ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» મિલકતના ભાગલા વિવાદમાં બે મહિનાની બાળકીને કરી લોહી લૂહાણ| Murder Of Two Month Old Girl Controversy In Property

    ક્રૂરતા: મિલકતના ભાગલા વિવાદમાં બે મહિનાની બાળકીને કરી લોહી લુહાણ

    divyabhaskar.com | Last Modified - May 05, 2018, 10:54 AM IST

    એડિશનલ એસપી ગુરુશરણ સિંહનું કહેવું છે કે, અમે હાલ ફરિયાદ નોંધી લીધી છે, ઘટનાની તપાસ ચાલુ છે
    • ક્રૂરતા: મિલકતના ભાગલા વિવાદમાં બે મહિનાની બાળકીને કરી લોહી લુહાણ
      ક્રૂરતા: મિલકતના ભાગલા વિવાદમાં બે મહિનાની બાળકીને કરી લોહી લુહાણ

      ભિંડ: જમીન-મિલકતના ભાગલાનો ઝઘડો એટલી હદે વધી ગયો કે તે દરમિયાન એક બે મહિનાની બાળકીને જમીન પર પટકીને તેને મારી દેવાની ઘટના સામે આવી છે. બાળકીના પિતાએ હત્યાનો આરોપ તેના પિતા અને ભાઈઓ પર લગાવ્યો છે. જ્યારે બાળકીની દાદીનું કહેવું છે કે, હત્યા બાળકીના પિતાએ જ કરી છે. મારા પતિ અને બંને દીકરાઓનો કોઈ વાંક નથી. હાલ પોલીસે હત્યાની ફરિયાદ નોંધીને બાલકીના કાકા અને દાદાની ધરપકડ કરી લીધી છે.

      બાળકીના કાન અને મોઢામાંથી નીકળી રહ્યું હતું લોહી


      - સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોહદના વોર્ડ નંબર 13માં રહેતા ઉમેશ રાઠોડનો બુધવારે તેના પિતા કામતા પ્રસાદ અને બે ભાઈઓ રાજકુમાર અને બૃજેશ સાથે ઝઘડો થયો હતો. સાંજે 6 વાગે ઉમેશ તેની બે મહિનાની લોહીથી લથબથ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેણે જણાવ્યું કે, સંપતિ ભાગલા વિવાદમાં મારા પિતા અને ભાઈઓએ મારી દીકરીને મારી નાખી. બાળકીના મોઢા અને કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. પોલીસ તુરંત બાળકીના કાકા અને દાદા સામે ફરિયાદ નોંધી લીધી અને બાળકીને હોસ્પિટલ મોકલી હતી. હોસ્પિટલમાં ડોક્ટર્સે બાળકીને મૃત જાહેર કરી હતી. ત્યારપછી આરોપીઓ સામે હત્યાની ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.

      અમને ફસાવવા બાળકીની હત્યા પિતાએ જ કરી


      - બાળકીની હત્યા વિશે તેની દાદી જયંતશ્રીએ જણાવ્યું કે, મારો દિકરો ઉમેશ આવારા અને બદમાશ જેવો છે. તેણે જમીન અને મિલકતના ભાગલા ન પડતાં ગુસ્સામાં આવીને તેની દીકરીની હત્યા કરી દીધી છે અને હવે અમને ફસાવવા માટે તે તેના પિતા અને ભાઈઓ ઉપર આવો આરોપ લગાવી રહ્યો છે. જયંતીશ્રીએ કહ્યું કે, ઉમેશે આ પહેલાં મારી 27 વર્ષની દીકરીને પણ મરાવડાવી છે. બીજીબાજુ એડિશનલ એસપી ગુરુશરણ સિંહનું કહેવું છે કે, અમે હાલ ફરિયાદ નોંધી લીધી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

      મને રસ્તામાં ઘેરીને માર્યો, મારી બાળકીની કરી હત્યા


      - હું બજારથી નાસ્તો કરીને આવતો હતો. આ દરમિયાન મારા ભાઈઓ મારી પત્નીને મારતા હતા. આ જોઈને તેને બચાવવા હું વચ્ચે પડ્યો. ત્યારપછી અમે ઘરેથી બહાર નીકળ્યા ત્યારે મને અને મારી પત્નીને ભાનુ ઘટિયાના ઘર પાસે ઘેરી લીધા હતો. ત્યાંથી અમે બચીને નીકળ્યા અને અમે એંચાયા રોડ પોલીસ સ્ટેશન જવા નીકળ્યા ત્યારે પણ અમને રસ્તામાં મારા ભાઈઓ અને સંબંધીઓએ ઘેરી લીધા હતા. મારા ભાઈઓ મને માર્યો, મારા માસીએ મારી પત્નીને મારી અને આ દરમિયાન મારી બે મહિનાની દીકરીને ખેંચીને જમીન પર પછાડી હતી.
      - આવું બાળકીના પિતાએ ભાસ્કર.કોમને જણાવ્યું હતું.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મિલકતના ભાગલા વિવાદમાં બે મહિનાની બાળકીને કરી લોહી લૂહાણ| Murder Of Two Month Old Girl Controversy In Property
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top