ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Nalasopara minor kidnapping murder case solved by Police

  મુંબઈઃ 5 વર્ષની બાળકીની હત્યાના આરોપમાં પિતાની પૂર્વ પ્રેમિકાની ધરપકડ

  Divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 01:39 PM IST

  બાળકીનો મૃતદેહ મુંબઈથી 200 કિલોમીટર દૂર ગુજરાતના નવસારી રેલવે સ્ટેશનના બાથરૂમમાંથી મળ્યો હતો.
  • મંગળવારે મોડી રાત્રે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને તેને મનવેલપાડાથી પકડી હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવારે મોડી રાત્રે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને તેને મનવેલપાડાથી પકડી હતી

   મુંબઈઃ નાલાસોપારાના વિજયનગર વિસ્તારમાંથી 5 વર્ષની બાળકીનું અપહરણ અને હત્યાની ગુથ્થી ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આ મામલે બાળકીના પિતાની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી છે. બાળકીનો મૃતદેહ મુંબઈથી 200 કિલોમીટર દૂર ગુજરાતના નવસારી રેલવે સ્ટેશનના બાથરૂમમાંથી મળ્યો હતો. પોલીસે મહિલાને CCTV ફુટેજ અને મોબાઈલ ડેટાની સહાયતાથી પકડવામાં આવ્યો છે.

   પિતાથી બદલો લેવા માટે કરી હત્યા

   - પાલઘર પોલીસના PRO હેમંત કાટકરે જણાવ્યું કે નાલાસોપારાની 5 વર્ષની બ ાળકી અંજલી સંતોષ સરોજની હત્યાના મામલે પોલીસે અનીતા વાઘેલા (24) નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યામ મુજબ અનીતાએ અંજલીનું અપહરણ અને હત્યા તેના પિતા સંતોષ સરોજ (28)થી બદલો લેવા માટે કર્યો હતો, જેને અનેક વર્ષો સુધી સંબંધ રાખ્યાં બાદ તેને નકારી દીધો હતો.

   બે વખત ગર્ભવતી થઈ હતી અનીતા

   - અનીતા અને અંજલીના પિતા સંતોષની મિત્રતા છ વર્ષ પહેલાં થઈ હતી. ત્યારે સંતોષે તેને જણાવ્યું હતું કે તે કુંવારો છે. બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો. અનીતા બે વખત ગર્ભવતી પણ થઈ, પરંતુ સંતોષે તેનો ગર્ભપાત કરાવી દીધો હતો. જ્યારે અનીતાએ લગ્નની જીદ કરી તો સંતોષ તેનાથી દૂર રહેવા લાગ્યો હતો.
   - આ વચ્ચે સંતોષના ઘરમાં વિવાદ શરૂ થઈ ગયો અને તેને પોતાની પત્નીને ઉત્તરપ્રદેશમાં પોતાના ગામમાં મોકલી દીધી. કેટલાંક દિવસથી સંતોષ અનીતાથી દૂર રહેવા લાગ્યો. જેનાથી નારાજ થઈને અનીતાએ સંતોષની દીકરીનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી હતી.

   પિતા મહિલાની ઓળખ અંગે કરતો રહ્યો ઈન્કાર

   - આ મામલે આશ્ચર્યજનક વાત એ પણ છે કે અંજલીનો પિતા આરોપી મહિલા અનીતા વાઘેલને ઓળખવાનો ઈન્કાર કરતો રહ્યો હતો. તેની ઘરની નજીકના CCTV ફુટેજ મળ્યાં હતા, જેમાં અંજલિને લઈ જતી એક મહિલા નજરે પડતી હતી. તે મહિલા સંતોષની પ્રેમિકા હતી. સંતોષને ડર હતો કે અનીતાની ઓળખ કરવાથી તેના પ્રેમ પ્રસંગની પોલ ખુલી શકે છે.

   ઘરની નજીક જ રહેતી આરોપી મહિલા

   - આ ઘટના અંગે ચોંકાવનારી વાત તે પણ છે કે જે હત્યારાને પકડવા માટે પાલઘર પોલીસની 6 ટીમ નાલાસોપોરાથી નવસારી સુધી તપાસ કરી રહી હતી. તે હત્યારો મૃતકાના ઘરથી થોડાં જ અંતરે પોતાના ઘરમાં નિંરાતે બેઠી હતી.

   મોબાઈલ ડેટાથી ખુલ્યો રાઝ

   - અંજલીના અપહરણ પછી પાલઘરના એસપી મંજુનાથ સિંગેએ તપાસ માટે છ ટીમ બનાવી હતી. આ દરમિયાન અંજલીના પિતાના મોબાઈલ કોલ ડિટેઈલ્સથી જાણ થઈ કે તેના નંબર પર એક યુવતી અનીતાની નારાજગી અંગેના અનેક મેસેજ હતા. અનીતાનો મોબાઈલ ડેટા અને સીડીઆર જોઈને પોલીસની શંકા વધુ ગાઢ બની. મંગળવારે મોડી રાત્રે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરીને તેને મનવેલપાડાથી પકડી લીધી. કડક પૂછપરછ બાદ તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • બાળકીનો મૃતદેહ મુંબઈથી 200 કિલોમીટર દૂર ગુજરાતના નવસારી રેલવે સ્ટેશનના બાથરૂમમાંથી મળ્યો હતો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકીનો મૃતદેહ મુંબઈથી 200 કિલોમીટર દૂર ગુજરાતના નવસારી રેલવે સ્ટેશનના બાથરૂમમાંથી મળ્યો હતો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nalasopara minor kidnapping murder case solved by Police
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top