મુંબઈ બ્લાસ્ટના 25 વર્ષઃ બે કલાકની અંદર ખળભળી ગઈ હતી માયાનગરી, 12 જગ્યાએ એક સાથે થયાં હતા બ્લાસ્ટ

2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં.જ્યારે 1300 લોકોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 03:08 PM
12 માર્ચ, 93નાં રોજ પ્રથમ વિસ્ફોટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે થયો હતો ( ફાઈલ)
12 માર્ચ, 93નાં રોજ પ્રથમ વિસ્ફોટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે થયો હતો ( ફાઈલ)

12 માર્ચ, 1993... આ દિવસે જ દેશની આર્થિક રાજધાની મુંબઈ સીરિયલ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું. 2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં. જ્યારે 1300 લોકોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તે સમયનો વિશ્વનો સૌથી મોટો આતંકી હુમલો હતો. દેશમાં પહેલી વખત વિસ્ફોટકોમાં RDXનો ઉપયોગ થયો હતો.

મુંબઈઃ 12 માર્ચ, 1993... આ દિવસે જ દેશની આર્થિક રાજધાની મુંબઈ સીરિયલ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું હતું. 2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં. જ્યારે 1300 લોકોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તે સમયનો વિશ્વનો સૌથી મોટો આતંકી હુમલો હતો. દેશમાં પહેલી વખત વિસ્ફોટકોમાં RDXનો ઉપયોગ થયો હતો. આ હુમલો અંડરવર્લ્ડે કરાવ્યો હતો. આજની તારીખે પણ વિસ્ફોટથી જોડાયેલાં લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

અહીં થયા હતા વિસ્ફોટ


- આ જગ્યાઓ પર એક પછી એક એમ 12 વિસ્ફોટ થયાં હતા. બે કલાકમાં સમગ્ર મુંબઈ તસ્વીર બદલાઈ ગઈ હતી. મુંબઈ સ્ટોક એક્સચેન્જ, નરસીનાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, એર ઈન્ડિયા બિલ્ડિંગ, સેન્ચુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલ, પ્લાઝા સિનેમા, જૂહુ સેન્ટર હોટલ, સહારા એરપોર્ટ, સેન્ટુર હોટલ

આ કેસ સાથે જોડાયેલાં એક આરોપીને દુબઈથી મુંબઈ લવાયો


- થોડા દિવસ પહેલાં જ આ કેસના આરોપી ફારૂક ટકલાને દુબઈથી મુંબઈ લવાયો છે. ટકલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો નજીકનો છે.
- મુંબઈ વિસ્ફોટના આ હુમલા બાદ દેશમાં ગેંગસ્ટર, સ્મગલર વિરૂદ્ધ અભિયાન તેજ થયું હતું. દેશની ઈન્ટેલિજન્સ વચ્ચે સેતુ વધ્યો. ગુપ્તચર નેટવર્ક સંપૂર્ણ રીતે બદલાયું. સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ તેજ થયું.

બ્લેક ફ્રાઈડઃ મુંબઈ હુમલા પર બનેલી ફિલ્મ અને લખેલું પુસ્તક હિટ રહ્યું


- મુંબઈ હુમલા પર 2004માં ફિલ્મ બ્લેક ફ્રાઈડે બની હતી. ફિલ્મ બનીને તૈયાર થયાંને 2 વર્ષ બાદ ફિલ્મ રજૂ થઈ હતી. આ ફિલ્મ હુસૈન ઝૈદીની 2002માં વિસ્ફોટ પર લખેલાં પુસ્તક 'બ્લેક ફ્રાઈડે' પર જ આધારીત હતી.

પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલ્યો હતો, સ્કૂટર બન્યું હતું મહત્વનો પુરાવો


- પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલ્યો હતો. ડીસીપી રાકેશ મારિયાના નેતૃત્વમાં 150 લોકોની ટીમ બની હતી. મહત્વના પુરાવો બન્યું હતું માહિમમાં ઊભેલું એક સ્કૂટર, જેમાં બોમ્બ હતો પણ વિસ્ફોટ થયો ન હતો.

