આજથી બદલી જશે મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ, શાહ-ગોયલ-યોગી રહેશે હાજર

આ ઐતિહાસિક રેલવે સ્ટેશન પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે
આ ઐતિહાસિક રેલવે સ્ટેશન પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે

ઉત્તરપ્રદેશના મુગલસરાય જંકશનનું નામ આજથી બદલી જશે. હવે આ ઐતિહાસિક રેલવે સ્ટેશન પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે. રેલ મંત્રી પિયૂષ ગોયલ આ અંગેની જાહેરાત કરશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.

Divyabhaskar.com

Aug 05, 2018, 11:32 AM IST

લખનઉઃ ઉત્તરપ્રદેશના મુગલસરાય જંકશનનું નામ આજથી બદલવાીમાં આવ્યું છે. હવે આ ઐતિહાસિક રેલવે સ્ટેશન પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે. રેલ મંત્રી પિયૂષ ગોયલ આ અંગેની જાહેરાત કરી હતી. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતા.

સ્ટેશનનું ભગવાકરણ


- મુગલસરાય રેલવે સ્ટેશનને સંપૂર્ણ કેસરિયા રંગમાં રંગવામાં આવ્યું છે અને સ્ટેશનના પ્રવેશ અને એક્ઝિટ દ્વારના સાઈનબોર્ડની સાથે સાથે પ્લેટફોર્મ પર પણ નામ બદલવામાં આવી રહ્યું છે.
- ઉત્તર પ્રદેશ સરકારે આ વર્ષે જૂનમાં મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાયના નામ પર રાખવાનો નિર્ણય લીધો હતો. જેને મંત્રીપરિષદની બેઠકમાં મંજૂરી આપ્યાં બાદ પ્રસ્તાવને રેલવે મંત્રાલયની પાસે મોકલવામાં આવ્યો હતો.

X
આ ઐતિહાસિક રેલવે સ્ટેશન પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશેઆ ઐતિહાસિક રેલવે સ્ટેશન પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામથી ઓળખાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી