તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Murder Case Of Assistant Inspector Generals Mother Is Now Solved At Jalandhar Punjab

પોલીસ ઓફિસરની 80 વર્ષીય માની હત્યા કરનારાએ કહ્યું- તેમના કારણે મને 4 મહિના નર્ક જેવી જિંદગી પડી હતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓફિસરે કહ્યું- હું જ નહીં, સંબંધીઓ પણ હત્યારાનું નામ સાંભળીને હેરાન છે - Divya Bhaskar
ઓફિસરે કહ્યું- હું જ નહીં, સંબંધીઓ પણ હત્યારાનું નામ સાંભળીને હેરાન છે

જલંધર (પંજાબ): 16 સપ્ટેમ્બરના રોજ એઆઇજી (આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ) સરીન પ્રભાકરની 80 વર્ષીય મા શીલા રાનીની હત્યા કરનારા 23 વર્ષના શિવમ શર્મા અને 20 વર્ષના કરન અરોડા ઉર્ફ કાલુની પોલીસે ધરપકડ કરી છે. શીલા રાની સંબંધે શિવમની મા સીમાની ફોઈ થતી હતી. શિવમ માની સાથે શીલા રાનીના વડવાઓના ઘરની સામે જ રહેતો હતો. તે બેરોજગાર હતો અને તેને નશો કરવાની આદત હતી. શિવમનો આઠમું પાસ દોસ્ત કરન પ્રાઇવેટ લેબોરેટરીમાં કામ કરતો હતો. તેમણે જણાવેલા સ્થળેથી પોલીસે શીલા રાની પાસેથી લૂંટેલી સોનાની બંગડીઓ, વીંટી અને કાનની બુટ્ટીઓ જપ્ત કરી લીધી છે. 

 

'ઝાઈજી પ્રત્યે ખુન્નસ હતું'

 

- શિવમને પોલીસને જણાવ્યું કે હું નશો કરતો હતો. મારી મા જાણતી હતી. ઝાઈજી (શીલા રાની)એ મા પર દબાણ કર્યું કે તે મને નશામુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવી દે. માએ મને નશામુક્તિ કેન્દ્રમાં દાખલ કરાવ્યો હતો. ત્યાં હું લગભગ 4 મહિના કેદ રહ્યો. 4 મહિના મા વિના મેં નરકની જેમ પસાર કર્યા. મનમાં ઝાઈજી પ્રત્યે ખુન્નસ હતું. આ તામ એકલો કરી શકું એમ ન હતો. દોસ્ત કરન પાસેથી 4 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. તે પૈસા માંગી રહ્યો હતો. કરને જણાવ્યું હતું કે તેનો પરિવાર તેને કુવૈત મોકલી રહ્યો છે. તેને પણ પૈસાની જરૂર હતી તો મેં તેને આઇડિયા આપ્યો કે ઝાઈજીની હત્યા કરીને ઘરેણા વેચી મારીશું. હજુ સુધી અમે ઘરેણા વહેંચ્યા ન હતા અને વેચ્યા પણ ન હતા. ડર હતો કે વેચવા જતા ફસાઈ જઈશું. 

- શિવમે કહ્યું, બપોરે જ્યારે બૂમાબૂમ થઈ કે ઝાઈજીને કોઇએ મારી નાખ્યા છે તો તે તાત્કાલિક તેમના ઘરે ગયો અને પોલીસની સાથે-સાથે રહ્યો. તેણે સ્વીકાર્યું કે નશો કરવા માટે તે ચોરીઓ કરતો હતો. બીજી બાજુ કરને કહ્યું- લાલચમાં ફસાઈ ગયો હતો. શિવમ પાસેથી પૈસા લેવાના હતા. શિવમે કહ્યું હતું કે કોઇને ખબર નહીં પડે કે ઝાઈજીને કોણે મારી નાખ્યા. 

 

કમિશ્નરે જણાવ્યું- અઠવાડિયાથી હત્યા કરવાની તક મળવાની રાહ જોતા હતા આરોપીઓ

 

- પોલીસ કમિશ્નર ગુરપ્રીતસિંહ ભુલ્લરે કહ્યું- આરોપીઓ માને છે કે બંને જણા હત્યાનું કાવતરું ઘડીને એક અઠવાડિયાથી તકની રાહમાં હતા. 16 સપ્ટેમ્બરના રોજ શિવમે જોયું- ઝાઈજીના ઘરનો દરવાજો ખુલ્લો હતો. તેણે કરનને કહ્યું- આજે રાતે જ મર્ડર કરવાનું છે. હાથના નિશાન ન મળે એ માટે કરન લેબમાંથી સર્જિકલ ગ્લવ્સ લઇ આવ્યો હતો. 

- શિવમના જણાવ્યા પ્રમાણે- રાતે લગભગ 10 વાગે ગલીમાં કરન આવી ચૂક્યો હતો. બધા સૂઈ ગયા ત્યારે મોડી રાતે ઝાઈજીના ઘરની પાસે કરને શિવમને ઉંચકીને દીવાલ પર ચડાવ્યો અને પછી શિવમે કરને ખેંચ્યો. 
- તેઓ ઝાઈજીના ઘરની છત પર પહોંચ્યા. થોડીવાર છુપાયેલા રહ્યા. ધીમે-ધીમે નીચે ગયા. ઝાઈજી તેમના પલંગ પર સૂતા હતા. શિવમે ઝાઈજીના મોંઢા પર હાથ મૂકી દીધો અને કરને તેમના પગ પકડી લીધા. થોડીવારમાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા. 
- કરને ઝાઈજીના મોંઢા પર તકિયો મૂકીને દબાવ્યો. ઉતાવળમાં ઝાઈજીની સોનાની એક જ બંગડી ઉતારી. ઘરમાં શોધખોળ કરતા પર્સમાંથી પૈસા મળ્યા. જે રસ્તે ઘરમાં આવ્યા હતા તે જ રસ્તે બહાર નીકળી ગયા. પછી શિવમ પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો અને કરન પોતાને ઘરે જતો રહ્યો. 
- એઆઇજી સરીન પ્રભાકરે કહ્યું કે હું તો શું પણ તમામ સંબંધીઓ હેરાન છે કે શિવમે મારી માની હત્યા કરી છે. બંનેને સખ્ત સજા મળે. તેઓ કેસની સંપૂર્ણ પેરવી કરશે.