આમંત્રણ / રાધા-કૃષ્ણની થીમ પર છે આકાશ અંબાણીના લગ્નની કંકોતરી, બોક્સ ખોલતા જ ભજન વાગે છે

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 01:55 PM
X

  • મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશના લગ્ન 9 માર્ચે શ્લોકા મહેતા સાથે થશે, 3 દિવસ ફંક્શન ચાલશે
  • બોક્સ ખોલતાં જ અચ્યુતમ કેશવમ્, કૃષ્ણ દામોદર ભજનની ધુન સંભળાય છે.

મુંબઈઃ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નના કાર્ડનો વીડિયો સામે આવ્યો છે. બોક્સના આકારના ઈન્વિટેશન કાર્ડમાં એનિમેશનવાળી લાઈટિંગ ડિસ્ક છે. જેના સેન્ટરમાં રાધા-કૃષ્ણની તસવીર નજરે પડે છે. કવર હટાવ્યાં બાદ તે તસવીરને અલગ કરી શકાય છે. પરિવારની પરંપરા મુજબ અંબાણી પરિવારે સૌથી પહેલાં કંકોતરી સિદ્ધિવિનાયક મંદિરમાં મૂકી હતી.

કાર્ડમાં નીતા મુકેશના હસ્તાક્ષરવાળા શુભેચ્છા સંદેશ
1.બોક્સ ખોલતાં જ અચ્યુતમ કેશવમ્, કૃષ્ણ દામોદર ભજનની ધુન સંભળાય છે. કાર્ડ ખોલ્યાં બાદ ગણપતિ નજરે પડે છે. અંદર લગ્નના કાર્યક્રમનો સમય અને અન્ય જાણકારી આપવામાં આવી છે. કાર્ડમાં નીતા અને મુકેશ અંબાણીના સિગ્નેચરવાળા હાથ લખેલા શુભેચ્છા સંદેશ પણ છે.
2.કાર્ડને રાધા-કૃષ્ણની લીલીઓની સુંદર તસવીરથી ડીઝાઈન કરવામાં આવી છે. જેમાં પીળા, ગુલાબી, આસમાની, સફેદ અને લાલ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
3.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચે શ્લોકા મહેતા સાથે મુંબઈમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. લગ્ન સમારોહ 3 દિવસ ચાલશે.
4.આકાશ અને શ્લોકાના લગ્નના કાર્ડની કિંમત ખબર પડી શકી નથી. પરંતુ મુકેશ અંબાણીની દીકરી ઈશાના લગ્નના કાર્ડની કિંમત રૂ. 3 લાખ હતી. ઈશા અંબાણીના લગ્ન ડિસેમ્બર 2018માં આનંદ પિરામલ સાથે થયા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App