તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ પ્લેન દુર્ઘટનાઃ 10 વર્ષ પહેલાં ઉડ્યું હતું વિમાન, DGCA કરશે તપાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ મહાનગરીના ઘાટકોપરમાં ગુરૂવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલાં ચાર્ટર્ડ પ્લેન પાસે ઉડ્ડયન માટે જરૂરી યોગ્યતાવાળી સર્ટિફિકેટ ન હતું. દુર્ઘટનાથી પહેલાં વિમાને છેલ્લે 10 વર્ષ પહેલાં ઉડ્ડયન કર્યું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ DGCAને વિમાન દુર્ઘટના અંગે તપાસ કરવાના આદેશ આપ્યાં છે. આ દુર્ઘટનામાં બે પાઈલટ સહિત પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. 

 

દોઢ વર્ષથી ચાલી રહ્યું હતું મેન્ટેનન્સનું કામ 


- ગુરૂવારે સાંજે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "એરક્રાફ્ટે છેલ્લે 22 ફેબ્રુઆરી, 2008નાં રોજ ઉડ્ડયન કર્યું હતું, ત્યારે તે ઉત્તર પ્રદેશ સરકાર પાસે હતું. 2014માં એરક્રાફ્ટને MS UVI એવિએશને ખરીદી લીધું હતું. છેલ્લાં દોઢ વર્ષમાં એરક્રાફ્ટના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. કામ પૂર્ણ થયાં બાદ એરક્રાફ્ટની આ પહેલી ટેસ્ટ ઉડાન હતી. જે બાદ DGCAની પાસેથી ઉડાનની યોગ્યતા માટેના સર્ટિફિકેટનું આવેદન આપવાના હતા."
- સરકારે કહ્યું કે, "નિયમ મુજબ કોઈપણ ટેસ્ટ ફ્લાઈટ પહેલાં વિમાન ઉડ્ડયન માટે યોગ્ય છે કે નહીં તેનું સર્ટિફિકેટ જરૂરી હોય છે. જેનાથી વધારાનો સ્ટાફ, મેન્ટેનન્સ, સ્ટાફ એન્ડ ઓવરહોલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે."

 

પાઈલટના પતિએ કરી કાર્યવાહીની માગ


- પાઈલટ મારિયા ઝુબેરીના પતિ એડવોકેટ પ્રભાત કથૂરિયાએ આરોપ લગાવ્યો કે હવામાન ખરાબ હોવા છતાં કંપનીએ વિમાનનું પરાણે ઉડ્ડયન કરાવ્યું હતું. 
- મારિયાએ તેને ફોન પર જણાવ્યું હતું કે હવામાન ખરાબ હોવાને કારણે ટેસ્ટ ફ્લાઈટ સંભવ નથી, કેમકે આવા વાતાવરણમાં ટેસ્ટિંગ ખતરનાક બની શકે છે. 
- મારિયાએ પ્રભાત સાથે થોડો સમય વાતચીત કર્યાં બાદ ફોન કાપી નાંખ્યો હતો. 
- પ્રભાતે એમ પણ જણાવ્યું કે થોડો સમય બાદ મારિયાએ ફરી તેને ફોન કર્યો. મારિયાએ કહ્યું કે હવામાન ખરાબ હોવા છતાં પણ વિમાનના ટેસ્ટ માટે તેના પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
- હવે પ્રભાતે કંપની પર કાર્યવાહીની માગ કરી છે.
- તો DGCA અધિકારીઓને વિમાનનું વોઈસ ડેટા રેકોર્ડર મળી ગયું છે, જેનાથી તેઓને આ દુર્ઘટના કઈ રીતે ઘટી તેના સમાધાન માટેનાં જરૂરી પુરાવાઓમાં મદદ મળશે. 

 

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...