અકસ્માત / MP વિધાનસભાના ઉપાધ્યક્ષ હિના કાંવરેની સુરક્ષા કરતી પોલીસ વાનને ટ્રકે ટક્કર મારી, 4નાં મોત

mp news balaghat truck hit follow vehicle assembly china kawre
mp news balaghat truck hit follow vehicle assembly china kawre
X
mp news balaghat truck hit follow vehicle assembly china kawre
mp news balaghat truck hit follow vehicle assembly china kawre

  • નક્સલી હુમલાની આશંકા
  • કાંવરેને પિતાની પણ નક્સલીઓએ હત્યા કરી હતી
  • મૃતક પોલીસ કર્મચારીઓના પરિવારને મળશે 1-1 કરોડ

Divyabhaskar

Jan 14, 2019, 11:45 AM IST


બાલાઘાટઃ મધ્યપ્રદેશ વિધાનસભાના ઉપાધ્યક્ષ અને લાંજીના ધારાસભ્ય હિના કાંવરે રવિવારે મોડી રાત્રે રોડ દુર્ઘટનામાં માંડ માંડ બચ્યાં. તેમની કારથી આગળ ચાલી રહેલાં પોલીસ વાહનની સામેથી આવી રહેલાં ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. દુર્ઘટનામાં કાર ડ્રાઈવર અને ત્રણ પોલીસ કર્મચારીનું ઘટનાસ્થળે મોત નિપજ્યાં. ગંભીર રીતે ઘાયલ એક પોલીસ કર્મચારીને નાગપુર રેફર કરાયો છે.

પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ ઘટનાને નક્સલી ષડયંત્ર સાથે પણ જોડવામાં આવે છે. હિનાના પિતા અને પૂર્વ મંત્રી લિખીરામ કાંવરેની 1999માં તેમના ઘરે જ નક્સલીઓએ ગળું કાપીને હત્યા કરી દીધી હતી. 
2. ઉપાધ્યક્ષ બન્યાં બાદ પહેલી વખત બાલાઘાટ આવી રહ્યાં હતા
કાંવરે વિધાનસભા ઉપાધ્યક્ષ બન્યાં બાદ પહેલી વખત બાલાઘાટ આવી રહ્યાં હતા. બાલાઘાટથી લગભગ 21 કિલોમીટર દૂર સાલેટેકા ગામની પાસે તેમના ફોલો વાહનને ટ્રકે ટક્કર મારી. ઠીક પાછળ ચાલી રહેલી  હિનાની ગાડીને તેના ડ્રાઈવરે બચાવતાં આગળ નીકળી ગયો હતો.
3. જવાનોના પરિવારોને મળશે એક કરોડન આર્થિક સહાય
દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ત્રણ પોલીસ કર્મચારીઓના પરિવારને એક-એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને અનુકંપા નિયુક્તી અપાશે. મૃતકમાં SI હર્ષવર્ધન સોલંકી, હેડ કોન્સ્ટેબલ હામિદ શેખ, સિપાહી રાહુલ કોલારે અને ડ્રાઈવર સચિન સામેલ છે. સિપાહી અમિત કોરવને નાગપુર રેફર કરાયો છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી