ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Murder of an old man in mosque in Kakori Lucknow

  મસ્જિદમાં ગળું કાપીને કરી વૃદ્ધની હત્યા, મરતા પહેલા જમાઇ સાથે થયો હતો ઝઘડો

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 10:18 AM IST

  લોહીથી લથપથ શબ જોઇને મસ્જિદના ગાર્ડે પોલીસને જાણ કરી
  • મંગળવારે ઇમ્તિયાઝને તેને જમાઇ મળવા આવ્યો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવારે ઇમ્તિયાઝને તેને જમાઇ મળવા આવ્યો હતો.

   લખનઉ: કાકોરીના સિકરૌરી ગામમાં આવેલી મસ્જિદમાં બુધવારે સવારે 60 વર્ષીય વૃદ્ધની ગળું કાપીને હત્યા કરી નાખેલું શબ મળ્યું. સવારે 8 વાગે પોતાના રૂમમાં લોહીથી લથપથ શબ જોઇને મસ્જિદના ગાર્ડે પોલીસને જાણ કરી. મસ્જિદમાં હત્યાના સમાચાર સાંભળીને વિસ્તારમાં સનસનાટી મચી ગઇ અને પોલીસમાં પણ હોબાળો મચી ગયો. સ્થળ પર પહોંચેલી પોલીસે શબને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે.

   મિસ્ત્રીનું કરતો હતો કામ, આ છે આખો મામલો

   - કુશીનગરના પોલીસ સ્ટેશન વિસ્તાર પતહેરવાના ગામ હરબુત બેલહીમાં રહેતા ઇમ્તિયાઝ (60) ત્રણ વર્ષથી કાકોરીના મહિપત મઉ ગામમાં રહેતો હતો.

   - વિસ્તારના અમેઠિયા આલુ સ્ટોરની સામેવાળી મસ્જિદમાં રહીને તે તેની સાફ-સફાઇ અને દેખરેખનું કામ કરતો હતો. આ ઉપરાંત, તે મિસ્ત્રીનું પણ કામ કરતો હતો.
   - સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, મંગળવારે ઇમ્તિયાઝનો જમાઇ સલામત તેમને મળવા આવ્યો હતો. સસરા-જમાઇમાં કોઇ વાતને લઇને ઝઘડો થયો હતો.
   - લોકોનું કહેવું છે કે ઇમ્તિયાઝ જ સવારે 4.40 પર ફઝિર નમાજ પઢતો હતો. બુધવારે નમાજ પઢવાનો અવાજ આવ્યો નહીં, પરંતુ લોકોએ ધ્યાન ન આપ્યું.
   - લગભગ આઠ વાગે અન્ય મિસ્ત્રી ઇમ્તિયાઝને લેવા પહોંચ્યો. બોલાવવા છતાં પણ કોઇ પ્રતિક્રિયા ન મળી તો લોકો મસ્જિદની અંદર પહોંચ્યા.
   - ત્યાંનો હાલ જોઇને તમામ લોકો ચીસો પાડતા બહાર ભાગ્યા. બૂમાબૂમ સાંભળીને ગામના લોકો પણ પહોંચી ગયા. જોયું કે ઇમ્તિયાઝનું શબ પડ્યું છે. ધારદાર હથિયારથી ગળું કાપવાના નિશાન છે.
   - સૂચના મળતા પહોંચેલી પોલીસે શબને કબ્જામાં લઇને તપાસ શરૂ કરી દીધી છે. લોકોએ આશંકા દર્શાવી છે કે જમાઇ સલામતે જ સસરાની હત્યા કરી છે. આ મામલે ગામના અલી અહમદે પોલીસને ફરિયાદ આપી છે.

   શું કહેવું છે અધિકારીનું?

   - એસપી ગ્રામીણ ડૉ. ગૌરવ ગ્રોવરનું કહેવું છે કે હત્યા પહેલા મૃતકનો ઝઘડો તેના જમાઇ સાથે થયો હતો, ત્યારબાદ તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી. હત્યારાને ટુંક સમયમાં પકડી લેવામાં આવશે.

  • સસરા-જમાઇમાં કોઇ વાતને લઇને ઝઘડો થઇ ગયો હતો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સસરા-જમાઇમાં કોઇ વાતને લઇને ઝઘડો થઇ ગયો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Murder of an old man in mosque in Kakori Lucknow
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top