ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Murder after molesting 16 years old girl in Nawada of Bihar villagers killed culprit

    દુષ્કર્મ પછી કિશોરીની હત્યા, 5 કલાક પછી લોકોએ આરોપી યુવકની મારી-મારીને કરી હત્યા

    divyabhaskar.com | Last Modified - May 15, 2018, 05:19 PM IST

    ત્રણ યુવકોને ઘરની બહાર નીકળતા જોઇને કિશોરીના ભાઈએ તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો
    • હત્યા પછી રડતા-કકળતા પરિવારજનો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      હત્યા પછી રડતા-કકળતા પરિવારજનો

      નવાદા (બિહાર): અહીંના ગામ મંગુરામાં દુષ્કર્મ પછી આરોપીઓએ કિશોરીની હત્યા કરી દીધી. ઘટના રવિવાર સવારે 11 વાગ્યાની છે. કિશોરી ઘરમાં એકલી હતી. તેના માતા-પિતા ખેતરમાં ગયા હતા. આ દરમિયાન કિશોરીને એકલી જોઇને અપરાધીઓ તેના ઘરમાં ઘૂસ્યા અને તેની સાથે દુષ્કર્મ કર્યું. ત્યારબાદ પોલ ખૂલી જવાના ભયથી ગળું દબાવીને હત્યા કરી નાખી. કિશોરીની ઉંમર 16 વર્ષ હતી. લોકોને ઘટનાની જાણકારી ત્યારે થઇ જ્યારે કિશોરીનો ભાઈ પોતાના માતા-પિતા માટે જમવાનું લઇ જવા ઘરે આવ્યો. પરિવારજનો જણાવે છે કે ભાઈ જ્યારે જમવાનું લઇને આવ્યો ત્યારે ઘરેથી ગામના વીરેન્દ્ર પ્રસાદના પુત્ર રજનીશ ઉર્ફ બદરૂ, વિશ્વજીતકુમાર તેમજ મહામુનિને ઝડપછી બહાર નીકળતા જોયા. ભાઈએ રજનીશને અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ, તે ધક્કો મારીને ભાગી નીકળ્યો. ઘટનાના પાંચ કલાકની અંદર એક આરોપી યુવકની હત્યા પણ થઇ ગઇ.

      ગળામાં ફાંસો લગાવીને કરી હત્યા

      - પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ત્રણ યુવકોને ઘરની બહાર નીકળતા જોઇને કિશોરીના ભાઈએ તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે તેઓ રોકાયા નહીં તો તે ઝડપથી ઘરની અંદર ગયો.

      - ત્યાં તેની બહેનના ગળામાં ફાંસો લગાવેલો હતો અને ઘણી જગ્યાએ જખમના નિશાન જોયા. કિશોરીના ભાઈએ ગભરાઇને ગામલોકોને બોલાવ્યા. ત્યારબાદ ગામના ઘણા લોકો ત્યાં ભેગા થઇ ગયા.
      - લોકોએ કિશોરીના માતા-પિતાને પણ ખેતરેથી બોલાવી લીધા. ગામલોકોએ તાત્કાલિક તેના ગળામાંથી ફાંસીનો ગાળિયો કાઢ્યો અને બેભાન હાલતમાં રહેલી કિશોરીને હોસ્પિટલ લઇ ગયા, પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી નાખ્યો.
      - કિશોરીના ભાઈના જણાવ્યા પ્રમાણે, બહેનના શરીર પર ઘણી જગ્યાએ વાગ્યાના નિશાન છે. તેનું કહેવું છે કે પેલા ત્રણ જણાએ બહેનની હત્યા કરી.

      ગામમાં તણાવ, પોલીસ કરી રહી છે કેમ્પ

      - ઘટના પછી ગામમાં પોલીસ તહેનાત છે. આખા ગામમાં તણાવનો માહોલ છે. વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત પોલીસ સ્ટેશન અધ્યક્ષના નેતૃત્વમાં પોલીસ સતત કેમ્પિંગ કરી રહી છે.

      - ડીએસપી વિજયકુમાર ઝાએ કહ્યું કે પોલીસ સ્થિતિ પર નજર રાખીને બેઠી છે. લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. પોસ્ટમોર્ટમ પછી જ કંઇક સ્પષ્ટ થઇ શકશે.

      ગામલોકો અને પરિવારજનોએ મારી-મારીને કરી હત્યા

      - 5 કલાક સુધી શબ લઇ જવા માટે પોલીસ ગામમાં જહેમત કરતી રહી. પોલીસ જ્યારે શબને પોસ્ટમોર્ટમ માટે નવાદા લઇ જવાની તૈયારી કરવા લાગી ત્યારે આરોપીની મારી-મારીને હત્યા કરી દેવાના સમાચાર મળી ગયા.

      - આરોપી યુવકનું શબ ગામના પાદરે મળ્યું. આ મામલે આરોપીના પિતાનું કહેવું છે કે રજનીશની હત્યા ગામલોકો અને કિશોરીના પરિવારજનોએ લાકડી-દંડાથી મારીમારીને કરી છે.
      - કેટલાક લોકોનું કહેવું છે કે થોડીક વાર પછી આરોપીએ પોતે જ ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી. બંનેના પરિવારજનો એકબીજા પર હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા.
      - ગામમાં થયેલા બે મોત છતાંય માતમના સન્નાટાની જગ્યાએ ગાળાગાળી અને આક્રોશનો માહોલ રહ્યો. વારંવાર મહિલાઓના રડવાના અવાજો આવી રહ્યા હતા.

      ફરિયાદ પર મૃતકાના પિતાને માર્યા, આરોપીના પિતાને બંધક બનાવ્યા

      - ઘટનાની જાણકારી મળતાં કિશોરીના પિતા આરોપીના પિતા પાસે ફરિયાદ લઇને પહોંચ્યા. પરંતુ ફરિયાદ સાંભળવાની જગ્યાએ આરોપીના પિતા વીરેન્દ્રપ્રસાદે કિશોરીના પિતાને લાકડીએ લાકડીએ માર્યા અને તેમને ત્યાંથી ભગાડી મૂક્યા.

      - પરંતુ આ વાતથી ગામલોકો અતિશય આક્રોશમાં આવી ગયા અને આરોપીના પિતાને બંધક બનાવી લીધા.
      - મામલાને વધતો જોઇને પોલીસે દુષ્કર્મીના પિતાને ગામલોકોની ચુંગાલમાંથી મુક્ત કરાવીને કસ્ટડીમાં લઇ લીધા.

    • ગામમાં હાલ પોલીસ તહેનાત છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગામમાં હાલ પોલીસ તહેનાત છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Murder after molesting 16 years old girl in Nawada of Bihar villagers killed culprit
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top