25 વર્ષ પછી આરોપીઓ પકડાય છે પરંતુ મુખ્ય આરોપી હજુ ફરાર


- 1 એપ્રિલ, 1994નાં રોજ ટાડા કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. 12 વર્ષમાં 12 દોષિતોને ફાંસી, 20ને આજીવન કેદની સજા થઈ. જ્યારે થોડાં દિવસ પહેલાં જ ફારૂક ટકલા નામનો મુંબઈ વિસ્ફોટનો ષડયંત્રકારી પકડાયો હતો. જો કે દાઉદ હજુ પણ ફરાર છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

કરોડોની સંપત્તિને નુકસાન પણ થયું હતું (ફાઈલ)
કરોડોની સંપત્તિને નુકસાન પણ થયું હતું (ફાઈલ)
2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં (ફાઈલ)
2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં (ફાઈલ)
દેશમાં પહેલી વખત વિસ્ફોટકોમાં RDXનો ઉપયોગ થયો હતો (ફાઈલ)
દેશમાં પહેલી વખત વિસ્ફોટકોમાં RDXનો ઉપયોગ થયો હતો (ફાઈલ)
મુંબઈ વિસ્ફોટના આ હુમલા બાદ દેશમાં ગેંગસ્ટર, સ્મગલર વિરૂદ્ધ અભિયાન તેજ થયું હતું (ફાઈલ)
મુંબઈ વિસ્ફોટના આ હુમલા બાદ દેશમાં ગેંગસ્ટર, સ્મગલર વિરૂદ્ધ અભિયાન તેજ થયું હતું (ફાઈલ)
મુંબઈ હુમલા પર 2004માં ફિલ્મ બ્લેક ફ્રાઈડે બની હતી (ફાઈલ)
મુંબઈ હુમલા પર 2004માં ફિલ્મ બ્લેક ફ્રાઈડે બની હતી (ફાઈલ)
પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલ્યો હતો (ફાઈલ)
પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલ્યો હતો (ફાઈલ)
12 વર્ષમાં 12 દોષિતોને ફાંસી, 20ને આજીવન કેદની સજા થઈ (ફાઈલ)
12 વર્ષમાં 12 દોષિતોને ફાંસી, 20ને આજીવન કેદની સજા થઈ (ફાઈલ)
X
12 માર્ચ, 93નાં રોજ પ્રથમ વિસ્ફોટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે થયો હતો ( ફાઈલ)12 માર્ચ, 93નાં રોજ પ્રથમ વિસ્ફોટ મુંબઈ સ્ટોક એક્સચેન્જ ખાતે થયો હતો ( ફાઈલ)
કરોડોની સંપત્તિને નુકસાન પણ થયું હતું (ફાઈલ)કરોડોની સંપત્તિને નુકસાન પણ થયું હતું (ફાઈલ)
2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં (ફાઈલ)2 કલાક અને 10 મિનિટમાં એક પછી એક 12 વિસ્ફોટો થયાં અને 257 લોકો માર્યા ગયાં (ફાઈલ)
દેશમાં પહેલી વખત વિસ્ફોટકોમાં RDXનો ઉપયોગ થયો હતો (ફાઈલ)દેશમાં પહેલી વખત વિસ્ફોટકોમાં RDXનો ઉપયોગ થયો હતો (ફાઈલ)
મુંબઈ વિસ્ફોટના આ હુમલા બાદ દેશમાં ગેંગસ્ટર, સ્મગલર વિરૂદ્ધ અભિયાન તેજ થયું હતું (ફાઈલ)મુંબઈ વિસ્ફોટના આ હુમલા બાદ દેશમાં ગેંગસ્ટર, સ્મગલર વિરૂદ્ધ અભિયાન તેજ થયું હતું (ફાઈલ)
મુંબઈ હુમલા પર 2004માં ફિલ્મ બ્લેક ફ્રાઈડે બની હતી (ફાઈલ)મુંબઈ હુમલા પર 2004માં ફિલ્મ બ્લેક ફ્રાઈડે બની હતી (ફાઈલ)
પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલ્યો હતો (ફાઈલ)પોલીસે 48 કલાકમાં કેસ ઉકેલ્યો હતો (ફાઈલ)
12 વર્ષમાં 12 દોષિતોને ફાંસી, 20ને આજીવન કેદની સજા થઈ (ફાઈલ)12 વર્ષમાં 12 દોષિતોને ફાંસી, 20ને આજીવન કેદની સજા થઈ (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App