મોદીનો આજે ઉપવાસ, સાંસદોને કહ્યું લોકતંત્રના દુશ્મનોને ઉઘાડા પાડો

નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નિર્મલા સિતારમણ અને અન્ય વરિષ્ઠ નેતા પણ આજે ઉપવાસ કરશે

divyabhaskar.com | Updated - Apr 12, 2018, 09:03 AM
હુબલીમાં અમિત શાહે ઉપવાસ શરૂ કર્યા
હુબલીમાં અમિત શાહે ઉપવાસ શરૂ કર્યા

સંસદમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળાના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ રાખવાના છે. તેમણે દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. મોદીએ સાંસદોને કરી અપીલ

નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષના હોબાળાના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ રાખવાના છે. તેમણે દરેક ભાજપ સાંસદોને પણ તેમના તેમના સંસદીય વિસ્તારમાં ઉપવાસ રાખવાની અપીલ કરી છે. મોદીએ એક મેસેજમાં કહ્યું છે કે, લોકોને ભેગા કરો અને પોતાના વિસ્તારમાં ઉપવાસ કરો. આપણે આ રીતે લોકતંત્રના દુશ્મનોનેઉઘાડા પાડીશું. પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદિ કેબિનેટના મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દેશના વિવિધ ભાગમાં જઈને ઉપવાસ રાખશે અને વિપક્ષનો વિરોધ કરશે.

મોદીએ સાંસદોને કરી હતી અપીલ


મોદીએ બુધવારે ભાજપ સાંસદોને અપીલકરી હતી કે, કાલે 12 તારીખ છે. પાર્લામેન્ટને જે રીતે બંદી બનાવવામાં આવ્યું છે. અમુક ગણતરીના લોકો જેઓ 2014માં સત્તા નથી મેળવી શક્યા તે લોકો દેશને આગળ વધવા દેવા નથી માગતા. આ લોકો તેની હારને પચાવી નથી શક્યા અને તેથી તેમણે એક દિવસ પણ પાર્લામેન્ટની અંદર કામ નથી ચાલવા દીધું. ગરીબથી ગરીબ લોકોના અહીં કામ થતા હોય છે અને તે વિશે નિર્ણય લેવામાં આવતા હોય છે. રાજકીય અંહકાર અને સત્તાની ભૂખના કારણે વિપક્ષે લોકતંત્રને કચડવાનો ગુનો કર્યો છે. આપણી તે ફરજ છે કે, જે લોકોને લોકતંત્રને કચડવાનો પ્રયત્ન કર્યો છે તે લોકોને ઉઘાડા પાડીએ અને તેમને દુનિયાની સામે લઈ આવીએ. હું કાલે ઉપવાસ કરવાનો છું. હું મારા રોજિંદા કામ કરતો રહીશ પરંતુ હું સાથે સાથે ઉપવાસ પણ કરીશ. મારો તમને દરેકને આગ્રહ છે કે મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને વિધાનસભા, લોકસભા વિસ્તારમાં ઉપવાસ કરો અને દેશની સંસદને બંદી બનાવનાર લોકોને ઉઘાડા પાડો.

સાંસદો-નેતાઓને સોંપવામાં આવી જવાબદારી


- પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી કિબેનિટના મંત્રી અને વરિષ્ઠ નેતાઓને દેશભરમાં મોકલવા માટે શેડ્યૂલ તૈયાર કરવામાં આવ્યું છે. આ લોકો ઉપવાસ દ્વારા વિપક્ષ પ્રતિ વિરોધ જાહેર કરશે.

કોણ ક્યાંથી કરશે ઉપવાસ


1. હુબલી- અમિત શાહ
2. દિલ્હી- રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, સુરેશ પ્રભુ, સુષ્મા સ્વરાજ, મેનકા ગાંધી અને મિનાશ્રી લેખી
3. વારાણસી- જેપી નડ્ડા
4. પટના- રવિશંકર પ્રસાદ
5. ચેન્નાઈ- નિર્મલા સિતારમણ, વિજય ગોયલ
6. બેંગુલુરુ- પ્રકાશ જાવડેકર
7. વિદિશા- એમજે અકબર
8. તિરુઅનંતપુરમ- કેજે અલ્ફોંસ
9. નોઈડા- મહેશ શર્મા
10. અજમેર- ભૂપેન્દ્ર યાદવ
11. બેંગલુરુ- પ્રકાશ જાવડેકર
12. મોતિહારી- રાધામોહન સિંહ
13. ઈન્દોર- થાવરચંદ ગહલોત
14. નવાદા- ગિરિરાજ સિંહ
15. જિંદ- ચૌધરી વીરેન્દ્ર સિંહ

8 વર્ષમાં થયું સૌથી ઓછુ કામ


- આ બજેટ સેશનમાં લોકસભામાં કુલ 23 ટકા અને રાજ્યસભામાં કુલ 28 ટકા જ કામ થઈ શક્યુ છે. આ પહેલાં 2000માં લોકસભામાં પ્રોડક્ટિવિટી 21 ટકા અને રાજ્યસભાની 27 ટકા રહી હતી.
- આ વખતે આંધ્ર પ્રદેશ માટે વિશેષ રાજ્યની માગણી, કાવેરી વિવાદ અને નીરવ મોદી જેવા મુદ્દાઓ પર કોંગ્રેસ, ટીડીપી અને એઆઈએડીએમકે સહિત અન્ય પાર્ટીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

કેવુ રહ્યું બજેટ સત્ર?


લોકસભા
બેઠક- કુલ 29 (પહેલાં તબક્કામાં 7 અને બીજા તબક્કામાં 22)
કામકાજ- 34.5 કલાક
વેસ્ટ થયેલો સમય- કુલ 125 કલાક અને 45 મિનિટ

રાજ્યસભા


બેઠક- કુલ 30
કામકાજનો સમય- 44 કલાક
વેસ્ટ થયેલો સમય- કુલ 121 કલાક
કુલ સવાલ- બંને સદનમાં 580 સવાલ પૂછવામાં આવ્યા હતા. લોકસભામાં 17 અને રાજ્યસભામાં 19 સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

હુબલીમાં અમિત શાહ
હુબલીમાં અમિત શાહ
મોદીનો આજે ઉપવાસ, સાંસદોને કહ્યું લોકતંત્રના દુશ્મનોને ઉઘાડા પાડો
મોદીનો આજે ઉપવાસ, સાંસદોને કહ્યું લોકતંત્રના દુશ્મનોને ઉઘાડા પાડો
નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નિર્મલા સિતારમણ અને અન્ય વરિષ્ઠ નેતા પણ આજે ઉપવાસ કરશે
નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નિર્મલા સિતારમણ અને અન્ય વરિષ્ઠ નેતા પણ આજે ઉપવાસ કરશે
X
હુબલીમાં અમિત શાહે ઉપવાસ શરૂ કર્યાહુબલીમાં અમિત શાહે ઉપવાસ શરૂ કર્યા
હુબલીમાં અમિત શાહહુબલીમાં અમિત શાહ
મોદીનો આજે ઉપવાસ, સાંસદોને કહ્યું લોકતંત્રના દુશ્મનોને ઉઘાડા પાડોમોદીનો આજે ઉપવાસ, સાંસદોને કહ્યું લોકતંત્રના દુશ્મનોને ઉઘાડા પાડો
નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નિર્મલા સિતારમણ અને અન્ય વરિષ્ઠ નેતા પણ આજે ઉપવાસ કરશેનરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નિર્મલા સિતારમણ અને અન્ય વરિષ્ઠ નેતા પણ આજે ઉપવાસ કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App