સચિનને સાંસદ તરીકે 6 વર્ષમાં મળ્યું 90 લાખ વેતન- રાહત કોષમાં કર્યં દાન

સચિને રૂ. 30 કરોડની સાંદસ નિધિમાંથી 7.4 કરોડના એજ્યુકેશન સાથે જોડાયેલા 185 પ્રોજેક્ટને મંજૂરી આપી

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 05:25 PM
સચિનને સાંસદ તરીકે 6 વર્ષમાં મળ્યું 90 લાખ વેતન દાન કર્યું
સચિનને સાંસદ તરીકે 6 વર્ષમાં મળ્યું 90 લાખ વેતન દાન કર્યું

સચિન તેંડુલકરે રાજ્યસભાના સાંસદ હતા તે દરમિયાન છ વર્ષમાં મળેલું વેતન તેમજ અન્ય ભથ્થાં વડાપ્રધાન રાહત કોષમાં દાન કરી દીધાં છે. આ રકમ લગભગ 90 લાખ રૂપિયા જેટલી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સચિન તેડુંલકરનો આભાર માન્યો છે.

નવી દિલ્હીઃ સચિન તેંડુલકરે રાજ્યસભાના સાંસદ હતા તે દરમિયાન છ વર્ષમાં મળેલું વેતન તેમજ અન્ય ભથ્થાં વડાપ્રધાન રાહત કોષમાં દાન કરી દીધાં છે. આ રકમ લગભગ 90 લાખ રૂપિયા જેટલી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સચિન તેડુંલકરનો આભાર માન્યો છે. સચિન 26 એપ્રિલે રાજ્યસભાના મેમ્બર તરીકે રિટાયર્ડ થઈ રહ્યાં છે. હાલમાં જ તેઓને સંસદમાં ઔપચારિક વિદાય આપવામાં આવી હતી.

વડાપ્રધાન કાર્યાલયે આપી હતી જાણકારી


- વડાપ્રધાન કાર્યાલયે એક પત્ર જાહેર કરી સચિનની સેલેરની રકમ દાન કરી હોવાની જાણકારી આપી છે. નરેન્દ્ર મોદીએ સચિનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, "તેમનું આ યોગદાન સંકટમાં લોકોને સહાયતા આપવા માટે મદદગાર સાબિત થશે."

દેશમાં 185 પ્રોજેકટ ચલાવી રહ્યાં છે સચિન


- સચિનના કાર્યાલયે જાણકારી આપી છે કે તેઓએ 30 કરોડ રૂપિયાની સાંસદ ખજાનામાંથી 7.4 કરોડ રૂપિયાના 185 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. જેમાંથી ક્લાસરૂમના નિર્માણ નવીનીકરણ સહિત શિક્ષા સાથે જોડાયેલાં અનેક વિકાસ કાર્યો સામેલ છે.

બે ગામને દત્તક લીધું છે


- સચિને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત આંધ્રપ્રદેશના પુટ્ટમ રાજૂ કંડરીગા અને મહારાષ્ટ્રના દૌંજા ગામને દત્તક લીધું હતું.

રાજ્યસભામાં કેવું રહ્યું પર્ફોમન્સ


- સચિને સાંસદ રહેતાં માત્ર બે વખત જ રજા માટે સંસદમાં અરજી કરી હતી. પહેલી વખત માર્ચ, 2013માં જ્યારે તેઓએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો ન હતો. અને બીજી વખત ઓગસ્ટ, 2014માં પારિવારિક કારણોસર અરજી લગાવી હતી.
- સચિન સાંસદ બન્યાં પછી રાજ્યસભાના 19 સેશન ચાલ્યાં. જેમાં તેમની ઉપસ્થિતિ માત્ર 8 % જ રહી. 3 સેશનમાં તેઓ ગેરહાજર રહ્યાં. આ દરમિયાન તેઓએ માત્ર 22 જ સવાલો પૂછ્યાં હતા. 2017ના શિયાળુ સત્રમાં તેમની હાજરી સૌથી વધુ 23% હતી.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

સચિને બે ગામ પણ દત્તક લીધા છે
સચિને બે ગામ પણ દત્તક લીધા છે
X
સચિનને સાંસદ તરીકે 6 વર્ષમાં મળ્યું 90 લાખ વેતન દાન કર્યુંસચિનને સાંસદ તરીકે 6 વર્ષમાં મળ્યું 90 લાખ વેતન દાન કર્યું
સચિને બે ગામ પણ દત્તક લીધા છેસચિને બે ગામ પણ દત્તક લીધા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App