Home » National News » Desh » મથુરામાં પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો| Murder Of Close Friend in Mathura

બેગમાંથી ટપકવા લાગ્યું લોહી, આ રીતે ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 02:35 PM

આરોપી ગ્રેટર નોઈડાથી કેબ બુક કરીને સૂટકેસને વૃંદાવન લઈને આવ્યા હતા

  • મથુરામાં પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો| Murder Of Close Friend in Mathura
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મામાના દીકરાની કરી હત્યા

    મથુરા: જ્યારે બેગમાંથી લોહી ટપકવા લાગ્યું ત્યારે પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો હતો. સૂટકેસમાં એક યુવકની લાશને બે ટૂકડાં કરીને ભરવામાં આવી હતી. બે યુવક જ્યારે વૃંદાવનના રમણરેતી વિસ્તારમાં પહોંચ્યા ત્યારથી જ બેગમાંથી લોહી ટપકવા લાગ્યું હતું. આ જોઈને લોકોને શંકા થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મિત્રનું મર્ડર કરીને તેની લાશને ઠેકાણે પાડવા બે આરોપીઓ જતા હતા. સોમવારે મોડી રાતે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી લીધી.

    - સોમવારે વૃંદાવન પોલીસે સૂટકેસમાં લાશ લઈને ફરી રહેલા ગાઝિયાબાદમાં રહેતા વિશાલ ત્યાગી અને મધ્ય પ્રદેશના કટનીમાં રહેતા પૌરુખ સમાધિયાની ધરપકડ કરી લીધી. આ બંને ત્યારે પકડાઈ ગયા જ્યારે રમણરેતી વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિર પાસે ઈ-રિક્શામાં રાખેલી સૂટકેસમાંથી લોહી ટપકવા લાગ્યું હતું. ત્યારે લોકોને શંકા થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી.

    આ પણ વાંચો: દીકરી ખુશ રહે તે માટે પિતાએ લગ્નમાં લૂંટાવ્યા 40 લાખ, અંતે પિયર આવી તેની લાશ

    રવિવારે ઝઘડા પછી કરી હતી હત્યા


    - આરોપી વિશાલે જણાવ્યું કે, તે ગ્રેટર નોઈડાની ગૌર સિટીમાં એક ફ્લેટમાં રહીને અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે તેના મામાનો દીકરો દીપાંશુ દારૂ પીને ત્યાં પહોંચ્યો હતો અને તોડફોડ કરવા લાગ્યો હતો. જ્યારે દીપાંશુને રોક્યો ત્યારે તે તેની પાછળ ચપ્પુ લઈને દોડ્યો હતો. પૈરુખે વચ્ચે પડીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન ઝઘડામાં ચપ્પુ દિપાશુંને જ વાગી ગયું અને તેનું મોત થઈ ગયું. આરોપીએ જણાવ્યું કે, દિપાશુંની લાશ ઠેકાણે પાડવા તેમણે ગ્રેટર નોઈડાથી વૃંદાવન સુધીની કેબ બુક કરી હતી. તે પહેલાં લાશના બે ટૂકડાં કરીને તેને સૂટકેસમાં ભરી દેવામાં આવ્યા હતા.
    - SP સિટી શ્રવણ કુમાર સિંહે જણાવ્યું કે, મર્ડરમાં મદદ કરનાર ત્રીજા મિત્ર મનોજ ઉર્ફે કટ્ટૂની પણ સોમવારે મોડી રાતે ધરપકડ કરી દેવામાં આવી છે. મનોજ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં રહે છે. પોલીસે તેની પાસેથી લાશના ટૂકડાં કરવા માટે ઉપયોગમાં લેવાયેલું ચપ્પુ અને ટોવેલ કબજે કર્યો છે.

    ઘટના સંબંધિત વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

  • મથુરામાં પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો| Murder Of Close Friend in Mathura
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    બેગમાંથી ટપકવા લાગ્યું હતું લોગી
  • મથુરામાં પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો| Murder Of Close Friend in Mathura
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઈ-રિક્શામાં મુકેલી બેગમાંથી લોહી ટપકવા લાગ્યું હતું, અંદર ભરી હતી પિતરાઈ ભાઈની લાશ
  • મથુરામાં પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો| Murder Of Close Friend in Mathura
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસે આરોપીને પકડી લીધો છે
  • મથુરામાં પિતરાઈ ભાઈના મર્ડરનો ભાંડો ફૂટ્યો| Murder Of Close Friend in Mathura
    લાશના બે ટૂકડાં કરીને સૂટકેસમાં ભરી દીધા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