મુંબઈઃ 19 વર્ષની યુવતીએ એક દિવસમાં જ ટ્રેક કરી શોધી કાઢ્યો પોતાનો ચોરાયેલો સ્માર્ટફોન, શહેર છોડે તે પહેલાં જ પકડાયો આરોપી

જીન્નતે બીજા એન્ડ્રોયડ ફોન પર પોતાનું ગૂગલ એકાઉન્ટ ખોલ્યું અને ચોરી થયેલાં ફોનની લોકેશન જોવા લાગી
જીન્નતે બીજા એન્ડ્રોયડ ફોન પર પોતાનું ગૂગલ એકાઉન્ટ ખોલ્યું અને ચોરી થયેલાં ફોનની લોકેશન જોવા લાગી

અંધેરીમાં રહેતી જીન્નત બાનૂ હકે (19) ચોરી થયેલો એન્ડ્રોયડ સ્માર્ટફોન જાતે જ શોધી લીધો છે, અને તે પણ એક જ દિવસમાં. તેને ઓનલાઈન રહીને સતત ફોન એક્ટિવિટી ચેક કરી. જીન્નતે ફોન ચોરને દાદર રેલવે સ્ટેશન પર તે સમયે પોલીસના હવાલે કર્યો, જ્યારે તે મુંબઈથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Divyabhaskar.com

Aug 10, 2018, 07:00 AM IST

મુંબઈઃ અંધેરીમાં રહેતી જીન્નત બાનૂ હકે (19) ચોરી થયેલો એન્ડ્રોયડ સ્માર્ટફોન જાતે જ શોધી લીધો છે, અને તે પણ એક જ દિવસમાં. તેને ઓનલાઈન રહીને સતત ફોન એક્ટિવિટી ચેક કરી. જીન્નતે ફોન ચોરને દાદર રેલવે સ્ટેશન પર તે સમયે પોલીસના હવાલે કર્યો, જ્યારે તે મુંબઈથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

તેને દાદર રેલવે સ્ટેશન પર ટ્રેનની અંદરથી પકડવામાં આવ્યો. આરોપીની ઓળખ સેલ્વરાજ શેટ્ટીના (32) રૂપે થઈ છે. RPFએ સોમવારે તેના વિરૂદ્ધ કેસ દાખલ કરી લીધો છે. જીન્નત એક પ્રી-સ્કૂલમાં ટીચર છે. રવિવારે તે મલાડ ગઈ હતી. પરત ફરતાં સમયે ટ્રેનમાં તેનો શાઓમી 4એ સ્માર્ટફોન ચોરી થઈ ગયો.

આ રીતે ટ્રેક કર્યો ફોન


- જીન્નતે બીજા એન્ડ્રોયડ ફોન પર પોતાનું ગૂગલ એકાઉન્ટ ખોલ્યું અને ચોરી થયેલાં ફોનની લોકેશન જોવા લાગી. તેને ગુગલ એકાઉન્ટમાં "માઈ એક્ટિવિટી" સેકશન મળ્યું, જેનાથી તેને ચોરની દરેક હરકત ખબર પડતી ગઈ. જીન્નતે જોયું કે ચોરે સૌથી પહેલાં રજનીકાંતની ફિલ્મ 'કાલા'નું ગીત સાંભળ્યું. જે બાદ શેયરઇટ, વોટ્સએપ અને ફેસબુકનો પણ ઉપયોગ કર્યો.

રેલવે ટિકિટથી પકડાયો ચોર


- આરોપીએ રેલવે ટિકિટ બુકિંગ એપ ડાઉનલોડ કરી અને દાદર-તિરૂવનંતપુરમની ટિકિટ બુક કરી લીધી. જીન્નતે ટિકિટના PNR નંબરથી ટ્રેનની જાણકારી મેળવી અને સોમવારે દાદર સ્ટેશન પહોંચી ગઈ. જ્યાં RPFની મદદથી તેને ચોરનો પકડી લીધો.

ફોન ચોરી થઈ જાય તો આવું કરો


- જો તમારો સ્માર્ટ ફોન ચોરી થઈ જાય તો તાત્કાલિક પોલીસને ફરિયાદ કરો અને તેને IMEI નંબર આપો. ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ખોટાં ઉપયોગથી બચવા માટે તાત્કાલિક સિમ બ્લોક કરાવો. IOS કે એન્ડ્રોયડ બંને પ્રકારનાં સ્માર્ટ ફોનમાં સર્ચ ટૂલની મદદથી ચોરી થયેલાં ફોનની લોકેશન જોઈ શકાય છે. જો કે આ માટે ફોનનું ઈન્ટરનેટ અને GPS ઓન હોવું જરૂરી છે.

વાંચોઃ રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીઃ મોદી-શાહના વ્યૂહ સામે વિપક્ષનું ગણિત કાગળ પર જ રહ્યું

X
જીન્નતે બીજા એન્ડ્રોયડ ફોન પર પોતાનું ગૂગલ એકાઉન્ટ ખોલ્યું અને ચોરી થયેલાં ફોનની લોકેશન જોવા લાગીજીન્નતે બીજા એન્ડ્રોયડ ફોન પર પોતાનું ગૂગલ એકાઉન્ટ ખોલ્યું અને ચોરી થયેલાં ફોનની લોકેશન જોવા લાગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી