ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ઈશા બનશે પીરામલ પરિવારની વહુ| Isha Ambani gets engaged with Anand Piramal

  પીરામલ પરિવારની વહુ બનશે ઈશા અંબાણી, થઈ ગઈ સગાઈ

  divyabhaskar.com | Last Modified - May 06, 2018, 07:15 PM IST

  આનંદ પીરામલે હાવર્ડ બીઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ કર્યું છે, મુકેશ અંબાણીએ જ આનંદને બિઝનેસની પ્રેરણા આપી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈ: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પીરામલ પરિવારની વહુ બનશે. ઈશા અંબાણીની સગાઈ આનંદ પીરામલ સાથે થવાની છે. આનંદે હાવર્ડ બીઝનેસ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટપ્રાઈઝના માલિક અજય પીરામલનો દીકરો છે.

   ઈંસ્ટાગ્રામ પર શેર કરી તસવીર

   - તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં આનંદ પીરામલ ઈશા અંબાણીને પ્રપોઝ કરતા જોવા મળી રહ્યા છે. બીજી બાજુ ઈશા હસતી જોવા મળી રહી છે. હેલોમેગ ઈન્ડિયા નામના એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરવામા આવી છે. આ તસવીર સાથે લખવામાં આવ્યું છે કે, અંબાણી પરિવારમાં વધુ એક ભવ્ય લગ્ન.

   અંબાણી અને પીરામલ પરિવાર 4 દશક જૂના મિત્રો

   - ઈશા અને આનંદના લગ્ન પણ ડિસેમ્બરમાં થવાની શક્યતા છે.
   - આનંદ અને ઈશા લાંબા સમયથી મિત્રો છે. જ્યારે બંને પરિવારો પણ એકબીજાને ઘણી સારી રીતે ઓળખે છે.
   - બંને પરિવારની મિત્રતા લગભગ 4 દશક જૂની છે અને હવે તેઓ તેમની મિત્રતાને સંબંધમાં ફેરવવા માગે છે.

   આનંદે હાર્વડમાંથી કર્યું છે ગ્રેજ્યુએટ

   હાલમાં પીરામલ એન્ટપ્રાઈઝિસમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર છે. આનંદે બિઝનેસ સ્કૂલમાંથી પાસઆઉટ થયા બાદ બે સ્ટાર્ટ-અપ શરૂ કર્યા હતાં. પહેલું સ્ટાર્ટઅપ હેલ્થકેર પીરમાલ ઈસ્વાસ્થ્ય અને બીજું પીરામલ રિયાલ્ટી, અ રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ હતું. હવે, આ બંને ચાર બિલિયન ડોલરના પીરામલ એન્ટરપ્રાઈઝસનો ભાગ છે. આનંદે યુનિવર્સિટી ઓફ પેનેસિલિવનિયામાંથી ઈકોનોમિક્સમાંથી બેચરલ ડિગ્રી લીધી છે. જ્યારે હાર્વર્ડમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. આનંદ પહેલાં પ્રેસિડન્ટ ઓફ ધ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરની યુથ વિંગનો યંગેસ્ટ પ્રેસિડન્ટ રહી ચૂક્યો છે.

   હાલમાં જ આનંદે મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો

   મુકેશ અંબાણીનો હાલમાં જ આનંદે આભાર માન્યો હતો. 25 વર્ષીય આનંદે કહ્યુ હતુ કે તેણે મુકેશ અંબાણીને સવાલ કર્યો હતો કે તેણે કન્સલ્ટિંગ કે બેકિંગમાં જવું જોઈએ? તો મુકેશ અંબાણીએ જવાબ આપ્યો હતો કે કન્સલ્ટન્ટ એટલે કે ક્રિકેટ જોવી અથવા તો ક્રિકેટને લઈ કમેન્ટરી કરવી એવું છે. જ્યારે એન્ટ્રેપ્રિન્યોર એટલે ક્રિકેટ રમવા જેવું છે. તમારે ક્રિકેટ કેમ રમવું તે કમેન્ટરી કરીને શીખી શકાય નહીં. જો તમારે કંઈ કરવું હોય અત્યારથી જ શરૂઆત કરવી જોઈએ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઈશા બનશે પીરામલ પરિવારની વહુ| Isha Ambani gets engaged with Anand Piramal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top