ધરપકડ / 1993 મુંબઈ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ અબૂ બકર દુબઈમાં ઝડપાયો

1993 મુંબઈ બ્લાસ્ટ (ફાઈલ ફોટો)
1993 મુંબઈ બ્લાસ્ટ (ફાઈલ ફોટો)
X
1993 મુંબઈ બ્લાસ્ટ (ફાઈલ ફોટો)1993 મુંબઈ બ્લાસ્ટ (ફાઈલ ફોટો)

Divyabhaskar

Feb 14, 2019, 12:34 PM IST
મુંબઈઃ મુંબઈ 1993 બોમ્બ વિસ્ફોટનાં મોસ્ટ વોન્ટેડ આંતકી અબૂ બકર દુબઈમાંથી ઝડપાયો છે. ભારતીય એજન્સીઓએ બકરનાં પ્રત્યપર્ણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
1. અબૂ બકર મોહમ્મદ અને મુસ્તફા બન્ને સાથે સ્મગલિંગમાં સામેલ
1993માં મુંબઈમાં થયેલા સિરીયલ બોમ્બ વિસ્ફોટ મામલામાં સુરક્ષા એજન્સીઓએ ભારતનાં બે મોસ્ટ વોન્ટેડ આંતકીઓને પક્ડયા છે. ઝડપાયેલા આંતકીઓની ઓળખ અબૂ બકર તરીકે થઈ છે. અબૂ બકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ, આરડીએકસ લાવવા અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનાં દુબઈ સ્થિત ઘરમાં થયેલી મિટીંગમાં સામેલ હતો. 
એજન્સીઓ જણાવ્યા પ્રમાણે મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં અબૂ બકર મુખ્ય આંતકી હતો અને પાકિસ્તાન તથા યુએઈમાં રહેતો હતો. એજન્સીઓએ ગુપ્ત ઈનપુટનાં આધારે તેને ઝડપી પાડ્યો હતો. ઘણા લાંબા સમયથી ભારતીય એજન્સીઓ બન્ને આંતકીઓનાં પ્રત્યપર્ણ માટે પ્રયાસ કરી રહી છે. આ આંતકી મોહમ્મદ અને મુસ્તફા બન્ને સાથે સ્મગલિંગમાં સામેલ હતો. 
3. 1993માં 12 જગ્યાઓએ બોમ્બ વિસ્ફોટ, 257લોકોનાં મોત
અબૂ બકર સામે 1997માં રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી અને ત્યારથી ભારતીય એજન્સીઓ તેની શોધખોળમાં લાગી ગઈ હતી. અબૂ બકરનાં દુબઈમાં ઘણા વેપાર ચાલી રહ્યા છે. 
મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ 12 જગ્યાઓએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 257 લોકોનાં મોત થયા હતા જ્યારે 713 લોકો ઘવાયા હતા. આ વિસ્ફોટ બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નરસી નાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, સેંચુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટેલ, પ્લાઝા સિનેમા, સહારા એરપોર્ટ અને સેંચુરી હોટેલની આસપાસ થયો હતો. બે કલાકમાં 13 બોમ્બ વિસ્ફોટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયુ હતુ. 
આ કેસમાં 4 નવેમ્બર 1993ના રોજ 10000 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરાઈ હતી જેમાં 189 લોકોને આરોપી ગણાવામાં આવ્યા હતા. આ વિસ્ફોટનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ છે, જેની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી