને ખુદ પોતાની વિરુદ્ધ ઉપયોગ કરી હિસાબ બરાબર કરવાની યોજના બનાવી છે.
- તેના માટે બીજેપીએ સિદ્ધારમૈયાના વોટ બેન્ક કહેવાતા અહિંદા (માઇનોરિટીજ, બેકવર્ડ ક્લાસિસ, દલિતોનું કન્નડમાં શોર્ટ ફોર્મ)ને તોડવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.

અમિત શાહે મૈસૂરમાં બીજેપી કાર્યકર્તા રાજુના પરિવારને સાંત્વન આપ્યું.
અમિત શાહે મૈસૂરમાં બીજેપી કાર્યકર્તા રાજુના પરિવારને સાંત્વન આપ્યું.
X
અમિત શાહે કર્ણાટકમાં બીજેપી અને સંઘ કાર્યકર્તાઓની હત્યા પર સિદ્ધારમૈયા સરકારને ઘેરી. (ફાઇલ)અમિત શાહે કર્ણાટકમાં બીજેપી અને સંઘ કાર્યકર્તાઓની હત્યા પર સિદ્ધારમૈયા સરકારને ઘેરી. (ફાઇલ)
અમિત શાહે મૈસૂરમાં બીજેપી કાર્યકર્તા રાજુના પરિવારને સાંત્વન આપ્યું.અમિત શાહે મૈસૂરમાં બીજેપી કાર્યકર્તા રાજુના પરિવારને સાંત્વન આપ્યું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App